________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૨૦-૨૧ વ્યવહારનયમાં નથી' તેમ કહી શકાય નહીં. અને જેઓને સમ્યગ્દર્શનનો યોગ થયો નથી તેઓ “નિશ્ચયનય પરમાર્થને કહેનાર છે” તેમ માનીને વ્યવહારનયના સ્થાનમાં પણ નિશ્ચયનયને મુખ્ય કરે છે તેવા મિથ્યાદ્દષ્ટિજીવોનો નિશ્ચયનય પણ ફળથી સત્ય નથી. આથી ‘નિશ્ચયનય પરમાર્થને જોનાર છે, વ્યવહારનય ૫રમાર્થને જોના૨ નથી' એવી એકાંત બુદ્ધિ ધારણ કરીને જેઓ વ્યવહારની ક્રિયાઓનો અપલાપ કરે છે, તેઓ વ્યવહારનયની ક્રિયાના ત્યાગને કારણે વ્યવહારનયના ફળને પણ પામતા નથી અને નિશ્ચયનયને સ્પર્શી શકે એવું ચિત્ત નિષ્પન્ન નહીં થયેલ હોવાથી, નિશ્ચયનયના પદાર્થને શબ્દમાત્રથી વિચારીને નિશ્ચયનયના ફળને પણ પામતા નથી. તેથી તેવા જીવોને આશ્રયીને નિશ્ચયનય ફળથી સત્ય નથી પરંતુ મિથ્યા છે. II૮/૨૦ll
૨૦૦
અવતરણિકા :
મોક્ષનું કારણ અંતરંગ પરિણામ છે, તેને નિશ્ચયનય ધર્મ સ્વીકારે છે અને ધર્મના નિમિત્તકારણ એવી બાહ્ય ક્રિયાને વ્યવહારનય ધર્મ સ્વીકારે છે. આ દૃષ્ટિને સામે રાખીને દિગંબર ‘નિશ્ચયનય ઉપચારને સ્વીકારતો નથી અને વ્યવહારનય ઉપચારને સ્વીકારે છે' તેમ સ્થાપન કરે છે. તેને આશ્રયીને પ્રસ્તુત ઢાળના પ્રારંભમાં નિશ્ચયનયના અને વ્યવહારનયના ભેદો ગ્રંથકારશ્રીએ બતાવ્યા અને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ પૂર્વ ગાથામાં કહ્યું કે, જે વખતે સપ્તભંગી કરવામાં આવે તે વખતે એક નય મુખ્યવૃત્તિથી લેવામાં આવે છે અને બીજો નય ઉપચારવૃત્તિથી લેવામાં આવે છે તેને આશ્રયીને ‘સ્વાત્ જ્ઞપ્તિ સ્વ' એ પ્રકારનો ભાંગો પ્રાપ્ત થાય છે અને આ રીતે વ્યવહારનયને મુખ્યવૃત્તિથી લઈને ‘સ્વાત્ જ્ઞપ્તિ વ્' ભાંગો કરવામાં આવે તો ઉપચારવૃત્તિથી નિશ્ચયનયની પ્રાપ્તિ થાય. જેમ, સામાયિક આદિની બાહ્ય ક્રિયા જે પ્રકારે ભગવાને કરવાની કહી છે તે પ્રકારે જ સમ્યગ્ યત્ન કરવાપૂર્વક કોઈ સાધક સામાયિકની ક્રિયા કરે તો તે સામાયિકની ચોક્કસ અપેક્ષિત ભાવનિષ્પત્તિ દ્વારા નિર્જરાનું કારણ બને છે અને તેવી લોકઅભિમત વ્યવહારનયપ્રસિદ્ધ ક્રિયાને મુખ્યવૃત્તિથી સ્વીકારીને તેને ધર્મ કહેવામાં આવે ત્યારે વ્યવહારનય મુખ્યવૃત્તિથી ‘સ્વાત્ અત્તિ વ્ થર્મ’ એમ કહે છે. તે વખતે નિશ્ચયનયને અભિમત એવો ભાવ ઉપચારવૃત્તિથી ધર્મ પ્રાપ્ત થાય; કેમ કે દ્વાર હંમેશાં ગૌણ હોય છે અને દ્વારી મુખ્ય હોય છે. તેથી વ્યવહારનયના સ્થાનમાં ક્રિયા દ્વારી છે અને ભાવ દ્વાર છે. માટે ‘નિશ્ચયનય ઉપચાર સ્વીકારતો નથી' એ પ્રકારનું દિગંબરનું વચન ઉચિત નથી તેમ ગાથા૨૦માં સ્થાપન કર્યું અને ગાથા-૨૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે, એકની મુખ્યવૃત્તિ હોય તો શેષની ઉપચારવૃત્તિ હોય. હવે તેના સમર્થન માટે ભાષ્યની સાક્ષી આપે છે
ગાથા:
તિણઈં ભાવ” ભાસિઉં રે, આદરિŪ નિરધાર;
તત્ત્વઅરથ નિશ્ચય ગ્રહÛ રે, જનઅભિમત વ્યવહાર રે.
પ્રાણી૰ ll૮/૨૧ll