________________
૨૮૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૮| ગાથા-૧૮
તેથી એ ફલિત થાય કે, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય મૂળ બે જ ભેદો છે અને તેના જ અપેક્ષાએ નૈગમાદિ સાત ભેદો છે અથવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના જ દસ અને છ ભેદો છે અને તેમાં જ પ્રદેશાર્થનય પણ અંતર્ભાવ પામે છે અર્થાતુ પર્યાયાર્થિકનયમાં જ પ્રદેશાર્થનય અંતર્ભાવ પામે છે. જેમ વિવક્ષાવિશેષથી દિગંબરોએ દ્રવ્યાર્થિકનયના દસ ભેદો અને પર્યાયાર્થિકનયના છ ભેદો બતાવ્યા તેમ વિવક્ષાવિશેષથી પર્યાયાર્થિકનયમાં પ્રદેશાર્થનય અંતર્ભાવ પામતો હોવા છતાં અનુયોગદ્વાર સૂત્રમાં પ્રદેશાર્થનય જુદો કહ્યો છે. આમ છતાં જેમ તે પ્રદેશાર્થનય પર્યાયાર્થિકનયમાં જ અંતર્ભાવ પામે છે તેમ દિગંબરોએ બતાવેલા દ્રવ્યાર્થિકના દસ અને પર્યાયાર્થિકના છ ભેદો સાત નિયોમાં જ અંતર્ભાવ પામે છે એમ સ્વીકારવું જોઈએ. તેથી સાતનયોથી અન્ય કોઈ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય નથી. વળી, જેમ નામનય, સ્થાપનાનય, દ્રવ્યનય અને ભાવનય એ ચારેય પણ વિવક્ષાવિશેષથી સ્વીકારીને દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ કરાય છે તેમ દ્રવ્યાર્થનય, પ્રદેશાર્થનય અને દ્રવ્યપ્રદેશાર્થનય પણ વિવક્ષાવિશેષથી દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એ બે નયમાં જ અંતર્ભાવ કરાય છે. અને દિગંબર તેમ સ્વીકારે તો, દ્રવ્યાર્થિકના દસ અને પર્યાયાર્થિકના છ ભેદોને પણ મૂળ નયના પેટા ભેદ તરીકે તેણે સ્વીકારવા જોઈએ પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને સાત નયોથી પૃથફ ગણીને દ્રવ્યાર્થિકના દસ અને પર્યાયાર્થિકના છ ભેદો સ્વીકારવા ઉચિત નથી.
આ રીતે, ગાથાને સ્પર્શીને અર્થ કર્યા પછી, દિગંબરો દ્રવ્યાર્થિકના જે દસ ભેદો સ્વીકારે છે, તે પણ માત્ર દસ ભેદો છે તેમ સ્વીકારી શકાય નહીં તે બતાવવા અર્થે કહે છે – .
દિગંબરે જેમ દ્રવ્યાર્થિકનયના દસ ભેદમાં કર્મઉપાધિસાપેક્ષ એવાં જીવભાવનો ગ્રાહક દ્રવ્યાર્થિકનય સ્વીકાર્યો તેમ જીવની સાથે દેહનો અને ધનાદિ બાહ્યપુદ્ગલોનો સંયોગ થાય છે, તે સંયોગસાપેક્ષ એવાં જીવના સંશ્લેષના પરિણામરૂપ ભાવને ગ્રહણ કરનાર એવો નય પણ દિગંબરે કહેવો જોઈએ અને તેમ સ્વીકારે તો દ્રવ્યાર્થિકના દસ જ ભેદો છે એ મર્યાદા તૂટે. વળી, આ રીતે તે તે વિશેષણોથી દ્રવ્યાર્થિકના ભેદો કરવામાં આવે તો અનંત ભેદ પ્રાપ્ત થાય અર્થાત્ અપરિમિત ભેદોની પ્રાપ્તિ થાય માટે દ્રવ્યાર્થિકનયના ચાર અને પર્યાયાર્થિકના ત્રણ ભેદો સ્વીકારવામાં આવે તો દ્રવ્યાર્થિકના કે પર્યાયાર્થિકના જે કોઈ અનેક ભેદોની પ્રાપ્તિ છે તે સર્વ, દ્રવ્યાર્થિકના ચાર અને પર્યાયાર્થિકના ત્રણ ભેદમાં અંતર્ભાવ પામે છે તેથી સાત નયોના વિભાગમાં સર્વ નયોના અવાંતર ભેદોનો સંગ્રહ થાય છે. પરંતુ જો દ્રવ્યાર્થિકનયના દસ અને પર્યાયાર્થિકનયના છ ભેદો છે એમ સ્વીકારવામાં આવે તો જે રીતે દિગંબર કર્મઉપાધિસાપેક્ષ એવાં જીવભાવગ્રાહક દ્રવ્યાર્થિકનો ભેદ કરે છે તેમ અન્ય અન્ય પણ એવાં અનેક ભેદોની પ્રાપ્તિ થવાથી દ્રવ્યાર્થિકના સર્વ ભેદોનો અને પર્યાયાર્થિકના સર્વ ભેદોનો સંગ્રહ થાય નહીં માટે વિભાગવાક્યની મર્યાદા અનુસાર ન્યૂનત્વ દોષની પ્રાપ્તિ થાય.
જેમ જીવના વિભાગ કરવા માટે કોઈ કહે કે, પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય-ત્રણ ભેદથી સંસારી જીવો છે, તો અન્ય જીવોનો સંગ્રહ ન થવાથી ન્યૂનત્વ દોષની પ્રાપ્તિ થઈ તેમ દ્રવ્યાર્થિકનયના દસ ભેદોમાં સર્વ ભેદોનો સંગ્રહ ન થવાથી ન્યૂનત્વ દોષની પ્રાપ્તિ થાય.
વળી, દ્રવ્યાર્થિકનયના ચાર ભેદો અને પર્યાયાર્થિકનયના ત્રણ ભેદો સ્વીકારવાને બદલે દ્રવ્યાર્થિકનયના