________________
૨૬૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૮ | ગાથા-૧૦-૧૧ વળી, દ્રવ્યાર્થિકનયની જે દૃષ્ટિ છે તે દૃષ્ટિની જ અવાંતર દૃષ્ટિને ગ્રહણ કરીને વિચારીએ, તો નગમ, સંગ્રહ અને વ્યવહારનયની દૃષ્ટિ પ્રવર્તે છે.
વળી, પર્યાયાર્થિકનયની દૃષ્ટિની અવાંતર દૃષ્ટિને ગ્રહણ કરીને વિચારીએ તો, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયની દૃષ્ટિ પ્રવર્તે છે.
આ સાત દૃષ્ટિઓમાં દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિને સ્વતંત્ર ગ્રહણ કરીને પદાર્થને જોનારી નવ દૃષ્ટિ છે તેમ સ્વીકારીને દેવસેનાચાર્ય નયચક્રમાં નવ નય કહે છે તો પદાર્થને જોનારી અન્ય પણ અર્પિતનય અને અનર્પિતનયરૂપ બે દૃષ્ટિ છે તેને નવ નયોમાં ઉમેરીને ૧૧ નય દિગંબરો કેમ સ્વીકારતા નથી ? અર્થાત્ અર્પિતનય અને અનર્પિતનયરૂપ બે દૃષ્ટિમાં સર્વ નયોનો સમાવેશ થાય છે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયોમાં પણ સાત નયોનો સમાવેશ થાય છે, માટે સાત નયથી પૃથફ અર્પિતનય અને અનર્પિતનય સ્વીકારી શકાય નહીં તેમ જો દિગંબર કહે તો સાત નયથી પૃથફ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય પણ સ્વીકારી શકાય નહીં માટે નવ નયોના સ્વીકારની દિગંબરની રીતિ ઊલટી છે.
અર્પિતનય એટલે અનંત ધર્માત્મક પદાર્થમાંથી જે ધર્મની અર્પણ કરીને તેનું સ્વરૂપ બતાવવામાં આવે ત્યારે તે ધર્મને જોનારી દૃષ્ટિ અર્પિતનય છે અને જે ધર્મની અર્પણ કરી છે તેનાથી અન્ય જે ધર્મો પદાર્થમાં છે તેને જોનારી દષ્ટિ અનર્પિતનય છે. તેથી સ્યાદ્વાદીને એક નયની અર્પણ કરીને પદાર્થને જોનારી દૃષ્ટિથી પદાર્થને જોતી વખતે અનર્પિતનયની દૃષ્ટિથી ગૌણરૂપે અન્ય ધર્મ પણ જણાય છે. તેથી અર્પિતનયથી મુખ્ય કરાયેલો ધર્મ જણાય છે અને અનર્પિતનયથી ગૌણ કરાયેલો ધર્મ જણાય છે અને ઉભયનયથી અનંત ધર્માત્મક પદાર્થ જણાય છે. ll૮/૧૦માં અવતરણિકા -
ગાથા-૧૦માં ગ્રંથકારશ્રીએ દિગંબરને આપત્તિ આપી કે, જો દિગંબર નવ તયો સ્વીકારે તો, અર્પિત-અનપિંતનયને અલગ સ્વીકારીને ૧૧ તયો પણ સ્વીકારવા જોઈએ. તેનું સમાધાન દિગંબરો શું કરી શકે તે બતાવીને તેનાથી જ સાત વયની સિદ્ધિ થાય છે તે બતાવે છે –
ગાથા -
સંગ્રહવ્યવહારાદિકઈ રે, જો તુટ્ય ભેલો તેહ;
આદિ-અંત નય થોકમાં જી, કિમ નવિ ભેલો એહ રે. પ્રાણી II૮/૧૧થા ગાથાર્થ -
તેહ=અર્પિત-અનર્પિતનય, સંગ્રહ વ્યવહારાદિકમાં જો તુમ્હ ભેલો સંગ્રહનયમાં અર્પિતનય અને વ્યવહારાદિક નયમાં અનર્પિતનય જો તમે ભેગા કરો, તો આદિ-અંત નયના થોકમાં =આદિના ત્રણ નયના થોકડામાં અને અંતના ચાર નયના થોકડામાં એહકદ્રવ્યાયિક અને પર્યાયાર્થિકનય, કેમ નવિ ભેલો=કેમ ભેગા ન કરો? Iટ/૧૧TI