________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૧૨ થી ૧૫
ગાથા ઃ
અસદ્ભૂત વ્યવહાર, ઇમ ઉપચારથી; એહ ત્રિવિધ હિવઇં સાંભલો એ. II૭/૧૨
ગાથાર્થ ઃ
ઈમ=એમ=ગાથા-૬થી ૧૧ સુધી વર્ણન કર્યું એમ, ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર છે= અસદ્ભૂત વ્યવહાર નવ પ્રકારે છે. એહ=અસદ્ભૂત વ્યવહાર, હિવઈં=હવે, ત્રિવિધ=ત્રણ પ્રકારનો, સાંભળો. II૭/૧૨||
ટબો :
ઈમ-ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર ૯ પ્રકારનો કહિઈ, હવઈ એહના ૩. ભેદ કહિઈં છઈ, તે સાંભો, II૭/૧૨/
ટબાર્ચઃ
૨૩૭
એમ=ગાથા-૫થી ૧૧માં બતાવ્યું એમ, ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર નવ પ્રકારનો ગ્રંથકારશ્રીએ કહ્યો. હવે તેના=અસદ્ભૂત વ્યવહારના, ત્રણ ભેદો કહીએ છીએ, તે સાંભળો. ૭/૧૨/
અવતરણિકા :
અસભ્તવ્યવહારના ત્રણ ભેદો હવે ગાથા-૧૩થી ૧૫માં બતાવે છે
(૧) સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર :
ગાથા:
અસદ્ભૂત નિજ જાતિ, જિમ પરમાણુઓ; બહુ પ્રદેશી ભાષિઈ એ. II૭/૧૩
-
ગાથાર્થ ઃ
નિજ જાતિથી અસદ્ભૂત વ્યવહાર (પ્રથમ ભેદ છે.) જેમ, પરમાણુઓ=પરમાણુ, બહુપ્રદેશી કહેવાય છે. II૭/૧૩||
બોઃ
એક સ્વજાતિ અસદ્દ્ભૂત વ્યવહાર કહિઈં. જિમ-પરમાણુ બહુપ્રદેશી કહિઈં. બહુપ્રદેશી થાવાની જાતિ છઈ તે માર્ટિ. ૧. ||૭/૧૩||
ઢબાર્થ:
એક=અસદ્ભૂત વ્યવહારનો પ્રથમ ભેદ, સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર કહેવાય. જેમ પરમાણુ