________________
૨૨૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ગાથા-૧ થી ૪ ગાથા :
ગુણ, પર્યાય, સ્વભાવ, કારક, તન્મયનો;
ભેદ અરથ છઈ એહનો એ. II૭/૪ ગાથાર્થ -
ગુણ, પર્યાય, સ્વભાવ, કારક; અને તન્મયનોત્રગુણીનો, પર્યાયવંતનો, સ્વભાવવંતનો, કારકીનો; ભેદ અર્થ એનો છે સદ્ભુત વ્યવહારનો છે. I૭/૪ll
ટબો :
ગુણ-ગુણીનો પર્યાય-પર્યાયવંતનો સ્વભાવ-સ્વભાવવંતનો કારક અનઈં-તન્મથ કહતાં-કારકી, તેહનો એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિઇં, તે સર્વ એ ઉપનયનો અર્થ જાણ. “ઘટસ્થ રૂપમ, ઘટસ્થ રોતા, ઘટસ્થ સ્વભાવ, મૃતા પટો નિષ્ણાતિતઃ” ઈત્યાદિ પ્રયોગ જાણવા. ૭/૪ ટબાર્થ :
ગુણ-ગુણીતો, પર્યાય-પર્યાયવંતનો, સ્વભાવ-સ્વભાવવંતનો, કારક અને તન્મયતો કહેતાં કારકી, તેનો, જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાય, તે સર્વ એ ઉપનયન=સદ્દભૂત વ્યવહારરૂપ ઉપનયનો, અર્થ જાણવો. ઘટનું રૂપ (ગુણ-ગુણીનો ભેદ), ઘટતી રક્તતા (પર્યાય-પર્યાયવંતનો ભેદ). ઘટનો સ્વભાવ=ઘટતો જલધારણનો સ્વભાવ (સ્વભાવ-સ્વભાવવંતનો ભેદ), માટીથી ઘટ નિષ્પાદિત કરાયો (કારક-કાકીનો ભેદ) ઈત્યાદિ પ્રયોગ જાણવા. ll/૪
ગાથા-૧થી ૪ સુધી ઉપનયના પ્રથમ ભેદ “સબૂત વ્યવહાર અને તેના બે ભેદનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ કર્યું છે. તેથી ભાવાર્થમાં એ ચારેય ગાથાનો એક સાથે સમાવેશ કરેલ છે. ભાવાર્થ -
દિગંબર પ્રક્રિયા અનુસાર ઉપનયનો પ્રથમ ભેદ સદ્ભુત વ્યવહાર છે. આ સભૂત વ્યવહાર એક જ દ્રવ્યને ગ્રહણ કરીને તેમાં રહેલા ધર્મોનો ધર્મથી ભેદ કરે છે માટે સદ્ભુત છે, અર્થાત્ આત્મા અને દેહનો સંબંધ સ્વીકારીને તેમાં રહેલા ધર્મેના ભેદને કહેતો નથી, જે પ્રમાણે “આત્માનું શ્યામરૂપ' તે પ્રમાણે કહેતો નથી, પરંતુ આત્મરૂપ એક દ્રવ્ય સ્વીકારીને ધર્મ-ધર્મીનો ભેદ સ્વીકારે છે માટે સદ્ભૂત છે. વળી, વ્યવહાર ભેદ સ્વીકારે છે, માટે આ ભેદને સદ્ભુત વ્યવહાર કહેવાય છે.
‘સભૂત વ્યવહાર' ઉપનયના બે ભેદ છે.
(૧) શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય - જેમ, “આત્મદ્રવ્યનું કેવળજ્ઞાન' કહેવામાં આવે ત્યારે પરમાર્થથી આત્મા કેવળજ્ઞાનરૂપ જ છે છતાં વ્યવહારદષ્ટિથી “આત્મદ્રવ્યનું કેવળજ્ઞાન' કહીને આત્મદ્રવ્ય અને