________________
૨૨૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૧ થી ૪
ઢબો ઃ
તે વલી, ૨ પ્રકારિ હોઈ-૧ શુદ્ધ, બીર્જા-અશુદ્ધ ૨. શુદ્ધ ધર્મ-ધર્મિના ભેદથી શુદ્ધ તે સદ્દભૂત વ્યવહાર, અશુદ્ધ ધર્મ-ધર્મિના ભેદથી અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર. સદ્દભૂત માર્ટિ જે-એક દ્રવ્ય જ છઈ, ભિન્ન દ્ભવ્ય સંયોગાર્પેક્ષા નથી. વ્યવહાર તે માટેિં જે-ભેદ દેખાડિંઈ છઈં, II૭/૨||
ટબાર્થ ઃ
તે વળી,=સદ્ભૂત વ્યવહાર વળી, બે પ્રકારે થાય. (૧) શુદ્ધ, બીજો (૨) અશુદ્ધ.
(૧) શુદ્ધ ધર્મ-ધર્મીના ભેદથી શુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે.
(૨) અશુદ્ધ ધર્મ-ધર્મીના ભેદથી અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે.
ઉપનયના પ્રથમ ભેદમાં ‘સદ્ભૂત’ અને ‘વ્યવહાર' એમ બે શબ્દોનો પ્રયોગ કેમ કર્યો ? તે સ્પષ્ટ ક૨વા અર્થે કહે છે
-
સદ્ભૂત તે માટે, જે એક દ્રવ્ય જ છે. ભિન્ન દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી અર્થાત્ આત્માથી ભિન્ન એવાં કર્માદિ દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. વ્યવહાર તે માટે, જે ભેદ દેખાડે છે અર્થાત્ ધર્મ અને ધર્મીનો ભેદ દેખાડે છે. I૭/૨
ગાથા :
જિમ જગિ કેવલગ્યાન, આતમદ્રવ્યનું, મઈ નાણાદિક તેહનું એ. ૭/૩॥
ગાથાર્થ ઃ
જેમ જગતમાં આત્મદ્રવ્યનું કેવળજ્ઞાન (એ શુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે.) તેહનું=આત્મદ્રવ્યનું, મતિજ્ઞાનાદિક, (એ અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે.) II૭/૩II
ટબો ઃ
જિમ-જગમાંહિ “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” ઈમ ષષ્ઠીઈં પ્રયોગ કીજઈ. તથા“મતિજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ ઈમ-ોલાવિઈં. 19/3||
ટબાર્થ ઃ
જેમ જગતમાં ‘આત્મદ્રવ્યનું કેવળજ્ઞાન' એમ ષષ્ઠીનો પ્રયોગ કરાય છે, જે શુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે. તથા=અને, ‘આત્મદ્રવ્યના મતિજ્ઞાનાદિક ગુણ છે' એમ બોલાય છે, તે અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે. II૭/૩।।