________________
૨૧૦
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬ગાથા-૭
ગાથાર્થ :
બહુeઘણાં, માન=પ્રમાણને, ગ્રાહી ગ્રહણ કરનાર, નૈગમનય કહ્યો છે. તેના ત્રણ ભેદ છે. ભૂત અર્થમાં વર્તમાનનો આરોપ કરવા માટે લીન તત્પર, (પહેલો ભેદ છે.) Ils/ળા ટબો -
બહુમાન કહતાં ઘણાં પ્રમાણ-સામાન્ય-વિશેષજ્ઞાનરૂપ-સ્નેહન ગ્રાહી નૈગમનય કહિઈ. વિનર્મિનોતિ" રૂરિ નૈવ, વIR7ોપ િામ, રૂત્તિ વ્યુત્પત્તિ ” નૈગમનાથના ૩ ભેદ છઈ. પ્રથમ નૈગમ-ભૂતાર્થઈં વર્તમાનનો આરપ કરવાનઈં લીન કહતાં-તત્પર છઈ. I/s/9. ટબાર્થ:
બહુમાન કહેતાં સામાન્ય વિશેષજ્ઞાનરૂપ ઘણાં પ્રમાણ તેનો ગ્રાહી તૈગમનય કહેવાય છે. નગમનય ઘણાં પ્રમાણને કેમ માને છે ? તેથી કહે છે –
એક માન વડે=એક પ્રમાણ વડે, પદાર્થને માપતો નથી એથી “એકગમ નથી' અને “નવમાંથી ' કારનો લોપ થવાથી “નૈગમ' એ પ્રકારની વ્યુત્પત્તિ છે તેથી તેગમનય ઘણાં પ્રમાણને માને છે.
તૈગમનયના ત્રણ ભેદ છે. પ્રથમ તૈગમ ભૂતાર્થમાં વર્તમાનનો આરોપ કરવામાં લીન છે કહેતાં તત્પર છે. li૬/છા. ભાવાર્થ- સાદ્વાદની દૃષ્ટિથી પદાર્થ સામાન્ય અને વિશેષરૂપ છે. આથી જ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે નયો પ્રવર્તે છે. દ્રવ્યાર્થિકનય સામાન્યને ગ્રહણ કરે છે અને પર્યાયાર્થિકનય વિશેષને ગ્રહણ કરે છે અને પ્રમાણદૃષ્ટિ સામાન્ય-વિશેષ ઉભયને ગ્રહણ કરે છે, જ્યારે નિગમનય જુદી જુદી દૃષ્ટિથી પદાર્થને જોનાર છે તેથી કેટલાંક સ્થાને સામાન્યને ગ્રહણ કરીને નૈગમનય પ્રવર્તે છે અને કેટલાંક સ્થાને વિશેષને ગ્રહણ કરીને નૈગમનય પ્રવર્તે છે. માટે નૈગમનયના ભેદોમાંથી કોઈક ભેદથી સામાન્યનો બોધ થાય છે અને કોઈક ભેદથી વિશેષનો બોધ થાય છે પરંતુ પ્રમાણદષ્ટિ જેમ એક જ વસ્તુમાં સામાન્યવિશેષ ઉભયને પ્રધાનરૂપે બતાવે છે તેમ ગમન બતાવતો નથી. માટે સામાન્ય વિશેષ-ઉભયને ગ્રહણ કરનાર હોવા છતાં નૈગમનય એ નયનો ભેદ છે, પ્રમાણ નથી.
અહીં ઘણાં પ્રમાણ કહેવાથી ઘણી દૃષ્ટિઓથી જોનાર નિગમનય છે તેથી સામાન્યને જોનાર ઘણી અવાંતર દૃષ્ટિઓને નૈગમન ગ્રહણ કરે છે અને વિશેષને જોનાર પણ ઘણી અવાંતર દૃષ્ટિઓને નૈગમનય ગ્રહણ કરે છે તેથી જુદા જુદા સ્થાને જુદી જુદી દૃષ્ટિઓથી પદાર્થને નૈગમનય બતાવે છે.
આ નૈગમનયના ત્રણ ભેદો દિગંબરો સ્વીકારે છે. તેમાં પ્રથમ નૈગમન ભૂત અર્થમાં વર્તમાનનો આરોપ કરવામાં તત્પર હોય છે તેથી ભૂતકાળમાં થયેલી ઘટનાને વર્તમાનરૂપે જ સ્વીકારે છે જેનું દષ્ટાંત સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવે છે. કાળા