________________
૧૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ | ગાથા-૧૦-૧૧ ભવપર્યાયની વિવક્ષા કર્યા વગર સિદ્ધસદશ આત્માનું જ સ્વરૂપ છે તેને આગળ કરીને સંસારી જીવોને પણ સિદ્ધતુલ્ય જોવા માટે પ્રવર્તે છે.
‘દ્રવ્યસંગ્રહમાં કર્મઉપાધિથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી જીવો કેવા છે તે બતાવવા માટે કહે છે –
ચૌદ માર્ગણાસ્થાનો છે અને ચૌદ ગુણસ્થાનો છે. તેનાથી સંસારી જીવોનું જ સ્વરૂપ બતાવાય છે તે સ્વરૂપને બતાવનાર અશુદ્ધ નયો છે. જ્યારે શુદ્ધ નય તો સર્વ જીવોને શુદ્ધ જ બતાવે છે; કેમ કે શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે પ્રવૃત્ત થયેલી શુદ્ધ નયની દૃષ્ટિ છે. પ/૧ના અવતરણિકા - દ્રવ્યાર્થિકનયનો બીજો ભેદ બતાવે છે –
ગાથા :
ઉત્પાદ-વ્યયગૌણતા, સત્તામુખ્યજ બીજઈ રે;
ભેદ શુદ્ધ-દ્રવ્યાર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે. ગ્યાન પ/૧૧ાા ગાથાર્થ :
બીજઈ=બીજો ભેદ, શુદ્ધ દ્રવ્યારથિંકદ્રવ્યાર્થિકનયનો બીજો ભેદ શુદ્ધ દ્રવ્યાર્થિક, સત્તા મુખ્ય કરીને ઉત્પાદત્રયની ગૌણતા કરે છે. જેમ દ્રવ્યને નિત્ય લહે છે. પ/૧૧/l ટબો:
ઉત્પાદ એક નઈં વ્યય બની ગણતાઇં, અનઈં સતામુખ્યતાઈં બીજી ભેદ-શુદ્ધ દ્રવ્યાર્થનો જાણજ્વ. ઉત્પાલવ્યયોત્વે સત્તા પ્રાદિક શુદ્ધ વ્યાધિઃ' એ બીજી ભેદ.
એહનઈ મતિ-દ્રવ્ય નિત્ય લીજઈ, નિત્ય ર્ત-ત્રિકાલઈ અવિચલિતરૂપ, સત્તા મુખ્ય લેતાં એ ભાવ સંભવ. પર્યાય પ્રતિક્ષણ પરિણામી જઈ, તો પણિ-જીવ-
પુલાદિ દ્રવ્યસત્તા કદાપિ ચલતી નથી. પિ/૧૧ ટબાર્થ :
ઉત્પાદ અને વ્યયની ગૌણતાએ અને સત્તાની મુખ્યતાએ બીજો ભેદ દ્રવ્યાર્થિકનયનો બીજો ભેદ, શુદ્ધ દ્રવ્યાર્થતો જાણવો. “ઉત્પાદવ્યયના ગૌણપણાથી સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક' એ બીજો ભેદ છે દ્રવ્યાર્થિકનયનો બીજો ભેદ છે.
એના મતે દ્રવ્યાર્થિકનયના બીજા ભેદના મતે, દ્રવ્ય નિત્ય ગ્રહણ થાય છે. નિત્ય તે ત્રણે કાળમાં અવિચલિતરૂપ છે.
કઈ રીતે ત્રણ કાળમાં અવિચલિતરૂપ દ્રવ્ય નિત્ય પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –