________________
૧૮૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ | ગા-૭-૮ ગ્રંથકારશ્રીએ તયદષ્ટિ લક્ષણા સ્વીકારે છે તેમ કહ્યું તે વગેરે ગ્રહણ કરવા માટે, ઉપનય વગેરેની કલ્પના કરે છે. તે પ્રપંચ=દિગંબરનું તે વર્ણન, શિષ્યબુદ્ધિધંધનમાત્ર છે=શિષ્યની બુદ્ધિમાં વ્યામોહ કરવામાત્રરૂપ છે, પરંતુ સમાનતંત્ર સિદ્ધાંત છે, તે માટે=જૈનદર્શનનું જે શ્વેતાંબર દર્શન છે તેને સમાન એવું દિગંબર દર્શન છે તે માટે, જણાવવાને કાજે-તેઓ શું કહે છે તે બતાવવા માટે, કહીએ છીએ= હવે પછી ગ્રંથકારશ્રી કહે છે.
કઈ રીતે કહે છે ? તેથી કહે છે –
જે પ્રમાણે તે બોલે છે–પોતાની પ્રક્રિયા અનુસાર જે બોલે છે, તે પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે. li૫/શા
ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ શ્વેતાંબર શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ કઈ રીતે યુક્તિયુક્ત છે? તે અત્યાર સુધી બતાવ્યું. તે સુંદર માર્ગને છોડીને દિગંબરલાલ ઉપચારાદિને ગ્રહણ કરવા અર્થે=લક્ષણાથી ઉપચાર કઈ રીતે થઈ શકે છે તે વગેરે પદાર્થો બતાવવા અર્થે, નયથી અતિરિક્ત ઉપનય વગેરેની કલ્પના કરે છે, તેની કલ્પના અનુભવને અનુરૂપ પદાર્થને સ્પર્શનારી નથી અને સ્યાદ્વાદ સિદ્ધાંત અનુસાર નથી. તેથી શિષ્યની બુદ્ધિને વ્યામોહમાત્ર કરાવે કે, “અમારા આચાર્યો નયની જેમ ઉપનય વગેરે બતાવીને સ્યાદ્વાદના જ સૂક્ષ્મ પદાર્થો બતાવે છે.”
વસ્તુતઃ તે કલ્પનાઓ સ્યાદ્વાદને સંમત નથી. તેથી તેનો બોધ કરવા જેવો નથી, આમ છતાં જૈનમત અંતર્ગત શ્વેતાંબરની જેમ દિગંબર પણ એક મત છે. તેથી સમાનતંત્ર છે અને તેની માન્યતા તે સમાનતંત્રની માન્યતા છે. તેથી તે સમાનતંત્રની માન્યતા કેવા પ્રકારની છે તે જાણવા અર્થે અહીં બતાવે છે. વળી, તેનું નિરૂપણ પણ જે પ્રમાણે દિગંબરબલ પોતાની પ્રક્રિયા અનુસાર કહે છે તે પ્રમાણે જ ગ્રંથકારશ્રી કહે છે, પરંતુ તેનું પરિમાર્જન કરીને કઈ રીતે ઉચિત પ્રક્રિયા છે ? તે પ્રક્રિયા બતાવતા નથી. પ/ગા. અવતરણિકા :
દિગંબરની પ્રક્રિયા અનુસાર નય, ઉપનયનો વિભાગ સામાન્યથી બતાવે છે – ગાથા -
નવ નય, ઉપનય તીન છઈ, તર્કશાસ્ત્ર અનુસારો રે;
અધ્યાત્મવાચઇ વલી, નિશ્ચય નઈ વ્યવહારો રે. ગ્યાન આપવા ગાથાર્થ :
તર્કશાસ્ત્ર અનુસાર નવ નય અને ત્રણ ઉપાય છે. વળી, અધ્યાત્મની વાચાથી=અધ્યાત્મની શૈલીથી, નિશ્ચયનય અને વ્યવહારનય એમ બે નાયો છે. I૫/૮