________________
૧૮૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ગાથા-૬ વિષય છે=ભેદ-અભેદ દ્રવ્યાધિક અને પર્યાયાધિકનયનો મુખ્ય-અમુખ્યપણે વિષય છે. ઉપચાર તે=દરેક નય લક્ષણા દ્વારા પ્રતિપક્ષ નયનો વિષય ગ્રહણ કરે છે તે સ્થાનમાં લક્ષણારૂપ ઉપચાર તે, મુખ્યવૃત્તિની જેમ નયના પરિકરપણે વિષય નહીં=દરેક નયનો પોતાનો વિષય છે, તે નયનો પરિકર કહેવાય અને અન્ય નયનો વિષય છે, તે નયનો વિષય કહેવાય નહીં માટે ઉપચારથી પ્રાપ્ત થતો વિષય નયના પરિકરપણે વિષય નહીં, એ સમો માર્ગ શ્વેતાંબર પ્રમાણ-શાસ્ત્ર સિદ્ધ=શ્વેતાંબરને માન્ય એવાં શાસ્ત્રથી સિદ્ધ જાણવો. li૫/૬
ભાવાર્થ
ગાથા-પની અવતરણિકામાં કહેલ, કોઈક કહે છે કે, “કોઈ એક નય પોતાનો વિષય ગ્રહણ કરે, બીજા નયના વિષયને ગ્રહણ કરે નહીં,” તેનું સમાધાન ગાથા-પમાં કર્યું કે, નયજ્ઞાનમાં પણ પોતાના વિષય કરતાં અન્યનો વિષય ગૌણરૂપે સ્વીકાર થાય તો જ તે સુનય બને, અન્યથા મિથ્યાદૃષ્ટિરૂપ બને. આ કથન ગ્રંથકારશ્રીએ સ્વમતિથી કર્યું નથી, પરંતુ વિશેષાવશ્યક અને સમ્મતિમાં પણ તે પ્રમાણે કહેલ છે. તેથી ગ્રંથકારશ્રીએ પણ કહે છે કે સુનય અન્ય નયનો વિષય પણ ગૌણરૂપે સ્વીકારે છે. ' વિશેષાવશ્યકની સાક્ષી આપતાં કહ્યું કે, નૈયાયિક બંને નયો સ્વીકારે છે. તેથી જેમ, જૈનદર્શન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયો સ્વીકારે છે, માટે તે પ્રમાણ છે, તેમ તૈયાયિકનું દર્શન પણ પ્રમાણ થવું જોઈએ, તેમ છતાં વિશેષાવશ્યકમાં બંને નયોને સ્વીકારનાર એવાં તૈયાયિકના શાસ્ત્રને મિથ્યાશાસ્ત્ર કહેલ છે અને તેમાં વિશેષાવશ્યકમાં યુક્તિ આપેલ છે કે, નૈયાયિક દર્શન બંને નયોને સ્વવિષયના પ્રધાનપણાથી સ્વીકારે છે, પરંતુ તે બંને નયો અન્યોન્યનિરપેક્ષ છે માટે મિથ્યા છે. તેથી એ પ્રાપ્ત થાય કે નૈયાયિક જે સ્થાનમાં દ્રવ્યાર્થિકનય સ્વીકારે છે તે સ્થાનમાં તે દ્રવ્યાર્થિકનયને પર્યાયાર્થિકન સાપેક્ષ સ્વીકારતો નથી પરંતુ એકાંત દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી તે પદાર્થને કહે છે અને જે સ્થાનમાં પર્યાયાર્થિકનય સ્વીકારે છે તે સ્થાનમાં તે પર્યાયાર્થિકનયને નૈયાયિક દ્રવ્યાર્થિકનયસાપેક્ષ સ્વીકારતો નથી, પરંતુ એકાંત પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી તે પદાર્થને કહે છે. તેથી અન્યો નિરપેક્ષ એવાં તે બે નયો મિથ્યાદૃષ્ટિ હોવાથી તેનું શાસ્ત્ર પણ મિથ્યાશાસ્ત્ર છે; કેમ કે તૈયાયિક પરમાણુને એકાંત નિત્ય કહે છે ત્યારે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી તે પરમાણુ નિત્ય છે અને તે જ પરમાણુ પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી અનિત્ય છે તેમ છતાં નયાયિક પરમાણુને અનિત્ય સ્વીકારતો નથી. વળી, પરમાણુમાંથી બનેલા ચણકાદિ સ્કંધોને અનિત્ય સ્વીકારે છે તે જ કચણુકાદિ સ્કંધોને દ્રવ્યરૂપે નિત્ય સ્વીકારતો નથી. તેથી કેટલાક દ્રવ્યોને એકાંત નિત્ય કહે છે અને કેટલાક દ્રવ્યોને એકાંત અનિત્ય કહે છે. માટે તૈયાયિક મિથ્યાદૃષ્ટિ છે. જ્યારે સ્યાદ્વાદી તો દરેક પદાર્થોની વિચારણામાં દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને સ્વીકારે છે તેથી સ્યાદ્વાદી દ્રવ્યાર્થિકનયની વિવક્ષા વખતે દ્રવ્યાર્થિકનયથી પદાર્થનું નિરૂપણ કરે ત્યારે પણ તે જ પદાર્થને આશ્રયીને તે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકનયની સાપેક્ષ સ્વીકારે છે. તેથી તે સુનય બને છે અને સ્યાદ્વાદી પર્યાયાર્થિકનયની વિવક્ષા વખતે પર્યાયાર્થિકનયથી પદાર્થનું નિરૂપણ કરે ત્યારે પણ તે જ પદાર્થને આશ્રયીને તે પર્યાયાર્થિકનય દ્રવ્યાર્થિકનયની સાપેક્ષ સ્વીકારે છે. તેથી તે સુનય બને છે. વળી, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને સુનયના સમુદાયરૂપ જૈનપ્રવચન હોવાથી જૈનપ્રવચન મિથ્યા નથી.