________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૧૪ વિકલાદેશ ઃ- સકલ ધર્મથી રહિત એવાં કેવલ એક ધર્મનો આદેશ=કથન, છે જેમાં તે વિકલાદેશ. ‘સત્’ અથવા ‘નીવ’ એ પ્રમાણે કહેવામાં આવે ત્યારે ‘જ્વ’કારાર્થ પ્રયોગ નહીં હોવાથી સત્ જ છે અથવા નીવ જ છે, તેવો બોધ થતો નથી માટે દુર્નય નથી અને ‘સ્વાત્’ શબ્દનો પ્રયોગ નહીં હોવાથી અનંતધર્મની ઉપસ્થિતિ નથી તેથી ‘સત્ત્વન સત્’ની ઉપસ્થિતિ છે અથવા ‘નીવત્સેન નીવ'ની ઉપસ્થિતિ છે માટે તે પ્રયોગ વિકલાદેશ કહેવાય—તે વસ્તુમાં રહેલા અન્ય સર્વ ધર્મોથી વિકલ એવાં એક ધર્મથી તે વસ્તુની ઉપસ્થિતિ થાય છે માટે વિકલાદેશ છે.
૧૫.
નયસપ્તભંગી અને પ્રમાણસપ્તભંગી :- ઘટાદિ કોઈપણ પદાર્થને ગ્રહણ કરીને સાત પ્રકા૨ની જિજ્ઞાસાને સામે રાખીને સાત પ્રકારના ઉત્તરથી અસ્તિ-નાસ્તિની સપ્તભંગી થાય છે. તે સપ્તભંગી કર્યાં પછી કાલાદિ આઠને આશ્રયીને તે ઘટાદિ પદાર્થમાં રહેલા અનંતધર્મોનો દ્રવ્યાર્થિકનયથી ભેદનો ઉપચાર અને પર્યાયાર્થિકનયથી ભેદની વૃત્તિ ગ્રહણ કરીએ તો તે સપ્તભંગી નયસપ્તભંગી કહેવાય છે; કેમ કે અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મનો સાત ભાંગાથી પૂર્ણ બોધ ક૨વામાં આવે છે. વળી, આ સપ્તભંગીને કાલાદિ આઠને આશ્રયીને દ્રવ્યાર્થિકનયથી અભેદની વૃત્તિ અને પર્યાયાર્થિકનયથી અભેદનો ઉપચાર ક૨વામાં આવે ત્યારે તે પ્રમાણ સપ્તભંગી બને છે; કેમ કે પદાર્થમાં વર્તતા અનંત ધર્મોનો કાલાદિ આઠ દ્વારા અભેદ કરવાથી તે સપ્તભંગી દ્વારા અનંત ધર્માત્મક પૂર્ણ વસ્તુનો બોધ થાય છે. માટે તે સપ્તભંગીને પ્રમાણસપ્તભંગી કહેવાય છે.
અહીં કાલાદિ આઠમાં કાલ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણીદેશ, સંસર્ગ અને શબ્દનો સમાવેશ થાય છે. તે આઠને આશ્રયીને નયસપ્તભંગી અને પ્રમાણસપ્તભંગી કઈ રીતે થાય છે ? તેની વિશદ ચર્ચા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. દ્વારા રચાયેલ ‘જૈન તર્કભાષામાં છે તેથી તેનો અર્થ ત્યાંથી જાણવો.
આ રીતે જે બુદ્ધિમાન પુરુષ જૈનશાસનમાં બતાવેલા સપ્તભંગી આદિનો અભ્યાસ કરે છે અને તે અભ્યાસના બળથી જીવ-અજીવાદિ નવ તત્ત્વોનું રહસ્ય જાણે છે, તે મહાત્મા વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રંથો અનુસાર જીવાદિ નવ તત્ત્વોના જાણકાર બને છે. જો કે જીવાદિ નવ તત્ત્વોના પરિજ્ઞાનમાં ચૌદ પૂર્વીઓના જ્ઞાનમાં પણ અનંત ગુણતરતમતાની પ્રાપ્તિ છે તેથી વર્તમાનના બોધવાળા જીવો જીવાદિ તત્ત્વના વિશેષ રહસ્યને ચૌદ પૂર્વીની જેમ પામી શકે નહીં, તોપણ જે જીવોએ ‘નવતત્ત્વ પ્રકરણ'માં જીવાદિ નવ તત્ત્વો બતાવ્યાં છે તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેના કરતાં ઘણા સૂક્ષ્મ પદાર્થોનો બોધ, આ રીતે સપ્તભંગી આદિનો અભ્યાસ કરવાથી થાય છે અને જેઓને તે જીવાદિ નવ તત્ત્વોનો સપ્તભંગી આદિના દૃઢ અભ્યાસથી વિશદ બોધ થયો છે તેઓનાં યશ-કીર્તિ જગતમાં વધે છે; કેમ કે તે મહાત્માએ જીવાદિ નવ તત્ત્વોનો જે સૂક્ષ્મબોધ પ્રાપ્ત કર્યો છે તે સૂક્ષ્મબોધના બળથી યોગ્ય જીવોને તે બોધ કરાવે છે. તેથી ‘મહાકલ્યાણની પ્રાપ્તિ કરનાર છે' એ પ્રકારે તેનાં યશકીર્તિ વધે છે.