________________
૧૫૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪| ગાથા-૧૪ ટબાર્થ :
એ કહિયા=પૂર્વમાં કહ્યા એ, જે સપ્તભંગ, તેનો દઢ અભ્યાસ સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગ, પ્રમાણસપ્તભંગ ઈત્યાદિ ભેદથી ઘણો અભ્યાસ કરી, જે પુરુષ પરમાર્થને દેખે છે=જીવાજીવાદિના પરમાર્થને અર્થાત રહસ્યને સમજે છે, તેનાં યશકીર્તિ વધે છે.
તેનાં યશકીર્તિ કેમ વધે છે ? તેથી કહે છે –
જે માટે સ્યાદ્વાદના પરિજ્ઞાનથી જ જૈનનો તર્કવાદનો યશ છે અને જેનભાવ પણ તેનો જ= સ્યાદ્વાદના પરિજ્ઞાનવાળા પુરુષનો જ, લેખે છે. જે માટે નિશ્ચયથી=પરમાર્થથી, સમ્યક્ત્વ સ્યાદ્વાદના પરિજ્ઞાને જ છે.
૩ જ સમતો=અને સમ્મતિમાં કહેવાયું છે=સમ્મતિમાં સ્યાદ્વાદના પરિજ્ઞાને પરમાર્થથી સમ્યકત્વ કહેવાયું છે.
“વરણ રાખેહીકચરણકરણપ્રધાન=સંયમની ચરણસિત્તરી, કરણસિત્તરીને શાસ્ત્રાનુસારી સેવવાવાળા, સમયપરસમયમુવીવાર=સ્વસમયપરસમયમાં મુક્ત વ્યાપારવાળા=ચરણસિત્તરી કરણસિત્તરીથી અતિરિક્ત જૈન દર્શનના સ્યાદ્વાદના અને પારદર્શનના એકાંતવાદના પરમાર્થને જાણવામાં અવ્યાપારવાળા, એવાં સાધુઓ વરસારં ચરણકરણના સાર=ચારિત્રાચારના સેવનના સમ્યકત્વરૂપ પરમાર્થને, ળિજીયસુદ્ધ=નિશ્ચયશુદ્ધ પરમાર્થશુદ્ધ, યાતિ=જાણતા નથી.” (સમ્મતિ, ત્રીજો કાંડ, શ્લોક-૬૭) In૪/૧૪ ભાવાર્થ -
અસ્તિ-નાસ્તિની, ભેદભેદની, નિત્યાનિત્યની, શુદ્ધાશુદ્ધની, એક-અનેકની સપ્તભંગીઓ કઈ રીતે થાય છે, તેનું કથન ગ્રંથકારશ્રીએ પૂર્વમાં અત્યારસુધી કર્યું અને જે મહાત્મા જૈનશાસનના પરમાર્થને જાણવાના અત્યંત અર્થી છે, તેઓ તે સપ્તભંગી વિષયક દઢ અભ્યાસ કરે તો તેમને બોધ થાય કે, પદાર્થનો બોધ કરવા માટે સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગી, પ્રમાણસપ્તભંગી ઇત્યાદિ અનેક ભેદો છે. તે આ રીત :
સકલાદેશ :- સકલધર્મનો આદેશ છે કથન છે જેમાં તે સકલાદેશ. કોઈ એક જીવપદાર્થને ગ્રહણ કરીને ‘ચ વ નીવઃ' એમ કહેવામાં આવે ત્યારે તેમાં રહેલો ચાત્' શબ્દ “કથંચિત્' અર્થમાં નથી પરંતુ “પા” શબ્દ અનેકાન્તદ્યોતક અવ્યય છે. તેથી એ પ્રાપ્ત થાય છે, “અપેક્ષાએ જીવ છે' એ કથનમાં “સાતુ' કથનથી અનંત ધર્મનો પરામર્શ થાય છે તેથી જેમ “અપેક્ષાએ જીવ છે' તેમ “અપેક્ષાએ દ્રવ્ય છે', “અપેક્ષાએ અમૂર્ત છે', “અપેક્ષાએ શેય છે એ પ્રકારે જીવમાં વર્તતા યાવતુધર્મોનો “સ્યાત્' શબ્દથી સંગ્રહ થાય છે. તેથી “ચાત્ સ્લિવ નીવ:' એ કથનથી “અનંતધર્માત્મક જીવ છે' એ પ્રકારનો બોધ થાય છે. તેથી તે બોધ સકલાદેશરૂપ છે અર્થાત્ જીવમાં રહેલા સકલ ધર્મોનો આદેશ કરનાર એવું તે કથન છે.