________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૧૦ થી ૧૩ અસ્તિ-નાસ્તિના બે ભાંગા પ્રાપ્ત થશે. બાકીના ભાંગા પૂર્વની જેમ ક૨વાથી સાત ભાંગાની પ્રાપ્તિ થશે. આમ કુલ પાંત્રીસ ભાંગાની પ્રાપ્તિ થાય.
૧૫૦
(૬) સમભિરૂઢનયથી ‘પ્રદેશ જ ધર્મ છે.’ તેથી સમભિરૂઢનયને આશ્રયીને ‘પ્રદેશ જ ધર્મ છે’ એ રૂપ ‘અસ્તિ’ અને અન્ય સર્વ નયોથી ‘પ્રદેશ જ ધર્મ નથી' એ રૂપ ‘નાસ્તિ’ એમ અસ્તિ-નાસ્તિના બે ભાંગા થશે. બાકીના ભાંગા પૂર્વની જેમ કરવાથી સાત ભાંગાની પ્રાપ્તિ થશે. આ રીતે કુલ બેંતાલીસ ભાંગાની પ્રાપ્તિ
થાય.
(૭) એવંભૂતનયથી ‘અખંડ દ્રવ્ય જ છે, પરંતુ પ્રદેશ નથી'. તેથી એવંભૂતનયને આશ્રયીને ‘અખંડ દ્રવ્ય જ છે, પ્રદેશ નથી’ એ રૂપ ‘અસ્તિ’ અને અન્ય સર્વ નયોથી ‘પ્રદેશ નથી એમ નહીં’ એ રૂપ ‘નાસ્તિ’ એમ અસ્તિ-નાસ્તિના બે ભાંગા થશે. બાકીના ભાંગા પૂર્વની જેમ ક૨વાથી સાત ભાંગાની પ્રાપ્તિ થશે. આમ કુલ ઓગણપચાસ ભાંગાની પ્રાપ્તિ પ્રદેશને આશ્રયીને થાય.
વળી, પ્રસ્થક અને વસતિના વિષયમાં પણ અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ ભાંગાની પ્રાપ્તિ થાય.
આ રીતે પ્રદેશને આશ્રયીને સર્વ નયોની ધ્રુષ્ટિથી પરિપૂર્ણ બોધ ક૨વા અર્થે કેટલી જિજ્ઞાસા થાય તેનો વિચાર કરીએ તો ઉપર બતાવ્યા પ્રમાણે ઓગણપચાસ જિજ્ઞાસાઓ થાય અને તે જિજ્ઞાસાઓના ઉત્તરમાં ઓગણપચાસ ભાંગાઓની પ્રાપ્તિ થાય, ત્યારે સર્વ દૃષ્ટિકોણથી પ્રદેશનો પૂર્ણ બોધ થઈ શકે. માટે તે સ્થાનમાં સપ્તભંગીનો નિયમ કઈ રીતે રહી શકે ? અર્થાત્ સપ્તભંગીનો નિયમ રહી શકે નહીં એમ શિષ્ય પૂછે છે.
ત્યાં ગુરુ કહે છે=પ્રદેશાદિ સ્થાનમાં પણ એક નયનો અર્થ મુખ્ય કરીને વિધિવાક્ય ગ્રહણ કરીને અસ્તિરૂપ ભાંગો ક૨વો અને બાકીના સર્વ નયોને મુખ્ય કરીને તે સ્વરૂપે નિષેધવાક્ય ગ્રહણ કરીને નાસ્તિરૂપ બીજો ભાંગો કરવો. ત્યાર પછી બાકીના પાંચ ભાંગા કરી એક સપ્તભંગી પ્રાપ્ત થાય. એ રીતે દરેક નયોની સપ્તભંગી ક૨વાથી અલગ અલગ સપ્તભંગીની પ્રાપ્તિ થાય.
જેમ, પ્રદેશના વિષયમાં નૈગમનયની માન્યતા ‘છના પ્રદેશો છે’ને મુખ્ય કરીએ ત્યારે અસ્તિનો ભાંગો થાય અને બીજા સર્વ નયોને મુખ્ય કરીએ ત્યારે ‘છના પ્રદેશો નથી’ એ રૂપ નાસ્તિનો બીજો ભાંગો થાય. ત્યાર પછી બાકીના પાંચ ભાંગા કરી એક સપ્તભંગી થાય. એ રીતે દરેક નયોની પૃથક પૃથક્ સપ્તભંગી ક૨વાથી પ્રદેશાદિના સ્થાનમાં સાત સપ્તભંગી પ્રાપ્ત થશે અને તે સાતે સપ્તભંગીના સમુદાયથી પ્રદેશનો પરિપૂર્ણ બોધ થશે. માટે સાત સપ્તભંગી દ્વારા પ્રદેશનો પ્રમાણભૂત બોધ પ્રાપ્ત થાય છે. આ સ્થાનમાં શિષ્યએ જે રીતે કહ્યું તેમ ઓગણપચાસ ભાંગા સ્વીકારવા ઉચિત નથી, પરંતુ શાસ્ત્રમર્યાદા અનુસાર સાત સપ્તભંગી સ્વીકારવી ઉચિત છે અને આ રીતે પ્રસ્થકાદિ સ્થાનોમાં પણ નયોને આશ્રયીને જેટલા ભિન્ન ભિન્ન વિચારો પ્રાપ્ત થાય તેટલી સપ્તભંગી ક૨વી. તેથી જે સ્થાનમાં છ નયોના ભિન્ન ભિન્ન વિચારો પ્રાપ્ત થાય ત્યાં છ સપ્તભંગી ક૨વી. જે સ્થાનમાં પાંચ નયોના ભિન્ન ભિન્ન વિચારો પ્રાપ્ત થાય ત્યાં પાંચ સપ્તભંગી ક૨વી અને ‘પ્રમુખ’ શબ્દથી ચાર આદિનું ગ્રહણ કરવું.