________________
•
૧૪૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪| ગાથા-૧૦ થી ૧૩
જે માટે જે કારણથી, એક શબ્દથી એક વખત બે અર્થ કહી શકાય નહીં.
અહીં પ્રશ્ન થાય કે એક શબ્દમાં બે અર્થનો સંકેત કરવો હોય તો તે સંકેતિત શબ્દથી એક વખતે બે અર્થોની ઉપસ્થિતિ થઈ શકે તે માટે તે તે સંકેતિત શબ્દથી ભેદભેદ વાચ્ય થઈ શકે. તેનું નિરાકરણ કરતાં કહે છે –
સંકેતિત શબ્દ પણ એક જ સંકેતિત રૂપ કહે, પણ બે રૂપ સ્પષ્ટ કહી શકે નહીં અર્થાત્ કોઈ એક શબ્દમાં બંને નયના અર્થનો સંકેત કરેલો હોય તો તે શબ્દ સંકેતિતરૂપ બંને નયોના અર્થોને કહે, પરંતુ તે બે રૂપોને સ્પષ્ટ કહી શકે નહીં.
કેમ બે રૂપોને સ્પષ્ટ કહી શકે નહીં? તે બતાવતાં કહે છે –
“પુષ્પદંતાદિક શબ્દ પણ એકોક્તિ ચંદ્ર-સૂર્યને કહે છે, પરંતુ ભિન્ન ઉક્તિ એવાં ચંદ્ર-સૂર્યને કહેતો નથી. તેથી બે રૂપને પુષ્પદંતાદિક સ્પષ્ટ કહી શકતો નથી, તેમ સંકેતિત શબ્દ પણ બે રૂપને ભિન્નોક્તિરૂપે સ્પષ્ટ કહી શકે નહીં, એમ પૂર્વ સાથે અવય છે.
અને બે નયના અથાં મુખ્યપણે તો ભિન્નોક્તિથી જ કહેવા ઘટે, ઇત્યાદિક યુક્તિ શાસ્ત્રાન્તરથી જાણવી. I૪/૧૧II
ગાથા -
પર્યાયારથ કાન, ઉત્તર-ઉભય વિવક્ષા સંધિ રે;
ભિન્ન અવાચ્ય વસ્તુ તે કહિઇ, સ્થાકારનઈ બાય રે. મૃતo II૪/૧ચા ગાથાર્થ :
પર્યાયાર્થિની કલ્પના પાંચમા ભાંગામાં પ્રથમ પર્યાયાર્થની કલ્પનાથી, ભેદનું ગ્રહણ, ઉત્તર ભેદના ગ્રહણ પછી, ઉભયની વિવક્ષાની સંધિ છેઃપાંચમા ભાંગામાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંનેની વિવક્ષાની સંધિ છે, તેથી તે=પાંચમો ભાંગો ભિન્ન અને અવાચ્ય વસ્તુને કહે છે. કઈ રીતે ભિન્ન અવાચ્ય” વસ્તુને કહે છે, તેથી કહે છે –
ચાત્કારને બંધિથી=ાત્કારના બંધનથી, “ભિન્ન અવાચ્ય વસ્તુને કહે છે અર્થાત્ સ્વાત ભિન્ન-અવાચ્ય’ એ પ્રમાણે ભાંગો પ્રાપ્ત થાય છે. I૪/૧ચા
બો - " પ્રથમ પર્યાવાર્થ કલ્પના, પછઈ-દ્વવ્યાર્થ-પર્યાપાર્થ કલ્પના વિચારતાં ઈમ વિવક્ષાઇં, એકદા ઉભયનથાર્પણા કરિહૈં, તિવારઈ ભિન્ન અવક્તવ્ય કથંચિત ઈમ કહિઈં. (૫) J૪/૧ર