________________
૧૨૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪| ગાથા-૬-૭ સરખો છે.” આશય એ છે કે, જડમાં ચેતનનો ભેદ છે તે બતાવવા માટે જડમાં ચેતનપ્રતિયોગિક ભેદ છે એ પ્રકારનો જેમ ઉલ્લેખ થાય છે તેમ શ્યામભાવવાળા ઘટમાં રક્તભાવવાળા ઘટનો ભેદ છે તે બતાવવા માટે રક્તભાવવિશિષ્ટ ઘટપ્રતિયોગિક ભેદ શ્યામભાવવિશિષ્ટ ઘટમાં છે એવો ઉલ્લેખ થઈ શકે છે. માટે જો નૈયાયિક જડ અને ચેતન દ્રવ્યનો પરસ્પર ભેદ સ્વીકારે તો તે રીતે જ શ્યામભાવવિશિષ્ટ ઘટ અને રક્તભાવવિશિષ્ટ ઘટનો ભેદ સ્વીકારવો જોઈએ.
“અને પ્રત્યક્ષસિદ્ધ અર્થમાં બાધકનો અવતાર નથી જ.” આશય એ છે કે શ્યામભાવવિશિષ્ટ ઘટમાં રક્તભાવવિશિષ્ટ ઘટનો ભેદ પ્રત્યક્ષસિદ્ધ છે, જેમ જડ અને ચેતનનો ભેદ પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી રક્તભાવવિશિષ્ટ ઘટ અને શ્યામભાવવિશિષ્ટ ઘટનો ભેદ છે તેમ ન કહી શકાય એમ જે નૈયાયિક કહે છે તે ઉચિત નથી. આ૪/કા
અવતરણિકા :
ગાથા-૪માં ગ્રંથકારશ્રીએ ઘટરૂપ વસ્તુમાં ભેદભેદ સ્થાપન કરીને એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયતો ભેદભેદ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં પ્રાચીન તૈયાયિક કહે છે કે ભેદ વ્યાપ્યવૃત્તિ છે. માટે એક ઘટમાં ભેદાભેદ બંને પ્રાપ્ત થઈ શકે નહીં. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, એક ઘટરૂપ વસ્તુમાં પણ ભેદભેદ માનવો પડે અને જો તેમ સ્વીકારવામાં ન આવે, અને શ્યામત્વધર્મ અને રક્તત્વધર્મનો ભેદ છે અને ધર્મી એવાં ઘટતો તો શ્યામકાળમાં અને રક્તકાળમાં અભેદ જ છે, પરંતુ ભેદ નથી, તેમ સ્વીકારવામાં આવે તો જડ અને ચેતનનો પણ ભેદ તૈયાયિક સ્વીકારી શકે નહીં. તેથી અવ્યવસ્થા થાય. માટે ઘટમાં ભેદભેદ તૈયાયિકે સ્વીકારવો જોઈએ.
હવે જડ અને ચેતનનો બે દ્રવ્યરૂપે સ્પષ્ટ ભેદ દેખાય છે, ત્યાં પણ સ્યાદ્વાદની દૃષ્ટિએ ભેદભેદ છે તેમ બતાવીને ભેદભેદ સર્વત્ર વ્યાપક છે તેમ બતાવવા અર્થે કહે છે – ગાથા :
ભેદભેદ તિહાં પણિ કહતાં, વિજય ગન મત પાવઈ રે;
ભિન્ન રૂપમાં રૂપંતરથી, જગિ અભેદ પણિ આવઈ રે. શ્રુતo I૪/ગી ગાથાર્થ :
ત્યાં પણ જડ અને ચેતન દ્રવ્યમાં પણ, ભેદભેદ કહેતાં ભેદભેદને સ્વીકારતાં, જૈન મત વિજય પામે છે=જૈન મત સર્વત્ર પદાર્થના યથાર્થ સ્વરૂપને દેખાડવા દ્વારા તત્ત્વને બતાડનાર છે તે પ્રમાણે પ્રસિદ્ધિને પામે છે.
ભિન્નરૂપમાં જીવ-અજીવરૂપ ભિન્ન પદાર્થોમાં, રૂપાંતરથી ઘટમાં જે ભેદભેદ બતાવ્યો તેના કરતાં અન્ય પ્રકારના સ્વરૂપથી, જગતમાં અભેદ પણ આવે જગતના સર્વ પદાર્થોમાં ભેદ અને અભેદ-બંને પ્રાપ્ત થાય. ll૪/૭ll.