________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૬
ગ્રંથકારશ્રીએ એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે અને અભેદ પણ છે તેમ સ્થાપન કરવા માટે ઘટદ્રવ્યને આશ્રયીને ભેદાભેદ ગાથા-૪માં બતાવેલ અને ત્યાં કહેલ કે શ્યામભાવવિશિષ્ટઘટ પાકક્રિયાથી રક્ત બને છે ત્યારે રક્તભાવવિશિષ્ટ બને છે તેને સામે રાખીને વિચારીએ તો શ્યામભાવવિશિષ્ટઘટ અને રક્તભાવવિશિષ્ટઘટમાં ભેદ અનુભવથી પ્રતીત થાય છે. વળી, જે માટીના પુદ્ગલો શ્યામ ઘટાકારરૂપે હતા તે જ માટીના પુદ્ગલો રક્ત ઘટાકારરૂપે બને છે. તેથી ઘટભાવથી વિચારીએ તો પૂર્વના અને પછીના ઘટમાં અભેદ પ્રતીત થાય છે. માટે એક ઘટરૂપ વસ્તુમાં ભેદાભેદને સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેના નિરાકરણ માટે પ્રાચીન નૈયાયિક ભેદને વ્યાપ્યવૃત્તિ સ્વીકારીને કહે કે, જે શ્યામઘટ પાકક્રિયાથી રક્ત થાય છે, તે ઘટની બંને અવસ્થામાં પૂર્વમાં શ્યામત્વધર્મ હતો અને પછી રક્તત્વધર્મ ઉત્પન્ન થયો. તેથી શ્યામત્વધર્મ અને ૨ક્તત્વધર્મનો ભેદ દેખાય છે, પરંતુ શ્યામઘટ અને રક્તઘટ બંનેમાં ધર્મી એવાં ઘટનો ભેદ ભાસતો નથી. માટે એક જ ઘટમાં ભેદ અને અભેદ છે એમ જે ગ્રંથકારશ્રીએ ગાથા-૪માં કહ્યું તે યુક્ત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે —
૧૨૮
ભાવાર્થ:
જો આ રીતે શ્યામઘટ અને રક્તઘટનો ભેદ અનુભવથી દેખાતો હોવા છતાં નૈયાયિક શ્યામત્વ અને રક્તત્વ ધર્મનો ભેદ છે તેમ સ્થાપન કરીને ઘટનો અભેદ છે તેમ સ્થાપન કરે અને કહે કે એક જ ઘટમાં ભેદાભેદ નથી, તો તે નિયમ પ્રમાણે જડ અને ચેતન એવાં બે પદાર્થોમાં ભેદ ભાસે છે તે સ્થાનમાં પણ નૈયાયિકને કહેવું પડે કે જડમાં રહેલા જડત્વધર્મ અને ચેતનમાં રહેલા ચેતનત્વધર્મનો ભેદ છે, પરંતુ જડ અને ચેતન બે દ્રવ્યનો પરસ્પર ભેદ નથી અને એમ સ્વીકારીએ તો જડ-ચેતનને જુદા જુદા દ્રવ્ય સ્વીકા૨ના૨ નૈયાયિકને માન્ય એવી વ્યવસ્થાનો લોપ થાય અને તે વ્યવસ્થાની સંગતિ માટે જો નૈયાયિક કહે કે જડત્વવિશિષ્ટ જડદ્રવ્ય અને ચેતનત્વવિશિષ્ટ ચેતનદ્રવ્ય પરસ્પર જુદા છે તો તે નિયમ પ્રમાણે નૈયાયિકને સ્વીકારવું પડે કે શ્યામત્વવિશિષ્ટઘટ અને રક્તત્વવિશિષ્ટઘટ બંને જુદા છે અને તેમ નૈયાયિક સ્વીકારે તો શ્યામત્વવિશિષ્ટઘટ અને રક્તત્વવિશિષ્ટઘટનો ભેદ છે અને શ્યામભાવવાળી અને રક્તભાવવાળી અવસ્થામાં ઘડો ઘટભાવરૂપે એક જ છે, તેથી ઘટનો અભેદ છે તેમ માનવું પડે. તેથી પ્રત્યક્ષથી દેખાતા એક ઘટરૂપ વસ્તુમાં ભેદાભેદ છે તેમ માનવું પડે અને એક ઘટરૂપ વસ્તુમાં રહેલા ભેદાભેદ સિદ્ધ થાય તો એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયનો ભેદાભેદ પણ અનુભવ અનુસાર સ્વીકારવામાં કોઈ દોષ નથી તેમ સિદ્ધ થાય.
અહીં નૈયાયિક કહે કે, જડ અને ચેતન બે દ્રવ્યો જુદાં છે. તેથી જડદ્રવ્યમાં ચેતનનો ભેદ સ્પષ્ટ પ્રતીત થાય છે. તેથી ચેતનપ્રતિયોગિક ભેદ જડદ્રવ્યમાં છે એ પ્રકારનો ઉલ્લેખ થઈ શકે છે અને શ્યામઘટ જ્યારે રક્તઘટ બને છે ત્યારે જે ઘટ પૂર્વમાં હતો તે જ ઘટ ઉત્ત૨માં છે. તેથી પૂર્વના ઘટમાં ઉત્ત૨ના ઘટનો ભેદ છે તેમ કહી શકાય નહીં. તેથી પૂર્વના ઘટમાં ઉત્તરના ઘટપ્રતિયોગિક ભેદ છે તેવો ઉલ્લેખ થાય નહીં. માટે રયામત્વ અને રક્તત્વ ધર્મનો જ પરસ્પર ભેદ છે અને પૂર્વના ઘટ અને ઉત્તરના ઘટનો અભેદ જ છે તેમ માનવું જોઈએ. માટે એક એવાં ઘટદ્રવ્યમાં ભેદાભેદ બંને છે તેમ કહેવું અત્યંત વિરોધી છે.
આ પ્રકારના નૈયાયિકના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે – “ધર્મીનો પ્રતિયોગીપણે ઉલ્લેખ બેઉ સ્થાનમાં