________________
૧૧૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩, ઢાળ-૩નું યોજનસ્વરૂપ વૃદ્ધિ થઈ રહી છે, તે સર્વ ક્ષણ-ક્ષીણતર થાય છે. વળી, આત્માના વીતરાગભાવ સાથે અભેદની બુદ્ધિ થવાથી, અત્યારસુધી અવતરાગભાવને કારણે રહેલી દેહાદિ સાથેના સંબંધની બુદ્ધિથી ઉલ્લસિત થતા રાગાદિ ભાવો અને તેનાથી ઉત્પન્ન થતી કર્મબંધની પરંપરા, શિથિલ-શિથિલતર થાય છે અને અસંગ ભાવને અનુકૂળ વીર્યનો સંચય થાય છે.
આમ જિનવચનાનુસાર દ્રવ્યગુણપર્યાયનું સમાલોચન યોગમાર્ગની ઉત્તર ઉત્તર ભૂમિકાની નિષ્પત્તિનું બળવાન નિમિત્ત બને છે.