________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ઢાળ-૩નું યોજનસ્વરૂપ
૧૧૩
વળી, નૈયાયિક દ્રવ્યગુણપર્યાયનો ભેદ બતાવે છે; કેમ કે તે અસત્કાર્યવાી છે. વળી, જૈનશાસન પણ વ્યવહારનયથી અસત્ કાર્યને સ્વીકારે છે અને તે દૃષ્ટિથી વિચારીએ તો દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે અને તે ભેદ જ ગ્રંથકારશ્રીએ બીજી ઢાળમાં બતાવેલ છે. તે દૃષ્ટિથી જ દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે, પરંતુ નૈયાયિક દ્રવ્યગુણપર્યાયનો એકાંત ભેદ સ્વીકારે છે તે સંગત નથી.
વળી, નૈયાયિક તો એકાંતે અસત્ કાર્યને સ્વીકારે છે. તેથી માટીમાંથી બનેલો ઘટે માટીથી સર્વથા જુદો છે, ફક્ત સમવાય સંબંધથી માટીમાં રહેલો છે તેમ માને છે અને આત્માના વિષયમાં તેમ સ્વીકારીએ તો આત્માના ગુણપર્યાયો આત્માથી સર્વથા પૃથક્ છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો આત્મામાં સર્વથા અસત્ એવાં સિદ્ધ અવસ્થાના ગુણો સાધનાથી ઉત્પન્ન થાય છે તેમ માનવું પડે. વસ્તુત: આત્માના તે ગુણો તે આત્મામાં વિદ્યમાન જ હતા અને તે આત્મા સાથે અભિન્ન સ્વરૂપે જ વર્તે છે, ફક્ત તદ્વા૨ક કર્મોને કારણે તે ગુણોની અભિવ્યક્તિ નથી અને ક્ષપકશ્રેણીવાળા જીવો પોતાના આત્મામાં વર્તતા સિદ્ધના ગુણોને શ્રુતના બળથી પોતાના આત્મામાં અભેદ રૂપે જોવા માટે યત્નવાળા છે અને તે ઉપયોગના બળથી જ આત્મામાં વિદ્યમાન પણ તે ગુણો અનુભવરૂપે વ્યક્ત થતા ન હતા, તે ગુણો, આવરણ દૂર થવાથી, અનુભવરૂપે વ્યક્ત થાય છે. માટે નિશ્ચયનયથી સત્ જ એવાં જ્ઞાનાદિ ગુણોના અભેદના ચિંતવનથી તે ગુણો આવિર્ભાવ પામે છે.
વળી, સાંખ્યદર્શન એકાંતે સત્ કાર્યને સ્વીકારે છે. તેથી આત્માનો તેના ગુણપર્યાયો સાથે અભેદ સ્વીકારે છે, પરંતુ એકાંતે અભેદ સ્વીકારનાર હોવાથી ગુણપર્યાયોને ઉત્પન્ન કરવા માટે ઉદ્યમ આવશ્યક છે તેમ સ્વીકારી શકાય નહીં. તેથી કથંચિત્ અસત્ એવાં ગુણપર્યાયને પ્રગટ કરવા અર્થે ઉદ્યમ સ્વીકા૨વો હોય તો વર્તમાનમાં તે ગુણપર્યાયો અસત્ છે તેમ માનવું પડે અને સ્યાદ્વાદી જૈનદર્શન બેઉ નયો સ્વીકારે છે. તેથી કથંચિત્ અસત્કાર્ય અને કથંચિત્ સત્કાર્ય સ્વીકારે છે અને તેથી એ ફલિત થાય કે, આત્મપ્રદેશમાં એકરૂપે રહેલા ગુણપર્યાયો વર્તમાનમાં વિદ્યમાન નથી, પરંતુ શ્રુતના ઉપયોગના બળથી ‘તે ગુણપર્યાયોને પ્રગટ કરું' એ પ્રકારના તીવ્ર અભિલાષથી તેને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરવામાં આવે તો તે પ્રગટ થાય છે.
વળી, તે ગુણપર્યાયો આત્મામાં બહારથી આવતા નથી, પરંતુ આત્મામાં મૂળસ્વરૂપે જ રહેલા છે. તેની ઉપસ્થિતિ થવાથી ‘તે ગુણપર્યાયસ્વરૂપ જ હું છું' એ પ્રકારની અભેદ બુદ્ધિ થવાથી શુદ્ધ આત્મદ્રવ્યમાં તન્મયતા આવે છે, જેના પ્રકર્ષથી અનુભવરૂપે નહીં વેદન થતા એવાં તે ગુણપર્યાયો, આવરણ ખસવાથી, અનુભવરૂપે વેદન થાય છે. માટે ક્ષપકશ્રેણીના અર્થીએ દ્રવ્યગુણપર્યાયના અભેદના ૫૨માર્થને જાણીને તેમાં તન્મય થવા માટે ઉદ્યમ કરવો જોઈએ, જેથી જીવ સંચિત વીર્યવાળો બને તો શુક્લધ્યાનના બીજા પાયાનું બળ સંચય થાય.
વળી, શુદ્ધ આત્મદ્રવ્ય સાથે તેના ગુણપર્યાયના અભેદનું ભાવન ક૨વામાં આવે તો; દેહ સાથેનો, કુટુંબ સાથેનો અને ધનાદિ સાથેનો જે અભેદરૂપે અનુભવ થઈ રહ્યો છે અને તે અનુભવને કારણે ૨ાગાદિની જે