SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ • संशुखयोगबीजवपनम् । २४०१ भव्यत्वादिपरिपाकवशेन सद्गुरुशरणागतिम् अन्तःकरणतः अङ्गीकरोति। कर्मोदयाऽऽघात -प्रत्याघातानुसन्धानशालि जीवाऽन्तःकरणं भवविरक्तं स्वसम्मुखञ्च भवति । अत एव उपादेयभावेन देहाद्यहन्त्व-कषायादिममत्वमग्नपरिणतिलक्षणौघदृष्टिबलं व्येति । देहाद्यतिरिक्तात्मद्रव्याऽहन्त्व । -शुद्धज्ञानादिममत्व-परिणतिलक्षणा सच्छ्रद्धाऽऽदर-बहुमान-रुचि-प्रीत्यादिगर्भा योगदृष्टिः अंशत आविर्भवति । म अतो निराशंसभावेन वीतरागप्रणामादीनि संशुद्धयोगबीजानि स स्वचित्तभूमौ वपति । प्रीत्यनुष्ठानञ्चात्र प्रारभ्यते । मैत्री-मुदितादिभावेन अन्तःकरणं स वासयति । ततो योगबिन्दु(३५८ + ३८० + ३८९ + ३९७)-द्वात्रिंशिका(१८/२)द्युक्तं निजात्मादितत्त्वचिन्तादिस्वरूपम् अध्यात्मयोगं स्पृशति। क 'कनक-कामिनी-कुटुम्ब-कायादि- पञ्चेन्द्रियविषयतृष्णा-'सङ्कल्प-विकल्पदशालक्षणत्रिविध-णि વગેરેના માધ્યમથી જન્મેલા પોતાના મલિન વ્યક્તિત્વને ઓગાળવાનો, મૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ થાય છે. તે માટે તે તથાભવ્યત્યાદિના પરિપાકથી સદ્ગુરુની શરણાગતિને અંતઃકરણથી સ્વીકારે છે, આત્મસાત્ કરે છે. જીવ સદગુરુની શરણાગતિ-સમર્પણભાવને પોતાનામાં ઓતપ્રોત કરે છે. કર્મોદયની ચોટની = આઘાત-પ્રત્યાઘાતની ઘેરી અસરવાળું જીવનું અંતઃકરણ સંસારથી વિરક્ત બને છે. તથા એ અંતઃકરણ સ્વસમ્મુખ = અંતર્મુખ બને છે. તેથી જ “શરીર, ઈન્દ્રિય વગેરે હું છું. કષાય વગેરે મારા પરિણામો છે' - આ મુજબ ઉપાદેયપણે દેહાદિમાં પોતાપણાની પરિણતિ સ્વરૂપ અને કષાયાદિમાં મારાપણાની મજબૂત પરિણતિસ્વરૂપ ઓઘદૃષ્ટિનું બળ ખલાસ થતું જાય છે. સાધકને અંદરમાં એવું પ્રતીત થાય છે કે “હું દેહાદિથી ભિન્ન આત્મદ્રવ્ય છે. કષાયાદિશૂન્ય શુદ્ધ જ્ઞાનાદિગુણો એ જ મારી મૂડી છે.” આ પ્રતીતિ ઉપલક નથી. પરંતુ તે અંગેની સાચી શ્રદ્ધા, ઊંડો આદર, તીવ્ર બહુમાન, અંતરંગ રુચિ, શું પ્રબળ પ્રીતિ વગેરેથી વણાયેલી પ્રતીતિ હોય છે. તેથી જ તે પરિણતિનું સ્વરૂપ ધારણ કરે છે. આવી પરિણતિ જ યોગદષ્ટિ કહેવાય. તે અંશે-અંશે સાધકમાં ત્યારે યથાર્થપણે પ્રગટ થતી જાય છે. જ યોગબીજવાવણી, પ્રીતિઅનુષ્ઠાન, અધ્યાત્મયોગની સ્પર્શના પર (મો.) તેથી જ નિરાશસભાવે વીતરાગપ્રણામ વગેરેમાં સાધક ત્યારે પ્રવર્તે છે. આ પ્રવૃત્તિને સ્વચિત્તભૂમિમાં સંશુદ્ધ યોગબીજની વાવણી સમજવી, જે કાલાંતરે યોગ કલ્પતરુનું નિર્માણ કરશે. અહીં પ્રીતિઅનુષ્ઠાનનો પ્રારંભ થાય છે. મૈત્રી, મુદિતા વગેરે ભાવોથી તે સાધક પોતાના અંતઃકરણને વાસિત કરે છે. પછી નિજ આત્માદિ તત્ત્વની ચિંતા કરે છે. “મારો આત્મા પરિપૂર્ણપણે પ્રગટ સ્વરૂપે મને ક્યારે પ્રાપ્ત થશે ? અપરોક્ષ સ્વાનુભવ ક્યારે થશે ?' ઈત્યાદિ ચિંતાસ્વરૂપ અધ્યાત્મયોગની તે સ્પર્શના કરે છે. યોગબિંદુ, દ્વાત્રિશિકા પ્રકરણ વગેરેમાં પ્રસ્તુત અધ્યાત્મયોગનું વિસ્તારથી વર્ણન ઉપલબ્ધ છે. આ ત્રિવિધ સંસાર તુચ્છ-અસાર-અનર્થકારી (ન.) અનાદિ કાળથી ત્રણ પ્રકારના સંસારમાં ચિત્તવૃત્તિપ્રવાહ ધસમસતો વહી રહેલો છે. (૧) કનક, કામિની (= સ્ત્રી), કુટુંબ, કાયા વગેરે સ્વરૂપ બાહ્ય સંસારની સાર-સંભાળ-સંવર્ધન વગેરેમાં જ ચિત્તવૃત્તિ સતત અટવાયેલી હોય છે. (૨) પાંચેય ઈન્દ્રિયના અનુકૂળ અને ઉપસ્થિત એવા વિષયોની રુચિ-તૃષ્ણા-લાલસા-આસક્તિ સ્વરૂપ બાહ્ય-આંતર સંસારમાં પણ ચિત્તવૃત્તિ પરોવાયેલી
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy