________________
**
२३७०
नि.२०७ गाथातः उत्तरं भाष्य - गा. १३) इति ।
વી.”
इदञ्चात्रावधेयम् – '“बंभीए णं लिवीए अट्ठारसविहे लेखविहाणे पण्णत्ते । तं जहा - (सम.१८/पृ.६९) इत्यादिसमवायाङ्गसूत्रस्य वृत्तौ “ब्रह्म आदिदेवस्य भगवतो दुहिता, ब्राह्मी वा संस्कृतादिभेदा वाणी । ताम् आश्रित्य तेनैव या दर्शिता अक्षरलेखनप्रक्रिया सा ब्राह्मीलिपिः " (सम. १८/पृ.७१ र्शु वृ.) इति यदुक्तं श्रीअभयदेवसूरिभिः, यच्च द्विसप्ततिकलानिरूपणे तैरेव तत्रैवाऽग्रे “लेखो द्विधा
भ
- लिपि - विषयभेदात् । तत्र लिपिः अष्टादशस्थानकोक्ता अथवा लाटादिदेशभेदतः तथाविधविचित्रोपाधिभेद वा अनेकविधा” (सम.७२ / वृ. पृ. १६६ ) इत्युक्तं ततो निश्चीयते यदुत आदिजिनेन ब्राह्मयाः न केवलं लिपि: दर्शिता किन्तु संस्कृतादिनानावाणीज्ञप्तिरपि । तत्राऽपि लिपिः न केवलं ब्राह्मीप्रमुखाऽष्टादशभेदा का किन्तु लाटादिदेशभेदेन नानाविधा ।
અને લિપિનું વિધાન શીખવાડ્યું'.
लिपि - विषयभेदाद् लेखो द्विधा
=
૨૬/૨
=
* જિનબ્રહ્માણીને સમજીએ
(વ.) અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ભગવાન શ્રીઋષભદેવે પોતાની રાજ્યાવસ્થા દરમ્યાન બ્રાહ્મીને માત્ર લિપિ નથી શીખવાડી. પણ સંસ્કૃતાદિ અનેકવિધ વાણીનું જ્ઞાન પણ આપેલ છે. આ અંગે આપણે સમવાયાંગસૂત્રના સંદર્ભમાં વિચારીએ તો ૧૮ મા સમવાયસૂત્રમાં જણાવેલ છે કે બ્રાહ્મી લિપિને અઢાર પ્રકારે લખવાની પદ્ધતિઓ દર્શાવેલ છે. તે આ રીતે - બ્રાહ્મી...' ઈત્યાદિ. મતલબ કે આદિજિને બ્રાહ્મીને વાણીજ્ઞાનની સાથે જે અક્ષરલેખનની પ્રક્રિયા શીખવાડી, તે કોઈ એકાદ જ પ્રક્રિયા નથી શીખવાડી. પરંતુ અનેક અક્ષરલેખનપ્રક્રિયાઓ શીખવાડી છે. જે બધાનું સામુદાયિક નામ ‘બ્રાહ્મી’ છે. તથા એના જે ૧૮ ભેદ છે, તે ભેદોમાં પણ પ્રથમ લિપિનું નામ ‘બ્રાહ્મી’ છે. ઉપરોક્ત સમવાયાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ એવું જણાવેલ છે કે “બ્રાહ્મી એટલે આદિદેવ ભગવાનની દીકરી. અથવા બ્રાહ્મી એટલે સંસ્કૃત વગેરે ભેદથી વિભિન્ન પ્રકારની વાણી. તેથી આદિજિને સ્વયમેવ બ્રાહ્મી દીકરીને આશ્રયીને કે સંસ્કૃતાદિ વાણીને આશ્રયીને જે અક્ષરલેખનપ્રક્રિયા શીખવાડી તે બ્રાહ્મીલિપિ કહેવાય.' તથા શ્રીઅભયદેવસૂરિજીએ જ તે જ ગ્રંથમાં આગળ ૭૨ મા સમવાયાંગસૂત્રની વ્યાખ્યામાં ૭૨ કળાનું નિરૂપણ કરવાના અવસરે જણાવેલ છે કે “લેખ બે પ્રકારે છે. (૧) લિપિના લેખ ભેદથી તથા (૨) વિષયભેદથી = દેશભેદથી. તેમાં સૌપ્રથમ જે લિપિ લેખન છે, તે તો પૂર્વે ૧૮ મા સમવાયના સ્થળે દર્શાવેલ જ છે. (હમણાં જ આપણે તેને ઉપર સમજી ગયા છીએ.) અથવા (= તથા) લેખનો લેખનનો બીજો ભેદ તો લાટ વગેરે દેશના ભેદથી વિવિધ પ્રકારે છે. અથવા તેવા પ્રકારની વિવિધ શૈલીઓના ભેદથી અનેક પ્રકારે લેખનભેદો જાણવા.” તેનાથી એટલું નિશ્ચિત થાય છે કે આદિજિને બ્રાહ્મીને ફક્ત લિપિ શીખવાડી નથી. પરંતુ સંસ્કૃતાદિ જુદી-જુદી વાણીની જાણકારી પણ આપેલી છે. તેમાં પણ લિપિ ફક્ત બ્રાહ્મી વગેરેના ભેદથી ફક્ત ૧૮ પ્રકારે નથી. પરંતુ લાટ વગેરે જુદા-જુદા દેશોના વિભાગથી વિવિધ પ્રકારે લિપિઓ શીખવાડેલ છે.
=
=
1. ब्राह्मया: लिप्याः अष्टादशविधं लेखविधानं प्रज्ञप्तम् । तद् यथा
વાલી...