SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ १६/२ ० शिष्याऽपात्रता गुरुणा त्याजनीया 0 २३६७ एवं अतिपरिणामे अपरिणामे य ण उद्दिसति” (द.श्रु.स्क.अध्य४/५/चू.पृ.३५) इत्युक्तम् । तत्राऽपि न तद्वेषः अपितु करुणैव । अत एवोक्तं दशाश्रुतस्कन्धचूर्णी “अपरिणामगं अतिपरिणामगं वा ण वाएति, તે દિત તેહિં મતિ, પરસ્તોરો ફુદત્તોને ( શ્ર..૪/પૂ.પૃ.૩૭) રૂતિ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – स्वयं शास्त्राणि न वाच्यानि किन्तु गुरुगमतः अध्येतव्यानि। रा अयं मौलिक उत्सर्गमार्गः। परं ग्रन्थमुद्रणकाले गुरवो योग्यजीवेभ्यः स्वयं शास्त्राध्ययनस्य अनुज्ञां म स्वतः प्रयच्छन्तो दृश्यन्ते । अयं नोत्सर्गमार्गः किन्तु अपवादमार्गः। एतादृशापवादमार्गपठितशास्त्रैः । शिष्यैः शङ्कितार्था गुरुसकाशे निःशङ्किताः कार्याः। एवं स्वोत्प्रेक्षिताभिनवपदार्था अपि गुरुभिः । सार्धं परामर्शकरणतः सुस्पष्टा असन्दिग्धाश्च कार्याः। इत्थमौत्सर्गिकाऽऽपवादिकाभ्यासमार्गाभ्यां क शास्त्राभ्यासकारिभिः साम्प्रतकालीनैः आत्मार्थिभिः दर्शितरीत्या शास्त्रज्ञानं परिणमय्य योग्यजीवेषु ण शास्त्रार्थाः सदा खेदं विना विनियोज्याः। साम्प्रतकालीनवक्र-जडजीवावलोकनेन हतोत्साहतया न .. भाव्यम्, किन्तु तदीयदोषदूरीकरणप्रेरणया तदीयपात्रतोन्मीलनतः तदीयभूमिकाऽर्हशास्त्राध्यापनौदार्यमप्यवश्यमुपदर्शनीयं गुरुभिः। સૂચિત થાય છે. તથા અતિપરિણામી વગેરેને ગંભીર શાસ્ત્રાર્થો ન આપવામાં તેના પ્રત્યે ગુરુના હૃદયમાં વૈષ કામ નથી કરતો. પરંતુ એ પણ તેના પ્રત્યે ગુરુની કરુણા જ છે. આ જ કારણથી દશાશ્રુતસ્કંધચૂર્ણિમાં જ જણાવેલ છે કે “અપરિણામી કે અતિપરિણામીને ગુરુ છેદસૂત્ર ન વંચાવે. કારણ કે તેના જીવને તે ગંભીરશાસ્ત્રો આ લોકમાં અને પરલોકમાં અહિતકારી થાય છે.' ટાઈફોઈડના દર્દીને ગુંદરપાક ખાવા ન આપવા સમાન આ ગુરુકણા સમજવી. ૬ અધ્યયનક્ષેત્રે ઉત્સર્ગ-અપવાદનો વિચાર 4 આધ્યાત્મિક ઉપનય :- પોતાની જાતે શાસ્ત્ર વાંચવાના બદલે ગુરુગમથી શાસ્ત્રોને ભણવા એ ઉત્સર્ગમાર્ગ છે. આ મૂળભૂત માર્ગ છે. પરંતુ મુદ્રણનો જમાનો આવ્યા પછી યોગ્ય જીવોને ગુરુ ભગવંતો છે સામે ચાલીને તે તે શાસ્ત્રો જાતે વાંચવાની રજા આપતા પણ દેખાય છે. આ ઉત્સર્ગમાર્ગ નથી પણ વા અપવાદમાર્ગ છે. આ અપવાદમાર્ગે ભણતા શિષ્યોએ પોતાના શંકિત અર્થને ગુરુ પાસે નિઃશંકિત બનાવવા જોઈએ. તથા અનુપ્રેક્ષા કરવા દ્વારા પોતાને ફુરેલા નવા પદાર્થને પણ ગુરુ મહારાજને જણાવવા દ્વારા છે તેને ગુરુગમથી વધારે સ્પષ્ટ અને અસંદિગ્ધ બનાવવા જોઈએ. આમ ઔત્સર્ગિક કે આપવાદિક માર્ગે શાસ્ત્રાભ્યાસ કરતા વર્તમાનકાલીન આત્માર્થી જીવોએ ઉપરોક્ત રીતે જ્ઞાનનું પરિણમન કરી યોગ્ય જીવ સુધી શાસ્ત્રીય પદાર્થોને પહોંચાડવાની પોતાની જવાબદારીને અદા કરવામાં ક્યારેય પણ કંટાળો રાખવો નહિ. તથા કલિકાળના જડ-વક્ર એવા જીવોને જોઈને હતાશ થવાના બદલે, તેમના દોષો દૂર થાય તેવા પ્રકારની વ્યક્તિગત પ્રેરણા કરી, તેમની યોગ્યતાને વિકસાવી તે તે ભૂમિકાને યોગ્ય એવા તે તે ગ્રંથોને ભણાવવાની ઉદારતા પણ ગુરુ ભગવંતે અવશ્ય કેળવવી જોઈએ.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy