________________
* परामर्शकर्णिकाव्याख्योपसंहारः
प
म
-महुवाऽञ्जनगिरि-उना-अजाहरा-दीव - प्रभासपट्टन-वेरावल-चोरवाड-माङ्गरोल-गिरनार-वंथली-ढङ्कगिरि -बलेज-भाणवड-भणशाल-आराधनाधाम- जामनगर-नूतननागेश्वरराद्यनेकतीर्थयात्रापरायणतया पठन-पाठन रा - प्रवचन- धार्मिकशिबिर-शास्त्रसंशोधनादिनिरततया अष्टाशीतितमादि-शततमपर्यवसानवर्धमानतपओलिकाऽऽराधनापरतया चास्माभिः द्रव्यानुयोगपरामर्शकर्णिकाऽऽख्यया नानाशास्त्रसन्दोहसमन्वयशालिन्या व्याख्यया विभूषितोऽयं प्रबन्धः न्यायनिपुणमति श्रीपुण्यरत्नसूरि-मुनिश्रीयोगिरत्नविजय-साध्वीश्रीनन्दीयशाश्री-साध्वीश्रीशीलवर्षा श्री साध्वीश्री राजयशा श्रीप्रभृतिभिश्च संशोधितः । अक्ष-काय-बिन्दु-करमिते क (२०६५) विक्रमसंवत्सरे शारदीराकायां पञ्चविंशतिसहस्राचाम्लतपसा अनुमोदिते जामनगरजैनसङ्घेन णि वर्धापिते शततमवर्धमानतपओलिकापूर्णाहुतिमहोत्सवे परिपूर्णा इयं व्याख्या वरीवृष्यमाण-निर्व्याजकरुणावरुणालयगुरुवर्गकृपासुधाऽऽचमनेन । एतादृशचमत्कार श्रीजननप्रत्यलनिःस्वार्थदेव-गुरुकृपाका ऽनुभावाऽनुभवो भवतु भव्यानामात्मार्थिनामिति शम् । ।४ । ।
शे
२६२४
અજાહરા તીર્થ, દીવ, પ્રભાસપાટણ, વેરાવળ, ચોરવાડ, માંગરોળ, ગિરનાર, વંથલી, ઢંકિગિર (વંથલી સમીપવર્તી), બળેજતીર્થ, ભાણવડ તીર્થ, મોટી ભણશાલતીર્થ, આરાધના ધામ(હાલાર તીર્થ), જામનગર, નૂતન નાગેશ્વરતીર્થ (રાજકોટ-ઘંટેશ્વર) વગેરે અનેક તીર્થોની યાત્રામાં પરાયણ બનીને, (૨) અધ્યયન -અધ્યાપન-પ્રવચન-ધાર્મિકશિબિર-શાસ્રસંશોધનાદિ અનેક યોગોમાં મગ્ન થઈને તથા (૩) ૮૮ મી વર્ધમાનતપની ઓળીથી માંડીને ૧૦૦મી ઓળી સુધીની આરાધનામાં તત્પર રહીને અમે અનેક શાસ્ત્રોના સંદર્ભોથી તથા વિવિધ શાસ્રપાઠોના સમન્વયથી શોભતી દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' વ્યાખ્યાથી પ્રસ્તુત સુ ‘દ્રવ્યાનુયોગપરામર્શ’ નામના પ્રબંધને વિભૂષિત કરેલ છે.
(૧) ન્યાયનિપુણમતિ શ્રીમદ્વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજ, (૨) વિદ્વાન મુનિરાજ ॥ શ્રીયોગિરત્નવિજયજી મ.સા., (૩) વિદુષી સાધ્વી શ્રીનંદીયશાશ્રીજી (૪) વિદુષી સાધ્વી શ્રીશીલવર્ષાશ્રીજી, (૫) વિદુષી સાધ્વી શ્રીરાજયશાશ્રીજી વગેરેએ ઘણી જહેમત ઉઠાવી આ ગ્રંથનું સંપૂર્ણતયા સંશોધન કરેલ છે. વિક્રમસંવત ૨૦૬૫ ની સાલમાં, શરદપૂનમના શુભ દિવસે, વર્ધમાનતપની ૧૦૦ મી ઓળીની પૂર્ણાહુતિના ભવ્ય મહોત્સવ પ્રસંગે જોમવંતા જામનગરમાં આ વ્યાખ્યા પૂર્ણ થયેલ છે. ૧૦૦ મી ઓળીના દિવસો દરમ્યાન જામનગર જૈન સંઘે પચીસ હજાર આંબેલ કરીને આ મહોત્સવને વધાવ્યો હતો. ખરેખર ૧૦૦ મી ઓળી દરમ્યાન ચાતુર્માસિક પ્રવચન, ધાર્મિક શિબિર વગેરે જવાબદારીમાં પણ જેમની નિષ્કારણ અનરાધાર વરસતી કરુણાની મને સતત અનુભૂતિ થતી હતી, તે કરુણાસાગર ગુરુવર્ગની કૃપારૂપી અમૃતના આસ્વાદથી ૧૦૦ મી ઓળીની પૂર્ણાહુતિની સાથે આ ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા’ નામની વિસ્તૃત વ્યાખ્યા સાનંદ સંપૂર્ણ થઈ.
આવા પ્રકારના ચમત્કારરૂપી ઐશ્વર્યને ઉત્પન્ન કરવા માટે સમર્થ એવી દેવ-ગુરુની નિઃસ્વાર્થ કૃપાના પ્રભાવનો અનુભવ આત્માર્થી ભવ્ય જીવોને થાવ. આ પ્રમાણે આત્માર્થી ભવ્યાત્માઓને આધ્યાત્મિક સુખ મળો એવી મંગલકામના દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા નામની વ્યાખ્યાના અંતે અમે વ્યક્ત કરીએ છીએ. ॥૪॥