SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ २५९८ • तीर्थकरसमः सूरिः । ૨૭/૫ ર. તે તેહવા આચાર્ય જે સુગુરુ, તેહના ગુણ કેમ ન (ગહિએ=) કહિયે? એતલે અવશ્ય કહવાઈ જ. ઈતિ સ પરમાર્થ i/૧૭પ ____ केवलं शुभौघाऽध्यवसायात् । येषां च दर्शितानां महिमा महीतले विदितः = सुप्रसिद्ध एव तेषां १ सद्गुरुवराणां सूरिपदविभूषितानाम्, अत एव तीर्थकरतुल्यानाम्, “तित्थयरसमो सूरि” (ग.प्र.२७) रा इति गच्छाचारप्रकीर्णकवचनात्, गुणाः = स्वाभाविक-सानुबन्ध-क्षायोपशमिक-सुविशुद्धसद्गुणाः किं - नोच्यन्ते? अवश्यमेव वक्तव्या इति परमार्थः। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – सद्गुरुगतसद्भूतगुणानां प्रकटं प्रशंसाऽनुमोदनादिना कृतज्ञता श-विनय-गुरुसमर्पण-गुरुशरणागति-गुणानुराग-गुणानुवाद-गुणग्राहकदृष्टिसमुन्मेषौचित्यपालन-मोहनीयादिक कर्मनिर्जरा-पुण्यानुबन्धिपुण्यसञ्चय-सम्यग्दर्शननैर्मल्य-जिह्वासाफल्यादिलाभः सम्पनीपद्यते। इत्थं गुण -लाभदृष्ट्या गुरुगुणानुवादादौ न कृपणता कार्येति प्रेर्यतेऽत्र । इत्थञ्च “पुण्य-पापविनिर्मुक्तः तेनाऽसौ भगवान् जिनः। लोकाग्रं सौधमारूढो रमते मुक्तिकन्यया ।।” (न.मा.७/४६) इति नमस्कारमाहात्म्ये का सिद्धसेनसूरिदर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नतरं स्यात् ।।१७/५ ।। મોક્ષમાર્ગને વિશે જે વિધ ઉદ્યમ કરેલો હતો તે ઉદ્યમ ફક્ત સામાન્ય શુભ અધ્યવસાયથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તથા જે ગુરુવર્યોનો મહિમા પૃથ્વીતલ ઉપર સુપ્રસિદ્ધ જ છે તેવા તે સદ્ગુરુવરો સૂરિપદથી અલંકૃત છે. આ જ કારણથી તેઓ તીર્થકરતુલ્ય છે. કારણ કે ગચ્છાચાર પન્ના નામના આગમગ્રંથમાં જણાવેલ છે કે “આચાર્ય ભગવંત તીર્થકરસમાન છે.” તથા તે ગુરુ ભગવંતોના સદ્ગુણો કૃત્રિમ નહિ પણ સ્વાભાવિક છે, નિરનુબંધ નહિ પણ સાનુબંધ છે, ઔદયિક નહિ પણ લાયોપથમિક છે. તેથી જ તે સદ્દગુણો સુવિશુદ્ધ છે. આમ જેઓનો મોક્ષમાર્ગ વિશેનો ઉદ્યમ શુદ્ધ અધ્યવસાયથી જ મળે અને જેઓનો મહિમા દુનિયામાં સુપ્રસિદ્ધ હોય તેવા સદ્ગુરુઓના વિશિષ્ટ ગુણો કેમ ન કહેવાય ? અર્થાત છે તેમના ગુણો અવશ્ય કહેવા જ જોઈએ - આવું જણાવવાનું અહીં તાત્પર્ય છે. # ગુરુગુણાનુવાદના બાર લાભ છે આધ્યાત્મિક ઉપનય :- પરમોપકારી પરમારાધ્ય ગુરુ ભગવંતના સદ્દભૂત ગુણોની જાહેરમાં પ્રશંસા ગ કરવાથી આપણામાં (૧) કૃતજ્ઞતા, (૨) વિનય, (૩) ગુસમર્પણ, (૪) ગુરુશરણાગતિ, (૫) ગુણાનુરાગ, (૬) ગુણાનુવાદ, (૭) ગુણગ્રાહીદષ્ટિનો વિકાસ, (૮) ઔચિત્યપાલન, (૯) મોહનીયાદિ કર્મની નિર્જરા, (૧૦) પુણ્યાનુબંધી પુણ્યનો સંચય, (૧૧) સમ્યગ્દર્શનની નિર્મળતા, (૧૨) જીભની સફળતા વગેરે અનેક પ્રકારના લાભ થાય છે. આવા ગુણ-લાભની દૃષ્ટિથી ઉપકારી ગુરુવર્યોના ગુણાનુવાદમાં આપણે કદાપિ ક્યાંય પણ જરાય કરકસર ન જ કરવી – તેવી પ્રેરણા આ શ્લોકમાંથી લેવા જેવી છે. આ રીતે વલણ કેળવવાથી નમસ્કારમાહાભ્યમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ જ નજીક આવે. ત્યાં શ્રીસિદ્ધસેનાચાર્યે જણાવેલ છે કે “જિન ભગવાન પુણ્ય-પાપથી વિનિર્મુક્ત બનેલ છે. તેથી લોકાગ્રભાગરૂપી મુક્તિમહેલમાં આરૂઢ થઈને મુક્તિકન્યા સાથે ક્રીડા કરે છે.” (૧૭૫) 1. તીર્થરમ: સૂઃિા
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy