________________
२५८३ હ શાખા - ૧૬ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. શ્લોક નં. ૭ માં રહેલ ઉદ્ધત શ્લોકના શ્લેષ અલંકારગર્ભિત અર્થને જણાવો. ૨. “સમાપત્તિ એટલે શું ? ૩. મિથ્યાત્વના પ્રકાર તથા મિથ્યાત્વનો જિનવચન વિશે અભિગમ જણાવો. ૪. સમાપત્તિથી મુક્તિની પ્રાપ્તિ શી રીતે થાય ? ૫. શાસ્ત્ર કોને ભણાવવા અને કોને ન ભણાવવા ? શા માટે ? ૬. મિત્રા-તારાદષ્ટિમાં માર્ગાભિમુખતાના ૧૮ સંકેતો જણાવો. ૭. બલાદૃષ્ટિમાં માર્ગાનુસારિતાનો પ્રકર્ષ કેટલો થાય છે ? મુદાસર જણાવો. ૮. મહાનિશીથસૂત્ર મુજબ સમકિતપ્રાપ્તિનો માર્ગ જણાવો. ૯. પંદર પ્રકારના અંતરંગ મોક્ષપુરુષાર્થને જણાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નના સંક્ષેપમાં જવાબ આપો. ૧. પરિજ્ઞા વિશે જણાવો. ૨. જ્યોતિસ્કુરણ વિશે સમજાવો. ૩. દ્રવ્યાનુયોગની વાણીના લાભ જણાવો. ૪. બ્રહ્માણીને અપાયેલ ઉપમા જણાવો. ૫. વચનાનુષ્ઠાન એટલે શું ? ૬. વચનાનુષ્ઠાન સમાપત્તિનું કારણ શી રીતે બને ? ૭. ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ની સંસ્કૃતમાં રચના શા માટે ન કરાઈ ? ૮. અયોગ્ય શિષ્યને વર્તમાન કાળમાં લાચારીથી ગંભીર શાસ્ત્રો ભણાવવા પડે તો શી રીતે ભણાવવા? ૯. “બ્રહ્માણી' શબ્દ પર પ્રકાશ પાડો. ૧૦. ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' નામના ગ્રંથની રચનાનું પ્રયોજન જણાવો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. જિનેશ્વરોના ગુણસ્મરણ દ્વારા વચનાનુષ્ઠાનની સમાપત્તિ થાય છે. ૨. સમાપત્તિથી પુણ્યનો બંધ થાય. ૩. અયોગ્યને આચારાંગ વગેરે પ્રાથમિક ગ્રંથો પણ ન ભણાવાય. ૪. વચનાત્મક પ્રવૃત્તિ એટલે વચનાનુષ્ઠાન. ૫. સમાપત્તિ = સ્વભાવ-તુલ્યતાપ્રાપ્તિ. ૬. ગંભીર શાસ્ત્ર એટલે કે જેમાં નય-પ્રમાણાદિનું પ્રતિપાદન હોય.