________________
* चिद्रत्ने चित्ताकाशलयः
? ૬/૭
कालविशुद्धचेतन वस्तु दुर्लभतमं महत्तमञ्च |
प्रभुप्रसादेन ग्रन्थिं भित्त्वा निम्नोक्तरीत्या प्रणिधातव्यं यदुत
अहोऽपूर्वं हि चिद्रत्नम्, ग्रन्थिभेदेन भासितम् । निर्विकारं निराकारम्, चित्ताकाशं प्रकाशताम् ।।१।।
अहोऽपूर्वे हि चिद्रत्ने, ग्रन्थिभेदेन भासिते। निर्विकारे निराकारे, चित्ताकाशं विलीयताम् । । २ । ।
२५८१
क
इत्थमेव “एगंतिय-अच्वंतिय-अव्वाबाह-प्पहाण-सुह-महुरं । अप्पुणरागममऽचलं नीरयमऽरुयं खयविहीणं । । ” (सं.र.शा. १००७) इति संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिव्यावर्णितं सिद्धसुखं सुलभं स्यात् ।।१६ / ७ ।। र्णि
પરિકર્મિત કરવી, વાસિત કરવી. તેવી પ્રજ્ઞાથી અને આધ્યાત્મિક ઉપનયથી ગર્ભિત પ્રસ્તુત ગ્રંથરાજની સહાયથી કે ભવ્યાત્માઓ ! તમે અત્યંત ઝડપથી ત્રિકાળ વિશુદ્ધ નિજ ચેતન વસ્તુને પ્રાપ્ત કરો, પ્રત્યક્ષ કરો. કેમ કે તે અતિ-અતિ-અતિ દુર્લભ છે અને અતિ-અતિ-અતિ મહાન છે. આ હકીકતને ભૂલવી નહિ. આ માટે પરમાત્માને નીચે મુજબ પ્રાર્થના-વિનંતિ કરી શકાય કે :
“તું સર્વશક્તિમાન તો, મુજ કર્મ શેં કાપે નહિ ?,
તું સર્વઈચ્છાપૂરણો, તો મોક્ષ શું આપે નહિ ?;
ભલે મુક્તિ હમણાં ના દિયો, પણ એક ઈચ્છા પૂરજો, ભવવનદહન દાવાનલો, સમ્યક્ત્વ મુજને આપજો...’’
(મુ.) તથા પ્રભુકૃપાથી ગ્રંથિભેદની સ્પર્શના થયા બાદ નીચે મુજબ પ્રણિધાન કરવું કે :અહો ! ગ્રંથિભેદથી પ્રકાશિત અપૂર્વ-અમૂલ્ય ચિદ્રત્ત શુદ્ધોપયોગસ્વરૂપ રત્ન એ નિર્વિકારી અને નિરાકાર છે. તે સદા મારા ચિત્તઆકાશને પ્રકાશિત કરો, પ્રકાશિત કરો, પ્રકાશિત કરો. (૧) અહો ! ગ્રંથિભેદથી પ્રકાશિત અપૂર્વ નિર્વિકાર નિરાકાર ચિદ્રત્તમાં મારું ચિત્તાકાશ વિલીન થાવ, વિલીન થાવ, વિલીન થાવ. અર્થાત્ મારું ચિત્ત પણ વિકારશૂન્ય, આકારશૂન્ય ચિત્સ્વરૂપ – શુદ્ધોપયોગસ્વરૂપ બનો. (૨)
=
=
D
શાશ્વત સિદ્ધસુખ સાધીએ
(T.) આ રીતે કરેલા પ્રબળ પ્રણિધાન મુજબ વર્તવાથી જ સંવેગરંગશાળામાં વર્ણવેલ સિદ્ધસુખ સુલભ થાય. ત્યાં સિદ્ધસુખનું વર્ણન કરતાં શ્રીજિનચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘સિદ્ધસુખ (૧) ઐકાન્તિક (= ધ્રુવ), (૨) આત્મન્તિક (= પ્રચુર), (૩) પીડારહિત, (૪) મુખ્ય (= નિરુપચરિત), (૫) શુભ, (૬) મધુર, (૭) સંસારમાં જીવનું પુનરાવર્તન નહિ કરાવનાર, (૮) અચલ, (૯) કર્મરજશૂન્ય, (૧૦) રોગરહિત તથા (૧૧) ઉચ્છેદશૂન્ય શાશ્વત છે.' (૧૬/૭)
1. ऐकान्तिकमात्यन्तिकमव्याबाध- प्रधान- शुभ- मधुरम् । अपुनरागममचलं नीरजमरुजं क्षयविहीनम् ।।
प
रा
म
CII