________________
૨૬/૭
२५५१
० स्वभावलाभसंस्कारकारणं ज्ञानम् उपादेयम् । अत्र “स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते” (ज्ञा.सा.५/३) इति, “स्वभावलाभात् किमपि प्राप्तव्यं प नाऽवशिष्यते” (ज्ञा.सा.१२/१) इति च पूर्वोक्ता (१३/९ + १४/१३) ज्ञानसारोक्तिः स्मर्तव्या। ततश्च ग निजनिर्मलचैतन्यस्वभावाऽऽविर्भावकृते निरुक्तरीत्या सततं यतनीयम् आत्मार्थिना ।
कात्स्न्यून स्वकीयशुद्धचित्स्वभावाऽऽविर्भावं प्रति तु सत्तागताऽवशिष्टमिथ्यात्वांशाः, निजज्ञानोपयोगस्य रागादि-विकल्पादिमयत्वानुभूतिः, रागादिजन्ये परकार्ये चित्तवृत्तिप्रवाहस्य सक्रियतरता, सहजमल-लयाऽऽवरण-विक्षेपशक्त्यादिकञ्च प्रतिबन्धकताम् आपद्यन्ते। तदपाकरणाय च राग क જ છે. દોષ સાથે તો મારે કોઈ જ જાતનો તાત્ત્વિક સંબંધ નથી. હું તો નિર્મલગુણનિધાન જ છું.”
ચંદ્રની સોળ કળા જેવા આ સોળ મુદ્દાને ભાવિત કરવા દ્વારા સાધનાગગનમાં સાધક શરદપૂનમના ચંદ્રની જેમ સોળે કળાએ પૂરેપૂરો ખીલી ઉઠે છે. પરંતુ આ બધું પણ ભીંજાતા હૃદયે કરવાનું છે. શુષ્ક શબ્દો, કોરી કલ્પના, લૂખી લાગણી, ભપકાદાર-ભડકાછાપ ભાવના, વાગાડંબર, વિકલ્પની માયાજાળ, વાણીવિલાસ વગેરેથી તાત્ત્વિક કાર્યનિષ્પત્તિ થતી નથી, નિજ શુદ્ધ સ્વભાવનો લાભ થતો નથી.
જ નિજ સ્વભાવનો આવિર્ભાવ : પરમ પ્રયોજન છે (a.) પ્રસ્તુતમાં જ્ઞાનસારની પૂર્વોક્ત (૧૩/૯ + ૧૪/૧૩) બે વાત યાદ કરવી. ત્યાં જણાવેલ છે કે “(૧) સ્વભાવની પ્રાપ્તિ કરાવનારા સંસ્કારોનું કારણ બને તેવું જ્ઞાન માન્ય છે, ઈષ્ટ છે.” તથા (૨) પોતાના સ્વભાવનો લાભ થયા બાદ કશું પણ મેળવવા યોગ્ય બાકી રહેતું નથી. મતલબ કે પોતાના શુદ્ધ સ્વભાવનો આવિર્ભાવ એ જ આત્માર્થીનું પરમ પ્રયોજન છે. તેથી નિજ શુદ્ધ ચૈતન્યસ્વભાવને પ્રગટ છે કરવા માટે ઉપર મુજબ સોળ પ્રકારની સમજણ-ભાવના-વિભાવનામાં આત્માર્થીએ રચ્યા-પચ્યા રહેવું. a
Y/ શુદ્ધ સ્વભાવની ભાવનાનો પ્રભાવ $ (ા.) ઉપર મુજબની સમજણ-ભાવના વગેરે દ્વારા શુદ્ધ ચૈતન્યસ્વભાવ અંશે-અંશે પ્રગટ થાય છે. એ પરંતુ જ્યાં સુધી (૧) આત્મામાં ઉદયમાં ન આવવા છતાં સત્તામાં જે થોડા-ઘણા મિથ્યાત્વના અંશો બાકી રહેલા હોય, (૨) જ્ઞાનોપયોગ રાગાદિરૂપે કે સંકલ્પ-વિકલ્પાદિરૂપે પરિણમતો હોય તેવું સાધકને અંદરમાં અનુભવાતું હોય, (૩) રાગાદિજન્ય પારકા કાર્યોમાં, પર બાબતમાં સાધકની ચિત્તવૃત્તિનો પ્રવાહ વધુ પડતો સક્રિય હોય, ધસમસતો હોય, સહજતઃ સતેજ હોય, (૪) પૂર્વોક્ત સહજમળ, લયશક્તિ, આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ વિદ્યમાન હોય, ત્યાં સુધી પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ સંપૂર્ણપણે પ્રગટ થતો નથી. ત્યાં સુધી સાધક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો નથી. તેથી ઝડપથી (એક-બે ભવમાં) કેવળજ્ઞાનને મેળવવા ઝંખતા આત્માર્થીએ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવને સંપૂર્ણપણે પ્રગટ થવામાં પ્રતિબંધક બનનારા ઉપરોક્ત મલિન તત્ત્વોનો ઉચ્છેદ કરવા નીચે મુજબની ભાવના દૃઢપણે સતત સર્વત્ર કરવી.
- ૩૫ પ્રકારે રાગનો ઈન્કાર “(૧) રાગ એ હું નથી. (૨) રાગ મારો નથી કે હું રાગનો નથી. રાગ પારકી ચીજ છે. (૩) રાગ સારો પણ નથી, (૪) રાગ મારે કરવા યોગ્ય નથી. તે મારું કામ નહિ. ખરેખર રાગને ઉત્પન્ન કરવાની મારી તાકાત નથી. રાગ મારું કાર્ય નથી જ. રાગમોહનીય કર્મનું તે કાર્ય છે. (૫)