________________
૨૬/૭ • तात्त्विकमौनलाभविमर्श: 8
२५३७ ततश्च शरीरेन्द्रियादिषु तत्प्रवृत्तौ चाऽविद्याजन्यं तादात्म्यबुद्धि-तन्मयता-तदाकारता-स्वामित्व- प परिणामाऽधिकारवृत्ति-कर्तृत्वाऽभिप्राय-भोक्तृत्वाऽऽशयादिकम् अपास्य निजशुद्धस्वरूपश्रद्धान-तदनुसन्धान -निर्वेद-संवेगोपशमभावादिद्वारा निजशुद्धचैतन्यस्वभावे रुचिरूपेण, निश्चयरूपेण, शुद्धनयहेतुरूपेण, ' प्रणिधानरूपेण, परिणतिरूपेण च स्वस्थितिः सम्पादनीया संयमार्थिना । इत्थमेव तृतीया मनोगुप्तिः । योगशास्त्रोक्ता तात्त्विकञ्च मौनं ज्ञानसारोक्तं सम्पद्यते। ततश्च कुशलानुबन्धपरम्परा प्रवर्त्तते। श
अतः संयमजीवने प्राथमिकाऽऽवश्यकशास्त्राभ्यासोत्तरकालम् अन्तःकरणं यथा शान्तम्, नीरवम्, क निर्विकल्पम्, निर्विचारम्, निस्तरङ्गम्, ध्येयगुणमयञ्च स्यात् तथा प्रतिदिनं जघन्यतः सार्धघटिका
ક નિજ શુદ્ધચૈતન્યસ્વભાવમાં શુદ્ધનયના હેતુરૂપે ઠરીએ ક (77) તેથી જે ખરેખર મુનિદશાના માશૂક હોય તેમણે શરીર, ઈન્દ્રિય વગેરેમાં કે શરીરાદિની પ્રવૃત્તિમાં અનાદિકાલીન અવિદ્યાથી ઉત્પન્ન થતી (૧) તાદાભ્યબુદ્ધિ (= “હું શરીરાદિ છું” – આવી અભેદબુદ્ધિ), (૨) તન્મયતા, (૩) તદાકારતા - એકાકારતા, (૪) સ્વામિત્વપરિણામ (= “શરીરાદિ મારા છે' - આવી સ્વામિત્વબુદ્ધિ), (૫) અધિકારવૃત્તિ (= “કષાયાદિ કરવાનો મારો હક્ક છે' - આવી બુદ્ધિ), (૬) કર્તુત્વનો અભિપ્રાય, (૭) ભોસ્તૃત્વનો આશય (= “હું કષાય, સુખ, દુઃખ વગેરેને ભોગવું છું – આવી ભોસ્તૃત્વબુદ્ધિ) વગેરે તત્ત્વોને દૂર કરવા જોઈએ. શરીરાદિમાં તાદામ્યબુદ્ધિ વગેરેને છોડીને (A) “હું અનંતાનંદમય શુદ્ધ આત્મા જ છું’ – આ રીતે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધા કરવી જોઈએ. (B) “હું દેહાદિભિન્ન પરમશાંત સ્વસ્થ ચેતન તત્ત્વ છું - આ રીતે અંતરમાં નિરંતર પોતાના જ ચૈતન્યસ્વરૂપનું તમામ પ્રવૃત્તિમાં અનુસંધાન રહેવું જોઈએ. (c) “મારે શરીર, ઈન્દ્રિય, મન, કષાય છે વગેરે નશ્વર, અસાર અને અશુચિ તત્ત્વમાં ભળવું નથી, રમવું નથી' - આવી નિર્વેદની = વૈરાગ્યની તા પરિણતિ પ્રગટાવવી જોઈએ. (D) “મારે કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપે અત્યંત ઝડપથી પરિણમવું છે' - આવા સંવેગને ઝળહળતો કરવો. (E) તમામ સ્થિતિ-પરિસ્થિતિમાં શાંત સ્વભાવને ટકાવવો. આ રીતે ગ્ર શ્રદ્ધા વગેરે પાંચેય ભાવોના માધ્યમે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં (૧) રુચિરૂપે, (૨) નિશ્ચયરૂપે, (૩) શુદ્ધનયના હેતુરૂપે, (૪) પ્રણિધાનરૂપે અને (૫) પરિણતિરૂપે સંયમાર્થીએ વસવાટ કરવો જોઈએ. આવી પોતાની આત્મદશાનું નિર્માણ નિગ્રંથ દશાને ઝંખતા સાધકે કરવું જ જોઈએ. આ રીતે જ હમણાં યોગશાસ્ત્ર સંદર્ભ દ્વારા જણાવેલ ત્રીજી મનોગુપ્તિ અને જ્ઞાનસારમાં દર્શાવેલ તાત્ત્વિક મૌન = મુનિપણું સંપ્રાપ્ત થાય. તેનાથી કુશલ અનુબંધની પરંપરા પ્રવર્તે છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંતે બતાવેલ આ તાત્વિક અને પરિપૂર્ણ મોક્ષમાર્ગ છે.
અંતઃકરણને નીરવ કરીએ જ (.) તેથી સંયમજીવનમાં પ્રાથમિક આવશ્યક શાસ્ત્રાભ્યાસ પૂર્ણ થયા બાદ પોતાનું અંતઃકરણ જે રીતે શાંત, નિરવ, નિર્વિકલ્પ, નિર્વિચાર, નિસ્તરંગ થાય અને ધ્યેય એવા પરમાત્માના વીતરાગતાદિ ગુણોથી ઝડપથી રંગાયેલું-વણાયેલું થાય તે રીતે રોજે રોજ કમ સે કમ એકાદ કલાક તો આદર-અહોભાવથી પ્રયત્ન કરવો જ જોઈએ. પોતાના ઉપયોગને સંવેગ-નિર્વેદ પરિણામથી ભાવિત કરીને તેના ઉપયોગ