SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यग्दर्शनम् रा * सर्वगुणांशिकानुभूतिः पञ्चकप्रयुक्तग्रन्थिभेदप्रभावतः शब्दाऽ गोचर - मनोऽगम्याऽतर्क्यकेवलस्वानुभवगम्यनिजनिर्मलात्मस्वरूपसाक्षात्कारलक्षणनैश्चयिकभावसम्यक्त्वरूपेण परिणमति । ततश्चाऽपवर्गाऽऽसन्नतरता सम्पद्यते । तदुक्तं सम्यक्त्वसप्ततिकायां “सुद्धम्मि दंसणम्मि करपल्लवसंठिओ मोक्खो” ( स.स. ६७ ) इति । सर्वगुणांऽऽशिकानुभूतिस्वरूप-शान्तरसमय - सम्यग्दर्शनसामर्थ्येन पूर्विले व्यावहारिके ज्ञान-चारित्रे सम्यक्तया तत्कालं न परिणमतः। सम्यग्दर्शनविशुद्ध्या शुद्धचारित्रं साधुरुपलभते । प्रकृते “दंसणसोहीओ सुद्धं चरणं लहइर्श સાધૂ” (ઘ.ર.પ્ર.૧૩૮) કૃતિ ધર્મરત્નપ્રરગોષ્ઠિ અનુસન્થેયા । अस्याञ्च दशायां शुद्धात्मद्रव्य - गुण - पर्यायपरामर्शतः अक्षेपफलम् आत्मादितत्त्वोपलब्धिरूपं स्पर्शज्ञानम् आविर्भवति। प्रकृते “स्पर्शः तत्तत्त्वाऽऽप्तिः... स्पर्शस्त्वक्षेपफलदः” (षो. १२/१५) इति षोडशकोक्तिः णि अनुसन्धेया। इदमेव तत्त्वं शब्दान्तरत एवं ज्ञेयं यदुत निरन्तरं ध्येयगुणमयत्वतः स्पर्शज्ञानम् का आविर्भवति । तदुक्तं द्वात्रिंशिकाप्रकरणे “अक्षेपफलदः स्पर्शः तन्मयीभावतो मतः । यथा सिद्धरसस्पर्शः ताम्रे વધતી જાય છે. એની મતિ પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના માહાત્મ્યથી રંગાઈ જાય છે. ખાતા-પીતા-ઉઠતા -બેસતા સતત સ્મરણમાં નિર્મળ આત્મસ્વરૂપ જ વણાયેલું રહે છે. સતત સર્વત્ર વિશુદ્ધ ચેતનતત્ત્વ જ નજરાયા કરે છે. વારંવાર શુદ્ધ આત્માને પ્રગટ થવાની તે વિનવણી કરે છે. સ્વપ્રમાં પણ શુદ્ધ આત્મદ્રવ્ય પ્રગટ થવાના ભણકારા તેના અંતઃકરણમાં વાગે છે. ઉઠવાવેંત પરમ શાંતરસમય નિર્વિકાર શુદ્ધ ચૈતન્યના અખંડપિંડસ્વરૂપે પોતાની જાતની તેને સ્વતઃ સહજતઃ પ્રતીતિ થાય છે. આવા અનેક અંતરંગ ચાલકબળોથી ગર્ભિત પ્રસ્તુત પાંચ લબ્ધિના માધ્યમે સાધક ગ્રંથિભેદ કરે છે. તેના પ્રભાવથી શબ્દઅગોચર, મનથી અગમ્ય, તર્કનો અવિષય, કેવલ સ્વાનુભવગમ્ય, નિજ નિર્મળ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર તે સાધક કરે છે. આ જ નૈૠયિક ભાવસમકિત છે. પૂર્વકાલીન પ્રધાન દ્રવ્યસમ્યક્ત્વ આ રીતે ગ્રંથિભેદઉત્તરકાલીન નૈૠયિક ભાવસમ્યગ્દર્શન સ્વરૂપે પરિણમી જાય છે. તેના લીધે મોક્ષ ખૂબ જ નજીક આવી જાય છે. આ અંગે સમ્યક્ત્વસપ્તતિકામાં જણાવેલ છે કે ‘સમ્યગ્દર્શન શુદ્ધ હોય તો મોક્ષ તો હાથની હથેળીમાં આવી જાય.’ આવું અત્યંત વિશુદ્ધ નૈૠયિક ભાવ સમ્યગ્દર્શન મળે ત્યારે સર્વ ગુણોની આંશિક અનુભૂતિ સાધકને થાય છે. આ પણ પ્રસ્તુત ભાવ સમકિતનું જ એક સ્વરૂપ છે. તે સમ્યગ્દર્શન શાંતરસમય હોય છે. તેવા અત્યંત નિર્મળ સમ્યગ્દર્શનના અમોઘ સામર્થ્યથી સાધુ ભગવંતના પૂર્વકાલીન વ્યાવહારિક શ્રુતાદિ જ્ઞાન અને ચારિત્ર તાત્કાલિક સમ્યક્પણે પરિણમે છે. ‘સમ્યગ્દર્શનની શુદ્ધિથી સાધુ શુદ્ધ ચારિત્રને મેળવે છે’ – આમ ધર્મરત્નપ્રકરણમાં શ્રીશાંતિસૂરિજીએ જણાવેલ છે. આ વાતનું અહીં અનુસંધાન કરવું. ઊ સ્પર્શજ્ઞાનની ઉપલબ્ધિ ઊ CIL ? ૬/૭ = २५३१ (કસ્યા.) આ અવસ્થામાં પોતાના કે પરમાત્માના શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયના ઊંડા ઊહાપોહથી, અનુસંધાનથી આત્માદિ તત્ત્વની ઉપલબ્ધિસ્વરૂપ સ્પર્શજ્ઞાન પ્રગટ થાય છે. તે વિના વિલંબે સ્વસાધ્ય ફળને આપે છે. શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશકમાં જણાવેલ છે કે ‘આત્મા વગેરે વસ્તુના મૂળભૂત સ્વરૂપની ઉપલબ્ધિ એ સ્પર્શજ્ઞાન છે. આ સ્પર્શજ્ઞાન તાત્કાલિક ફળને દેનાર છે.' તેનું અહીં અનુસંધાન કરવું. આ જ વાતને બીજા શબ્દોમાં જણાવવી હોય તો એમ કહી શકાય કે નિરંતર ધ્યેયગુણમય થવાથી સાધકમાં પ્રસ્તુત સ્પર્શજ્ઞાન પ્રગટે છે. આ અંગે દ્વાત્રિંશિકા પ્રકરણમાં જણાવેલ છે કે જેમ તાંબામાં 1. शुद्धे दर्शने करपल्लवसंस्थितो मोक्षः । 2. दर्शनशुद्धितः शुद्धं चरणं लभते साधुः ।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy