________________
? ૬/૭
* अतात्त्विकयोगनिरूपणम्
૭
प
२५१७ शब्दादिलक्षणेषु आन्तरिकभोगेषु च रागादिविभावपरिणामात्मकेषु 'ममत्व - सुन्दरत्व- सुखत्व -`सुखसाधनत्वादिबुद्धिलक्षणः सङ्गो नाऽमोचि, निजवीतरागचैतन्यस्वभावनिमज्जनप्रणिधानं नाऽरोचि, "मैत्री-करुणा-मुदिता-माध्यस्थ्यभावनारसायणं नाऽऽस्वादि जीवेन तावद् उग्रबाह्यधर्माचारपालनमपि रा प्रायशः प्रत्यपायकार्येव । इदमेवाऽभिप्रेत्य योगबिन्दौ “ सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः । प्रत्यपायफल- मु પ્રાયમ્તથાવેષાવિમાત્રતઃ।।" (યો.વિ.રૂ૭૦) ફત્યુત્તમ્ |
44
१०
८
2
अतो मिथ्यामत्याद्युपष्टम्भक-पक्षपातगर्भितविषयवासनाऽऽवेगादिक्लिष्टपर्यायपञ्चकपरिहारतो ग्रन्थिभेदकृते एवादौ यतितव्यमादरेण सर्वशक्त्या च ग्रन्थिभेदोत्तरकालीनाऽऽत्मतत्त्वसाक्षात्कारम् कृ ऋते देह-विषय-विभावपरिणामादौ स्वत्व - स्वीयत्व - सुन्दरत्व - सुखत्व - सुखसाधनत्वादिभ्रान्तेरनुच्छेदात् । इदमेवाभिप्रेत्य अध्यात्मोपनिषदि “ न चाऽदृष्टाऽऽत्मतत्त्वस्य दृष्टभ्रान्तिर्निवर्त्तते” (अ.उप. २/४) इत्युक्तम् । સારી રીતે આદરસહિત યાદ કરીને ‘શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શદ સ્વરૂપ બાહ્ય ભોગો અને રાગાદિ વિભાવ પરિણામ સ્વરૂપ આંતરિક ભોગો મારા છે' - આવી દુર્બુદ્ધિને છોડી ન હોય, (૭) ‘શબ્દાદિ વિષયો અને રાગાદિ વિભાવ પરિણામો સારા છે’ આવી લાગણીને રવાના કરી ના હોય, (૮) ‘આ ઈન્દ્રિયવિષયો અને વિભાવપરિણામો સુખરૂપ છે' - આવી દુર્મતિને ત્યાગી ન હોય, (૯) ‘શબ્દાદિ વિષયો અને રાગાદિ વિભાવ પરિણામો ભવિષ્યમાં મને સુખ દેનારા થશે, સુખસાધન બનશે' - આવી કુમતિને ફેંકી દીધી ન હોય, (૧૦) પોતાના વીતરાગ ચૈતન્યસ્વભાવમાં ડૂબી જવાનું પ્રણિધાન ગમ્યું ન હોય, (૧૧) મૈત્રી-કરુણા-પ્રમોદ-માધ્યસ્થ્ય ભાવના સ્વરૂપ રસાયણનો આસ્વાદ લીધો ન હોય, ત્યાં સુધી ઉગ્ર બાહ્ય ધર્માચારનું પાલન પણ પ્રાયઃ નુકસાન કરે જ છે. આ જ અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં જણાવેલ છે કે ‘એક - બે કે વધુ વખત ૭૦ કોટાકોટી સાગરોપમ જેટલી કર્મસ્થિતિને બાંધનાર આત્માઓ પાસે સાધુવેશ-ક્રિયા વગેરે હોવા માત્રથી જે યોગનો ભાસ-આભાસ થાય છે, તે યોગ અતાત્ત્વિક કહેવાયેલ છે. મોટા ભાગે અનંત જન્મ-મરણાદિ માઠા ફળવાળો તે અતાત્ત્વિક યોગ સમજવો.'
–
છે આત્મદર્શન વિના ઈન્દ્રિયજગતની ભ્રાંતિ દૂર ન થાય
(ગતો.) આથી પૂર્વે જણાવેલ મિથ્યામતિ વગેરેનું પોષણ કરનારા પાંચેય ક્લિષ્ટ પર્યાયોનો પરિહાર કરવો. (૧) પક્ષપાતગર્ભિતપણે વિષયવાસનાનો આવેગ, (૨) કષાયનો આવેશ, (૩) આક્રોશ, (૪) કદાગ્રહ અને (૫) આશાતના પરિણિત આ પાંચેય સંક્લિષ્ટ મલિન પર્યાયોનો ત્યાગ કરીને ગ્રન્થિભેદ માટે જ સૌપ્રથમ આદર-અહોભાવથી અને પૂરેપૂરી તાકાત લગાવીને પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ગ્રંથિભેદ પછી થનાર આત્મતત્ત્વસાક્ષાત્કાર જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી (A) શરીરમાં ‘હું’ પણાની ભ્રાન્તિ, (B) પાંચ ઈન્દ્રિયના વિષયોમાં કે રાગાદિ વિભાવપરિણામ વગેરેમાં મારાપણાની ભ્રમણા કે (C) સારાપણાની દુર્બુદ્ધિ કે (D) સુખરૂપતાની કુબુદ્ધિ કે (E) સુખસાધનપણાની મિથ્યાબુદ્ધિ દૂર થતી નથી. આ જ અભિપ્રાયથી અધ્યાત્મોપનિષમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે ‘જેણે આત્માને સાક્ષાત્ જોયો નથી, તેની અનાદિકાલીન પ્રસિદ્ધ એવી ભ્રમણાઓ ભાંગતી નથી.' મતલબ કે ઈન્દ્રિય, ઈન્દ્રિયજ્ઞાન, મન, શબ્દ, વિકલ્પ, વિચાર, મનન વગેરે માધ્યમ વિના સાક્ષાત્ આત્મદર્શન થાય, અનંતઆનંદમય આત્મસ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ થાય તો જ ઉપરોક્ત ભ્રમણાઓ દૂર થાય.
st