________________
૨૬/૭
• मानवभवदुर्लभतादिकं विभावनीयम् ।
२५०९ नीयताऽमूल्यमानवभवदुर्लभताऽत्यासन्नमृत्यु-हीयमानेन्द्रिय-देह-मनोबल-प्रमादादिप्रवृत्तनिजात्मगह-प्रमादादि-प दोषविषमविपाकाऽन्तरङ्गोद्यमोत्साहादिविभावनया श्रद्धा-संवेग-वैराग्यगर्भया निद्रा-तन्द्रादिशेषविघ्नवृन्दं विजित्य देव-गुर्वादिनिन्दा-दम्भ-क्रोधादिकञ्च परित्यज्य दर्शितपञ्चदशविधाऽन्तरङ्गोद्यमबलेन शीघ्रं ग्रन्थिभेदः कर्तव्य एव आत्मार्थिना। अयं विघ्नजयगर्भितः तात्त्विकोऽध्यात्मयोगोऽवसेयः। म છે. તથા નિદ્રા-તંદ્રા વગેરેના નકલી સુખને માણવા કરતાં અનંતાનંત આનંદમય આત્મતત્ત્વને પ્રગટાવી લઉં એ જ મારા માટે લાભકારી છે. (૨) અનંત આનંદ, અનંત શક્તિ, અનંત જ્ઞાનાદિ ગુણવૈભવવાળા આત્મતત્ત્વનો મહિમા સર્વશ્રેષ્ઠ છે. મારા પૂર્ણાનંદમય, પરમાનંદમય આત્મદ્રવ્ય પાસે પૌગલિક દિવ્યસુખો પણ તુચ્છ છે. તો નિદ્રા-તન્દ્રા વગેરેના આભાસિક અસાર સુખની તેની આગળ શું કિંમત આંકી શકાય? (૩) તેથી હવે તો કોઈ પણ ભોગે અત્યંત ઝડપથી ગ્રંથિભેદ દ્વારા મારી જાતને અનાદિકાલીન કર્મના બંધનમાંથી છોડાવી લઉં એ જ મારું સૌપ્રથમ કર્તવ્ય છે. (૪) ગ્રંથિભેદાદિ માટે મળેલો આ અમૂલ્ય માનવભવ દશ દૃષ્ટાંતે અતિદુર્લભ છે. આ ભવ જો આમ ને આમ ગ્રંથિભેદાદિ મહત્ત્વનું કાર્ય કર્યા વિના પસાર થઈ ગયો તો ફરીથી માનવભવ ક્યારે મળશે ? ફરી આવી ઉજળી તક ક્યારે આવશે? સદ્ગુરુનો સમાગમ, શાસ્ત્રસમજણ વગેરે આ ભવમાં જે મળેલ છે, તે ફરી ક્યા ભવમાં મળશે ?'
(૫) તથા મોત તો નજરની સામે જ છે. ગમે ત્યારે તેનો હુમલો થઈ શકે તેમ છે. પ્રતિદિન (૬) ઈન્દ્રિયબળ, (૭) શરીરબળ, (૮) મનોબળ ઘટતું જાય છે. તો શા માટે ગ્રંથિભેદના પુરુષાર્થમાં હું કાળક્ષેપ કરું છું? ૩મી નહીં તો મી નદી - આ સિદ્ધાંતની શ્રદ્ધા કેમ જાગતી નથી ? શા માટે છે અંતરંગ સાધનામાં મને ઉત્સાહ-ઉમંગ-આદર-અહોભાવ જાગતો નથી ? હે આત્મન્ ! આનાથી ઉજળી ) બીજી કઈ તક મળવાની છે કે આ તકને આમ ને આમ વ્યર્થ રીતે વેડફી નાંખે છે અને સાધનાને ભવિષ્યકાળ વ} ઉપર ગોઠવે છે? (૯) શા માટે આ ભવ નિદ્રા-તન્દ્રા-આળસ-પ્રમાદમાં જવા દે છે? “પ્રમાવો દિ મૃત્યુ પ્રમાદ તો મોત છે મોત ! (૧૦) અનંતા પૂર્વધરો પ્રમાદાદિવશ થઈને નિગોદ-નરકાદિમાં અત્યારે પણ સ કર્મની સજા ભોગવી રહ્યા છે. તે આત્મન્ ! જરા ડાહ્યો થા. દેવ-ગુરુ-ધર્મની નિંદા, દંભ, ક્રોધ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિકથાની રુચિ, પારકી પંચાતનો રસ, કુતૂહલ, કૌતુક, બહિર્મુખતા, વિષયાસક્તિ, ભોગતૃષ્ણા વગેરે કાઠિયાઓને પૂરેપૂરા છોડ. તેના પનારે પડવાથી આત્મકલ્યાણ નથી જ થવાનું. ગ્રંથિભેદના માર્ગે અવરોધ પેદા કરનારા આ મોટા પર્વતને મારે ઊભા કરવા નથી જ.'
‘(૧૧) ભૂતકાળમાં અનંતા આત્માઓ આ જ ભેદજ્ઞાન, અસંગસાક્ષીભાવ, ધ્યાન, કાયોત્સ વર્ગાદિમય અંતરંગ પુરુષાર્થ કરી, ગ્રંથિને ભેદી, કર્મને ખપાવી મોક્ષે ગયા છે અને ભવિષ્યમાં અનંતા આત્માઓ આ જ અંતરંગ પુરુષાર્થ કરીને મોક્ષે જશે. માટે આ ધ્યાનાદિ અંતરંગ સાધનામાં અશ્રદ્ધા, અનાદર, અરુચિ, અણગમો, અનુત્સાહ, ખેદ, ઉદ્વેગ આદિ મારે કરવા નથી. મારા પગમાં મારે જાતે કુહાડો મારવો નથી. અનાદિ કાળથી બંધાયેલી મારી જાતને અત્યંત ઝડપથી રાગ-દ્વેષ-મિથ્યાત્વ-અજ્ઞાન વગેરેના બંધનમાંથી છોડાવીને જન્મ-મરણના ચક્કરમાંથી મારે બહાર નીકળવું જ છે.' આ રીતે શ્રદ્ધા-સંવેગ -વૈરાગ્યથી ગર્ભિત ઊંડી ભાવના વડે ધ્યાનાદિકાલીન નિદ્રા-તંદ્રા વગેરેને કે ધ્યાનાદિ વિશેની અશ્રદ્ધા વગેરે વિઘ્નોને જીતીને, તથા દેવ-ગુરુ વગેરેની નિંદા, દંભ, ક્રોધ, કૃપણતા વગેરેને છોડીને આત્માર્થી સાધકે અહીં જણાવેલ પંદર પ્રકારના અંતરંગ પુરુષાર્થના બળથી ગ્રંથિભેદ અત્યંત ઝડપથી અવશ્યમેવ કરવો જ જોઈએ. આ અંતરંગ પુરુષાર્થને વિધ્વજયગર્ભિત તાત્ત્વિક અધ્યાત્મયોગ સમજવો.