________________
• ओघसंज्ञा-लोकसंज्ञादिकं त्याज्यम् ।
२४८५ (३५) औदयिकभावगर्भनिजव्यक्तित्वोच्छेदलक्षणम् आवश्यककर्त्तव्यम् अत्यन्तं विस्मृतम् ।
(३६) क्वचिद् गतानुगतिकतया बाह्यतपः-शासनप्रभावना-जिनभक्त्यादितो निरनुबन्धिपुण्यमुपार्जितम्, .. न तु द्रव्य-भावकर्ममोक्षाशयेन निस्पृहतया अभ्यन्तरं तप आसेवितम्। ततोऽपि मोक्षो न जातः । प्रकृते “तपस्वी जिनभक्त्या च शासनोद्भासनेच्छया। पुण्यं बध्नाति बहुलम्, मुच्यते तु गतस्पृहः ।।” (अ. म सा.१८/१६०) इति अध्यात्मसारकारिका अनुयोज्या ।
(३७) क्वचित् कर्मनिर्जरादिगोचरप्रणिधानाऽऽज्ञादर-सूत्राधुपयोग-श्रद्धादिभावशून्यहृदयेन शास्त्रनिरपेक्षतया ओघसंज्ञा-लोकसंज्ञादितः सम्मूर्च्छनजक्रियासमं प्रतिक्रमणाद्यावश्यकानुष्ठानम् अकारि।। तच्च योगबिन्दु-द्वात्रिंशिकाप्रकरणाऽध्यात्मसारादिप्रदर्शिते (यो.बि.१५८, द्वा.१३/१३, अ.सा.१०/८-१६) अननुष्ठाने ण अशुद्धानुष्ठाने वा पतितम् । तात्त्विकः शुद्धः क्रियायोगोऽपि नैव अनेन समादृतः।
(૩૫) ઔદયિકભાવગર્ભિત પોતાના બાહ્ય વ્યક્તિત્વને ભૂંસવાનું, ઓગાળવાનું સૌથી વધુ જરૂરી કર્તવ્ય તો સાવ જ ભૂલાઈ ગયું.
નિસ્પૃહ બન્યા વિના મુક્તિ નથી જ (૩૬) ક્યારેક આ જીવે ગતાનુગતિકપણે બાહ્ય તપ, શાસનપ્રભાવના, જિનભક્તિ વગેરે કરી. ગતાનુગતિકપણાના લીધે તે આરાધનાથી નિરનુબંધ પુણ્ય બંધાયું. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મથી અને રાગાદિ ભાવકર્મથી કાયમી છુટકારો મેળવવાના આશયથી નિઃસ્પૃહપણે અભ્યત્તર તપનું સેવન આ જીવે કર્યું નહિ. તેના કારણે પણ આ જીવનો મોક્ષ = છૂટકારો થયો નહિ. પ્રસ્તુતમાં અધ્યાત્મસાર ગ્રંથના એક શ્લોકને તાત્પર્ય મુજબ જોડવો. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “જિનભક્તિથી અને શાસનપ્રભાવના કરવાની ઈચ્છાથી તપસ્વી મોટા ભાગે પુણ્ય બાંધે છે. પરંતુ જે તપસ્વી તમામ સ્પૃહા-આકાંક્ષા-અભિલાષા -તૃષ્ણાઓને છોડે છે, તે જ કર્મથી છૂટે છે.” આ બાબતને આત્માર્થીએ ખૂબ ગંભીર રીતે વાગોળવી.
છે અનનુષ્ઠાનમાં ન અટવાઈએ છે (૩૭) આ જીવે ક્યારેક પ્રતિક્રમણ વગેરે આવશ્યક અનુષ્ઠાનોને કર્યા તો ખરા. પરંતુ ત્યારે હૃદયમાં (a) “આ અનુષ્ઠાન દ્વારા મારે કર્મનિર્જરા કરવી છે, આત્મશુદ્ધિ મેળવવી છે' - આવું પ્રણિધાન : ન કર્યું. (b) જિનાજ્ઞા પ્રત્યે આદર-અહોભાવ કેળવ્યો નહિ. (c) પ્રતિક્રમણના સૂત્ર-અર્થમાં ઉપયોગ રાખ્યો નહિ. (0) “પ્રતિક્રમણાદિ ક્રિયા દ્વારા આત્મશુદ્ધિ જરૂર થશે' - આવી સાચી શ્રદ્ધા અંતરમાં રોડ ધારણ કરી નહિ. (e) શાસ્ત્રમાં જણાવેલ વિધિ વગેરેથી નિરપેક્ષપણે ક્રિયાઓ કરી. (f) સામાન્યજ્ઞાન સ્વરૂપ ઓઘસંજ્ઞાથી (જુઓ-અધ્યાત્મસાર ૧૦(૯) બાહ્ય ધર્મક્રિયા કરી. (g) લોકાચારમાં આદર અને શ્રદ્ધા રાખવા સ્વરૂપ લોકસંજ્ઞાથી (જુઓ-અધ્યાત્મસાર ૧૦/૧૧) બાહ્ય ક્રિયાઓ અશુદ્ધપણે કરી. (h) સંમૂચ્છિમ પ્રાણીની જેમ યાંત્રિકપણે, કૃત્રિમપણે ધર્મક્રિયા કરી. તેથી તે પ્રતિક્રમણાદિ ક્રિયા અનનુષ્ઠાનમાં કે અશુદ્ધાનુષ્ઠાનમાં ગોઠવાઈ. બહારથી ધર્મક્રિયા દેખાવા છતાં અંદરમાં તે ધર્મક્રિયારૂપે પરિણામ ન પામી. નિજસ્વરૂપની નિષ્પત્તિમાં તેવી ધર્મક્રિયા સહાયક ન બની. આ રીતે પણ આ જીવ સંસારમાં અટવાયો. યોગબિંદુ, ધાત્રિશત્ ત્રિશિકા તથા અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં પ્રસ્તુત અનનુષ્ઠાનનું વિસ્તારથી વર્ણન મળે છે. તાત્ત્વિક શુદ્ધ ક્રિયાયોગને પણ આ જીવે સારી રીતે આદર્યો નહિ, આચર્યો નહિ.