________________
o ૬/૭
* परंज्योतिः प्रकाशः
२४६३
प
निजात्मद्रव्यम् अपरोक्षतया अनुभूयते । ततः 'अखण्डानन्दमूर्त्तिः अहमित्यनुभूतिसागरे स निमज्जति । इदमेवाऽभिप्रेत्य साम्यशतके विजयसिंहसूरिभिः “ अध्यात्मोपनिषद्बीजमौदासीन्यममन्दयन्। न किञ्चिदपि यः पश्येत् स पश्येत् तत्त्वमात्मनः।।” (सा.श.८४ ) इत्युक्तम् । तदुक्तं योगशास्त्रेऽपि "औदासीन्यपरस्य પ્રાશતે તત્ સ્વયં તત્ત્વમ્” (યો.શા.૧૨/૧૧) કૃતિ
रा
બેન્
परमोदासीनपरिणतिप्रभावेण निर्वाणैकाऽभिलाषितया च अयं निरपायं नैश्चयिकं सानुबन्धयोगं शे योगबिन्दु (३३)-द्वात्रिंशिकाप्रकरणा(१९/१७)दिदर्शितम् उपलभते । निजशुद्धात्मस्वरूपमाहात्म्यज्ञानेन आत्मा प्राचुर्येण वासितो भवति । चित्तवृत्तिप्रवाहोऽपि दृढतया आत्मानुभूतिसमनुविद्धः सम्पद्यते । परं क ज्योतिः निरन्तरं स्वान्तः सहजतः प्रतिभासते । र्णि
અનુષ્ઠાન આદિના કારણે ઉદાસીનભાવ તમામ પ્રકારે પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યારે પોતાના શબ્દો, વિભાવ, વિકલ્પ વગેરેથી પણ પોતાનું આત્મદ્રવ્ય અત્યન્ત છૂટું છે - તેવું સાધક ભગવાન અપરોક્ષપણે વારંવાર અનુભવે છે. તેથી તે ‘હું અખંડાનંદમૂર્તિ છું - આવી સ્વાનુભૂતિના સાગરમાં ડૂબી જાય છે. * ઉદાસીનપરિણતિ તત્ત્વદર્શનબીજ
(ડ્વ.) આ જ અભિપ્રાયથી શ્રીવિજયસિંહસૂરિજીએ સામ્યશતકમાં જણાવેલ છે કે ‘ઉદાસીનતા એ અધ્યાત્મઉપનિષદ્નું બીજ છે. તેને જરા પણ મંદ કર્યા વિના જે સાધક આત્મભિન્ન બીજું કશું પણ ન જુએ, તે જ સાધક આત્માનું સહજ શુદ્ધસ્વરૂપ જુએ.’ શ્રીહેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં પણ જણાવેલ છે કે ઔદાસીન્ય પરિણતિમાં પરાયણ = મગ્ન બનેલા સાધકને તે આત્મતત્ત્વ સ્વયમેવ પ્રકાશે છે.” મતલબ કે ઉદાસીનતાને ઘટાડે નહિ તે સાધક શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે. જ્યારે ઉદાસીનપરિણતિમાં મગ્ન બનેલા સાધક સમક્ષ તો તે શુદ્ધ આત્મતત્ત્વ જાતે જ અપરોક્ષ સ્વરૂપે પ્રકાશવા માંડે છે. આટલી al અહીં વિશેષતા છે, પરંતુ ઉદાસીન પરિણામ એ સ્વાનુભૂતિનો અમોઘ ઉપાય છે, તાત્ત્વિક મોક્ષમાર્ગ છે - આ વાત તો બન્ને સ્થળે સમાનરૂપે જ ફલિત થાય છે. તેથી જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અમૃતવેલની સજ્ઝાયમાં જણાવેલ છે કે
“દેખીયે માર્ગ શિવનગરનો, જેહ ઉદાસીન પરિણામ રે;
તેહ અણછોડતા ચાલીએ, પામીયે જિમ પરમ ધામ રે. ચેતન ! જ્ઞાન અજવાળીએ....” (૨૮) * નિરપાય નૈૠયિક સાનુબંધ યોગને મેળવીએ
(ર.) પરમ ઉદાસીન અંતરંગ પરિણતિના પ્રભાવથી તથા રાગાદિમુક્ત નિજ ચૈતન્યસ્વરૂપને સદા માટે અનાવૃત કરવાની એક માત્ર અભિલાષાથી નિરપાય નિર્વિઘ્ન નૈશ્ચયિક (= નિશ્ચયનયમાન્ય તાત્ત્વિક) સાનુબંધ યોગને સાધક મેળવે છે. યોગબિંદુ, દ્વાત્રિંશિકા પ્રકરણ વગેરે ગ્રંથોમાં સાનુબંધ યોગનું વર્ણન મળે છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના માહાત્મ્યના જ્ઞાનથી આત્મા અત્યન્ત ભાવિત થાય છે, વાસિત થાય છે, સુવાસિત થાય છે. ચિત્તવૃત્તિપ્રવાહ પણ દૃઢપણે નિજસ્વરૂપવિષયક અનુભૂતિથી વણાઈ જાય છે. સાધક ભગવાનને પોતાની અંદર નિરંતર સહજપણે પરમજ્યોતિના દર્શન થાય છે ચૈતન્યપ્રકાશનો અનુભવ થાય છે, પૌદ્ગલિક પ્રકાશથી રહિત એવા પ્રકાશનો પ્રતિભાસ થાય છે.
શુદ્ધ
=
=