SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ २४३८ • निजपरमात्मतत्त्वधारणाप्रवणं चित्तम् । ૨૬/૭ विद्धस्थिरादृष्टिप्रकर्षो बोध्यः। इह समीचीना योगदृष्टिरस्ति, योगदशा तु प्रायः नास्तीति ध्येयम् । तत्पश्चात् कान्तायाम् अप्रशस्तमनो-वाक्-कायप्रवृत्तिः भाररूपेण अनुभूयते । संसारवहनम् - असह्यतामापद्यते । निजनिर्विकल्पचित्स्वभावसारभूतताऽवगमेन प्रशस्ताऽपि त्रिविधप्रवृत्तिः अंशतो भार रूपेण प्रतीयते । परमशान्त-निवृत्तिमयाऽऽत्मद्रव्यपरमानन्दरसाऽऽस्वादनेन अन्तःकरणं प्रवृत्तिं प्रतिनषेधयति । अनादिकालीनो बहिर्मुखी चित्तवृत्तिप्रवाह: आत्मज्ञानगर्भवैराग्याऽस्त्रप्रहारेण अत्यन्तं जर्जरितः श सम्पद्यते । बहिरुत्सुकता म्रियते । प्रवृत्तिराहित्यप्रणिधानतीव्रतया कर्मोदयप्रेरिताऽनिवार्यसांसारिकप्रवृत्ती क नीरसतया निर्मलसम्यग्दर्शनी सम्बध्यते । स्वात्मद्रव्याभिमुखचित्तवृत्तिप्रवाहयोजनसातत्यलक्षणात्मरमणता ४. -निजचैतन्यस्वरूपस्थिरता-कर्मातीतचेतनद्रव्यमग्नतादिकृते अभिलाष-श्रद्धा-संवेग-प्रयत्नादिकं प्रकृष्यते । ।' इत्थं निजपरमात्मतत्त्वधारणायामन्तःकरणं स्वरसतो व्यापिपर्ति । अत एव सांसारिकप्रवृत्तिपरिगतत्वेऽपि का सांसारिकप्रवृत्तौ अभिलाषादिकं न जायते। निजविशुद्धचैतन्यस्वरूपे चाऽभिलाषादिकं जायते एव । यथोक्तं योगबिन्दौ “न चेह ग्रन्थिभेदेन पश्यतो भावमुत्तमम् । इतरेणाऽऽकुलस्याऽपि तत्र चित्तं न जायते ।।” સમજવો. અહીં સમ્યગું યોગદષ્ટિ હોય છે પણ યોગદશા પ્રાયઃ નથી હોતી. આ વાત ધ્યાનમાં લેવી. * કાન્તાદૃષ્ટિની કાન્તિને ઓળખીએ ? () ત્યાર બાદ યોગી “કાંતા' નામની છઠ્ઠી યોગદષ્ટિમાં પ્રવેશે છે. ત્યારે અપ્રશસ્ત એવી મન -વચન-કાયાની પ્રવૃત્તિ ભારબોજરૂપે અનુભવાય છે. સંસારને વેંઢારવો અસહ્ય બને છે. પોતાનો નિર્વિકલ્પ ચૈતન્યસ્વભાવ જ સારભૂત છે, પરમાર્થ છે – આવું અંદરમાં પ્રતીત થાય છે. તેથી મન, વચન, કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ પણ કાંઈક અંશે બોજરૂપ લાગે છે. પરમ શાંત નિવૃત્તિમય એવા આત્મદ્રવ્યના પરમાનંદ રસનો આસ્વાદ માણવાથી નિર્મળ સમ્યગ્દષ્ટિનું અંતઃકરણ બાહ્ય પ્રવૃત્તિનો ઈન્કાર કરે છે. અનાદિકાલીન શ બહિર્મુખી ચિત્તવૃત્તિપ્રવાહ ઉપર આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્યશાસ્ત્રનો પ્રહાર પડે છે. તેથી તે અત્યંત જર્જરિત થાય છે. ચિત્તવૃત્તિની બહારમાં ઉત્સુકતા મરી પરવારે છે. પ્રવૃત્તિરહિત થવાના પ્રણિધાનની તીવ્રતાના લીધે, Gી ન છૂટકે, કર્મોદયના ધક્કાથી પ્રેરાયેલી અનિવાર્ય સાંસારિક પ્રવૃત્તિમાં નીરસપણે નિર્મલસમ્યગ્દર્શની જોડાય છે. પોતાના આત્મદ્રવ્ય તરફ જ ચિત્તવૃત્તિપ્રવાહને સતત વહેવડાવવા સ્વરૂપ આત્મરમણતા માટે નિર્મળ રને સમ્યગ્દષ્ટિ ઝંખે છે. પોતાના ચૈતન્યસ્વરૂપમાં કરવા માટે તે તડપે છે. કર્માતીત-કલ્પનાતીત-કરણાતીત (= ઈન્દ્રિયાતીત) ચેતનદ્રવ્યમાં લીન થવા માટે તે ઝૂરે છે. પોતાના નિuપંચ આત્મસ્વરૂપમાં મગ્ન થવા માટે જ તે મથામણ કરે છે. આવી ઝંખના, તડપન (= શ્રદ્ધા), ઝૂરણા (= સંવેગ), મથામણ (= પ્રયત્ન) વગેરે વધુ ને વધુ સઘન બનતા જાય છે, પ્રકૃષ્ટ બનતા જાય છે. આ રીતે પોતાના પરમાત્મતત્ત્વની જ ધારણા કરવામાં અંતઃકરણ સ્વરસથી સહજપણે પ્રવર્તે છે. તેથી જ સાંસારિક પ્રવૃત્તિઓથી તે ઘેરાયેલ હોવા છતાં સાંસારિક પ્રવૃત્તિમાં રુચિ-તલપ-અભિલાષા-તન્મયતા વગેરે આવતી નથી, જાગતી નથી. તથા પોતાના વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં અભિલાષા વગેરે જાગે જ છે. આ અંગે યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ગ્રંથિભેદ કરવાના લીધે ઉત્તમ = શુદ્ધ એવા ભાવને = નિજસ્વભાવને જોતો સાધક સાંસારિક પ્રવૃત્તિ વગેરેથી ઘેરાયેલ હોવા છતાં પણ રાગાદિશૂન્ય નિજસ્વભાવમાં તેનું ચિત્ત ચોંટતું નથી – એવું નથી.'
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy