SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૬/૭ * भोगसंस्काराऽतिक्रमणम् २४३५ श्रद्धागर्भेण पापविपाकावगमेन गृहारम्भादौ तप्तलोहपदन्यासतुल्या संवेगसारा चित्तवृत्तिः अस्य योगदृष्टिसमुच्चय(७०)-द्वात्रिंशिकादौ (१५/११) दर्शिता । अयं हि वैराग्य-योगभावनादिबलेन भोगसंस्काराऽल्पताकरणेन भोगसंस्कारान् अतिक्राम्यतीति व्यक्तं द्वात्रिंशिकायाम् (२४/७ ) । निरन्तरं द्रव्यकर्म-भावकर्म-नोकर्ममुक्तिमेवाऽयमभिलषति । तदुक्तं योगबिन्दी “भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे म् तनुः” (यो.बि.२०३) इति । अत एव इतः तात्त्विकः भावयोगः योगबिन्दुदर्शितः (२०३) समारभ्यते । श इत्थं हि प्रत्यहं प्रशस्तपरिणामप्रवृद्धिः योगसिद्धिफलरूपेण योगबिन्दु (२०२)- द्वात्रिंशिकाप्रकरणादौ (१४/१५)दर्शिता इहोपलभ्यते। देहादिभिन्न-ध्रुव-शुद्धनिजचैतन्यस्वरूपाऽपरोक्षानुभूतेः देहात्मबुद्धिलक्षणां देहवासनां साकल्येन अयं मुञ्चति । सत्प्रवृत्तिपदाऽपराभिधानस्य ( यो दृ.स.वृ. १७) वेद्यसंवेद्यपदस्य प्रभावोऽयम् अवसेयः। तमोग्रन्थिभेदेन चक्रवर्त्यादिभोगसुखरूपाऽपि अखिला भवचेष्टा प्रकृत्यसुन्दरत्वाऽस्थिरत्वाभ्यां * તખ઼લોહપદ ન્યાસ (શ્રદ્ધા.) આગમમાં પાપના જે ફળ જણાવેલ છે, તેની તેને સારી રીતે શ્રદ્ધા હોય છે. તેથી જ ઘર-દુકાન વગેરેના આરંભ-સમારંભ વખતે પણ પાપભીરુતાના લીધે તેની ચિત્તવૃત્તિ સકંપ હોય છે. તપેલા લોખંડના લાલચોળ ગોળા ઉપર ખુલ્લો પગ મૂકતાં જેવી કંપારી જાગે તેવી કંપારી આરંભ -સમારંભાદિ સમયે તે અનુભવે છે. ત્યારે પણ સંવેગથી ઝળહળતી તેની ચિત્તવૃત્તિ હોય છે. આ વાત યોગદૃષ્ટિ સમુચ્ચય, દ્વાત્રિંશિકા પ્રકરણ વગેરેમાં જણાવેલી છે. સતત વૈરાગ્યભાવના, યોગભાવના વગેરેના બળથી સ્થિરા દૃષ્ટિમાં વર્તતો સમકિતી જીવ ભોગના સંસ્કારોને ઘસી નાંખે છે. આ રીતે તે ભોગસંસ્કારનો ભોગ બનતો નથી પણ ભોગસંસ્કારનો ભોગ લે છે, ભોગસંસ્કારોનું અતિક્રમણ (Overtake) કરે છે. આ વાત દ્વાત્રિંશિકા પ્રકરણમાં સ્પષ્ટ છે. સમ્યગ્દષ્ટિ જીવ સતત જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મથી, રાગાદિ ભાવકર્મથી અને શરીરાદિ નોકર્મથી મુક્તિ = છૂટકારો મેળવવા ઈચ્છે છે. તેથી યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘ગ્રંથિભેદ કરનાર સમિકતી જીવનું મન પ્રાયઃ મોક્ષમાં હોય છે અને તન (= શરીર) સંસારમાં હોય છે.' તેથી જ યોગબિંદુમાં દર્શાવેલ તાત્ત્વિક ભાવયોગનો અહીંથી પ્રારંભ થાય છે. - યોગસિદ્ધિફળની પ્રાપ્તિ al (રૂi.) આ રીતે પ્રતિદિન પ્રશસ્ત પરિણામની પ્રકૃષ્ટ વૃદ્ધિ અહીં ઉપલબ્ધ થાય છે. તે યોગસિદ્ધિના ફળ તરીકે યોગબિંદુ, દ્વાત્રિંશિકા પ્રકરણ વગેરેમાં દેખાડેલ છે. ‘હું દેહાદિથી તદ્દન જુદો, શાશ્વત અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપવાળો આત્મા છું” - આ પ્રમાણે પોતાની અપરોક્ષ અનુભૂતિ થવાના લીધે તે સમકિતી સાધક ‘હું શરીર છું’ - આવી બુદ્ધિસ્વરૂપ દેહવાસનાને સંપૂર્ણતયા છોડે છે. આ વેદ્યસંવેદ્યપદનો પ્રભાવ જાણવો. હેય-ઉપાદેય વસ્તુનું યથાર્થપણે હેય-ઉપાદેયસ્વરૂપે સંવેદન કરવાની ભૂમિકામાં ગોઠવાઈ જવાનો આ મહિમા છે. વેદ્યસંવેદ્યપદનું બીજું નામ યોગદૃષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં ‘સત્પ્રવૃત્તિપદ’ જણાવેલ છે. . ભોગચેષ્ટા શરમજનક (તમો.) તમોગ્રંથિનો અત્યંત ભેદ થવાના લીધે ચક્રવર્તી વગેરેના ભોગસુખસ્વરૂપ એવી પણ તમામ णि का =
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy