SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ ० सम्यग्दृष्टेः शुद्धानुष्ठानम् 0 २४३३ व्यावर्णितं सदनुष्ठानं शुद्धश्रद्धा-संवेगादिभावाऽमृतगर्भतया इत एव परमार्थतः प्रारभ्यते । शास्त्रसंज्ञिनः दृष्टिवादोपदेशिकीसंज्ञाशालिनः अस्य क्षुद्रतादिदोषाऽक्षोभ्याऽन्तःकरणबलेन सदैव । शुद्धानुष्ठानमिष्यते इति व्यक्तं बृहत्कल्पभाष्य(७८)-विशेषावश्यकभाष्य(५०२+५१४)-योगबिन्दु(२०८) ત્રિશિક્ષા(9૪/૧૮ + 9૬)-વાદBરVI(૩૩)ઢિપુ ! ___ अत एव सूक्ष्मदृष्टिविघातकृद् अपायशक्तिमालिन्यम् अत्यन्तं निवर्तते (यो.दृ.स.६८ + द्वा. शे द्वा.२२/२६)। तत आगमैदम्पर्यग्राहिणी वरा प्रज्ञा सूक्ष्मबोधाऽपराऽभिधाना अत्र सम्प्रवर्त्तते । तया के જીવનમાં અવ્યાહત રીતે ફેલાયેલા જોવા મળે છે. વળી, જિનભક્તિ, ગુરુસેવા વગેરે પ્રત્યેની શુદ્ધ શ્રદ્ધા, મોક્ષની તીવ્ર ઝંખના સ્વરૂપ સંવેગ વગેરે ભાવો તેના અંતઃકરણમાં ઉછળતા હોય છે. આ ભાવો અમૃત છે. આ ભાવઅમૃતથી ગર્ભિત હોવાના લીધે જિનવંદન-પૂજાદિ સદનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાનરૂપે પરિણમે છે. આ રીતે અમૃત અનુષ્ઠાનનું મંગલાચરણ પરમાર્થથી સ્થિરા દૃષ્ટિથી જ થાય છે. યોગબિંદુ, ધાર્નાિશિકાપ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં અમૃતઅનુષ્ઠાન વર્ણવેલ છે. સમકિતીને સદા શુદ્ધ અનુષ્ઠાન ! : (શાસ્ત્ર) સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રના આધારે, શાસ્ત્રને સાપેક્ષ રહીને જ સર્વત્ર પ્રવૃત્તિ કરે છે. ગ્રંથિભેદોત્તરકાલીન સમ્યગુદર્શનના પ્રભાવે શાસ્ત્ર એની સંજ્ઞા-સમજણરૂપ બની જાય છે. તેથી તે શાસ્ત્રસંશી' કહેવાય છે. સંયોગવશ કદાચ સમકિતી શાસ્ત્રને ન ભણેલ હોય તો પણ જિનોક્ત સ્યાદ્વાદની સમજણ તેના અંતરમાં યથાર્થપણે પ્રગટી ચૂકેલી હોય છે. સમ્યગ્દર્શનનું આ અવસ્થંભાવી કાર્ય છે. તેથી જ શાસ્ત્રકારો ચારેય ગતિમાં રહેલા તમામ સમકિતી જીવોને દૃષ્ટિવાદોપદેશિકીસંજ્ઞાવાળા કહે છે. દષ્ટિવાદનો = સ્યાદ્વાદનો ઉપદેશ તેમની સંજ્ઞામાં = સમજણમાં વણાયેલો હોય જ છે. બૃહત્કલ્પભાષ્ય, છે વિશેષાવશ્યકભાષ્ય, દંડકપ્રકરણ (ગાથા-૩૩) વગેરેમાં આ બાબત દર્શાવેલ છે. આવા સમકિતીનું A/ અંતઃકરણ કદાપિ ક્ષુદ્રતા વગેરે ભવાભિનંદીપણાના દોષો દ્વારા પરાભવ પામતું નથી, ખળભળતું નથી. આવા અંતઃકરણના સામર્થ્યના લીધે સ્થિરા દૃષ્ટિમાં રહેલા સમકિતીને સદૈવ શુદ્ધ સદનુષ્ઠાન જ હોય છે. આ વાત યોગબિંદુ, ધાત્રિશિકા પ્રકરણ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવેલ છે. છે અપાયશક્તિમાલિન્ય + અવિધાશ્રવ રવાના થાય છે ? (ત) આ અવસ્થામાં શુદ્ધ અનુષ્ઠાન - અમૃત અનુષ્ઠાન પ્રવર્તતું હોવાથી જ સૂક્ષ્મ દૃષ્ટિને ખતમ કરનાર ઝરતુલ્ય અપાયશક્તિમાલિન્ય મૂળમાંથી ઉખડીને કાયમી ધોરણે રવાના થાય છે. નરકાદિ દુર્ગતિનું કારણ બને તેવી પ્રવૃત્તિને અવશ્ય કરાવે તેવા સામર્થ્યને લીધે આત્માની જે મલિનતા ઉભી થયેલી હોય તે અપાયશક્તિમાલિન્ય કહેવાય. નિર્મળસમકિતવાળી સ્થિરા દૃષ્ટિ આવે એટલે આ અપાયશક્તિમાલિન્યનો અત્યંત ઉચ્છેદ થાય છે. આવું યોગદૃષ્ટિસમુચ્ચય અને કાત્રિશિકા પ્રકરણ ગ્રંથમાં જણાવેલ છે. અપાયશક્તિમાલિન્યનો ઉચ્છેદ થવાથી આગમના માત્ર શબ્દને પકડવાના બદલે કે આગમના ઉપર -છલ્લા શબ્દાર્થને વળગવાના બદલે આગમના ઔદંપર્યાર્થ સુધી તેની દૃષ્ટિ પહોંચે છે. આગમના ઐદંપર્યાર્થને - ગૂઢાર્થને શોધી કાઢનારી શ્રેષ્ઠ પ્રજ્ઞાની પરાકાષ્ઠા અહીં સારી રીતે પ્રવર્તે છે. તેનું બીજું નામ “સૂક્ષ્મ બોધ' છે. તે સૂક્ષ્મ બોધના કારણે દેહાદિમાં અહબુદ્ધિ, રાગાદિમાં મમત્વબુદ્ધિ વગેરે નવા-નવા અજ્ઞાનનો
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy