________________
२००८
• परमभावग्राहकनयोपयोजनम् ॥ ऽनुष्णस्वभाववत् । तथाहि - उपचाराऽग्राहकतया परमभावग्राहकनयमते औपचारिकः, औपाधिकः, ए सांयोगिको वा गुणधर्मो नास्ति। अतः तन्नये तप्तस्यापि घृतस्य यथा अनुष्णस्वभावः तथा
जीवसंलग्नयोरपि कर्म-नोकर्मणोः अचेतनस्वभावः एव । परमभावग्राहकद्रव्यार्थिकाऽपराभिधानस्य " निश्चयनयस्य मते सर्वद्रव्याणि असङ्कीर्णस्वभावानि। न हि एकद्रव्यम् अपरद्रव्यस्वभावसाध्यं म कार्यं जातुचित् सम्पादयति । 'न हि श्यामाकबीजं परिकर्मसहस्रेणाऽपि कलमाऽङ्कुराय कल्पते' र्श इति न्यायोऽपि एतन्नयमतानुकूल एवेत्यवधेयम् ।
तदुक्तं देवसेनेन आलापपद्धतौ शुभचन्द्रेण च कार्तिकेयानुप्रेक्षावृत्तौ उभयनयमतसङ्ग्रहाय “असद्भूत१ व्यवहारेण कर्म-नोकर्मणोरपि चेतनस्वभावः। परमभावग्राहकेण कर्म-नोकर्मणोरचेतनस्वभावः” (आ.प.पृ.१५, णि का.अ.गा.२६१/वृ.पृ.१८६) इति । अत एव समयसारे कुन्दकुन्दस्वामिना “ववहारणओ भासदि जीवो देहो - य हवदि खलु एक्को। ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।।” (स.स.२७) इत्युक्तम् ।
___ अत्र द्रव्यानुयोगतर्कणायाम् “असद्भूतव्यवहाराद्” (द्रव्या.त.१३/६) इत्यादिना दर्शिते श्लोके छन्दोभङ्गो वर्त्तते इत्यवधेयम् । તે આ રીતે સમજવું. દા.ત. ઘીનો મૂળભૂત સ્વભાવ અનુષ્ણ છે. અગ્નિના સંયોગથી ઘીમાં ઉષ્ણતા આવે છે. પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય ઉપચારને ગ્રહણ કરતો નથી. તેથી ઔપાધિક-ઔપચારિક -સાંયોગિક સ્વભાવ તેને માન્ય નથી. તેથી પરમભાવગ્રાહક નયના મતે તપાવેલા પણ ઘીનો સ્વભાવ અનુષ્ણ જ છે. તેમ જીવસંલગ્ન એવા પણ કર્મ-નોકર્મમાં પરમભાવગ્રાહક નયના મતે અચેતનસ્વભાવ જ છે. પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયનું બીજું નામ નિશ્ચયનય છે. તેના મતે સર્વ દ્રવ્યોના સ્વભાવ અસંકીર્ણ છે. ક્યારેય પણ એક દ્રવ્યના સ્વભાવથી સાધી શકાય તેવા કાર્યને અન્ય દ્રવ્ય ઉત્પન્ન કરતું
નથી. “શ્યામાક નામના હલકા ચોખાનું બીજ, હજારો પરિકર્મ કરવામાં આવે તો પણ, કલમ નામના - ઉત્તમ ચોખાના અંકુરાને ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતું નથી' - આ ન્યાયે કર્મ કદાપિ ચેતનસ્વભાવસાધ્ય આ કાર્યને કરી ન શકે. આ ન્યાય પ્રસ્તુત નયને અનુકૂળ જ છે. આ વાત ખ્યાલમાં રાખવી.
જે કર્મ-નોકર્મમાં અચેતનરવભાવ (તકુ) ઉપરોક્ત બન્ને નયના મતનો સંગ્રહ કરવા માટે દેવસેનજીએ આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા શુભચન્દ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે “અસદ્દભૂત વ્યવહારનયથી કર્મમાં અને નોકર્મમાં પણ ચેતનસ્વભાવ છે. પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી તો કર્મમાં અને નોકર્મમાં અચેતનસ્વભાવ છે.” આથી જ સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જીવ અને શરીર એક છે – આમ ખરેખર વ્યવહારનય બોલે છે. તથા નિશ્ચયનયના મતે તો ક્યારેય પણ જીવ અને દેહ (= નોકર્મ) એક પદાર્થ નથી.”
આ છંદભંગ દોષ (મત્ર.) પ્રસ્તુત સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં શ્રીભોજકવિએ “સમૂતવ્યવદારાત' ઈત્યાદિ સ્વરૂપે જે શ્લોક દર્શાવેલ છે તેમાં છંદભંગ થાય છે - આ વાતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. 1. व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खलु एकः। न तु निश्चयस्य जीवो देहश्च कदाऽप्येकार्थः।।