SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ • शेषाचार्यमतप्रकाशनम् । १९९५ इयञ्च पावित्र्यादिप्रयोजनापेक्षया प्रवर्तमानत्वात् ‘केवललक्षणा' इत्युच्यते” (प्र.च.४/पृ.४०) इति प्रमाणचन्द्रिकायां शेषाचार्यः। ततश्चैकस्वभावाऽभेदस्वभावयोः अतिरिक्तत्वं निरूढलक्षणाविषयतोपपत्तये आवश्यकम् । अभेदस्वभावे सारोपाया एकस्वभावे च साध्यवसानाया निरूढलक्षणात्वोपपत्त्यर्थमेवाऽयं सामान्यस्वभावगतः रा एकाऽभेदलक्षणः प्रकारभेदः अस्माभिः इह अनुसृतः, निरूढलक्षणाया अनादितात्पर्यविषयीभूता-म ऽर्थनिष्ठत्वात् । न हि साम्प्रतकालीनयादृच्छिकप्रयोजनमनुसृत्य निरूढलक्षणा प्रवर्त्तते । ततश्चाऽनादितात्पर्यानुसारेण ‘गौः अयम्' इत्यत्र साध्यवसानाभिधानया निरूढलक्षणया एकस्वभावः सिध्यति । ‘गौर्वाहीक' इत्यत्र च सारोपाख्यया तया तदतिरिक्तः अभेदस्वभावः सिध्यति । यदि चैकस्वभावाऽभेदस्वभावयोः पार्थक्यं न स्यात्, तर्हि सारोपाया अभेदस्वभावे साध्य- णि वसानायाश्चैकस्वभावे स्वातन्त्र्येण प्रसिद्धं निरूढत्वं सङ्गतं न स्यादिति सारोपा-साध्यवसानयोः का पार्थक्येण निरूढलक्षणात्वोपपत्तिकृते एकस्वभावाऽभेदस्वभावयोः भेदः अनादितात्पर्यानुसारेण कक्षीकर्तव्य एवेति। આવે છે. આમ શ્રોતાને આભીરપલ્લીમાં પાવિત્ર્ય, શૈત્ય વગેરેનું નિવેદન કરવાના પ્રયોજનની અપેક્ષાથી તેવા પ્રકારનો વાક્યપ્રયોગ પ્રવર્તે છે. તેથી પ્રયોજનસાપેક્ષ લક્ષણા કેવલ લક્ષણા' પણ કહેવાય છે.” * એકસ્વભાવભિન્ન અભેદસ્વભાવની સિદ્ધિ છે (તત્ત) તેથી ‘એકસ્વભાવ અને અભેદસ્વભાવ - તે બન્ને સ્વભાવ નિરૂઢલક્ષણાનો વિષય છે' - આવું સિદ્ધ કરવા માટે “તે બન્ને એક નથી પણ જુદા જુદા છે' આવું માનવું જરૂરી છે. આમ અભેદસ્વભાવમાં સારોપા લક્ષણાને અને એકસ્વભાવમાં સાધ્યવસાના લક્ષણોને નિરૂઢલક્ષણા તરીકે સિદ્ધ કરવા માટે જ અમે અહીં સામાન્યસ્વભાવમાં એકસ્વભાવ અને અભેદસ્વભાવ એમ જુદા-જુદા પ્રકારે છે પ્રતિપાદન કરેલ છે. કારણ કે નિરૂઢલક્ષણા તો અનાદિતાત્પર્યવિષયભૂત અર્થમાં રહેલ છે. આજ-કાલથી કોઈએ તેવા પ્રકારનો નવો વાક્યપ્રયોગ શરૂ નથી કર્યો. પણ અનાદિ કાળથી તેવા વાક્યપ્રયોગો ચાલી . આવે છે. વર્તમાનકાલીન વાક્યપ્રયોગ કરનારાઓની ઈચ્છાને કે પ્રયોજનને અનુસરીને તેવા વાક્યપ્રયોગો થતા નથી. તેથી અનાદિકાલીન તાત્પર્ય મુજબ “ી: યમ્ - સ્થળમાં સાધ્યવસાના નામની નિરૂઢલક્ષણા દ્વારા એકસ્વભાવની સિદ્ધિ થાય છે. તથા “ી: વાદ:” – સ્થળમાં સારોપા નામની નિરૂઢલક્ષણા દ્વારા એકસ્વભાવથી અતિરિક્ત એવા અભેદસ્વભાવની સિદ્ધિ થાય છે. * એવભાવ અને અભેદરવભાવ જુદા જુદા છે , (તિ.) જો એકસ્વભાવ અને અભેદસ્વભાવ જુદા-જુદા ન હોય તો સારોપા લક્ષણા અભેદસ્વભાવમાં અને સાધ્યવસાના લક્ષણા એકસ્વભાવમાં સ્વતંત્રપણે-પૃથફસ્વરૂપે નિરૂઢ બની ન શકે. તેથી સારોપા અને સાધ્યવસાના બન્ને લક્ષણાને સ્વતન્નરૂપે નિરૂઢલક્ષણા માનવા માટે અનાદિતાત્પર્ય મુજબ એકસ્વભાવમાં અને અભેદસ્વભાવમાં ભેદ માનવો જરૂરી છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy