________________
२३५१
જ શાખા - ૧૫ અનપેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. ઉન્માર્ગગામી તથા સાધ્વાભાસ જીવોની ઓળખ કરાવો. તેની સેવાનું ફળ શું ? ૨. દેડકાના દષ્ટાંતથી જ્ઞાનનું મહત્ત્વ શી રીતે શાસ્ત્રકારો બતાવે છે ? ૩. ત્રણ બાબતમાં જિનશાસનની વિશેષતા અને જૈનેતર દર્શનની ખામી જણાવો. ૪. ગીતાર્થ કેવળતુલ્ય છે - શાસ્ત્રોના સંદર્ભ દ્વારા છણાવટ કરો. ૫. પાંચ પ્રકારના કુસાધુનું સ્વરૂપ સમજાવો. ૬. ત્રણ પ્રકારના શ્રોતાનો પરિચય તથા તે સંબંધી શાસ્ત્રના સંદર્ભ જણાવો. ૭. બગલાના દષ્ટાંતથી બહિર્મુખી સાધુનું સ્વરૂપ જણાવો. ૮. જ્ઞાની અને અજ્ઞાની બન્ને માર્ગસ્થ હોઈ શકે ખરા ? કઈ રીતે ? ૯, વૈયાવચ્ચના પ્રકાર તથા વિશેષતા જણાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. “અકરણનિયમ વિશે સમજાવો. ૨. ભવસાગરથી તારવામાં સહાયક એવા ઈચ્છાયોગનું સ્વરૂપ સમજાવો. ૩. “દ્રવ્યાનુયોગ એ જ મોક્ષસુખનો આસ્વાદ' - આ વાક્યમાં કેવા પ્રકારનો ઉપચાર છે ? ૪. જ્ઞાનની ત્રણ વિશેષતા જણાવો. ૫. ગુણાનુવાદ દોષરૂપે શી રીતે પરિણમે ? ૬. દસ પ્રકારના જ્ઞાનના નામ જણાવો. ૭. ઝેરના દૃષ્ટાંતથી જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે તફાવત સમજાવો. ૮. જૈનેતર દર્શન પણ જ્ઞાનને શી રીતે પ્રધાન બતાવે છે ? ૯. કોના જીવનમાં જ્ઞાન મુખ્ય છે ? ૧૦. ઐકાંતિક અને આત્યંતિક કલ્યાણ વચ્ચે તફાવત જણાવો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. સમ્યફ પ્રરૂપણા પણ સુલભબોધિ બનાવી શકે. ૨. સ્વરૂપતા નષ્ટ જ્ઞાન સંસ્કારસ્વરૂપે હાજર હોઈ શકે. ૩. આલાપ એ જ સંલાપ છે. ૪. ક્રિયા દ્વારા થતો કર્મનો ઉચ્છેદ એ અનુચ્છેદ સમાન જ છે. ૫. દશવૈકાલિક સૂત્ર કહે છે કે ગીતાર્થના વચનથી હળાહળ ઝેરને પણ પીવું.
નિરુપક્રમ-કર્મનો નાશ ભોગવટા વિના થઈ શકે.