________________
२३४२ ० कर्मनाशोपायोपदर्शनम् ।
૨/૨-૨૨ प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – सम्यग्ज्ञान-क्रियोभयप्राधान्यवन्तः साधवः कृत्स्नौत्सर्गिक रा मोक्षमार्गस्थिताः । श्रावका अपूर्णौत्सर्गिकमोक्षमार्गस्थाः। संविग्नपाक्षिकाः तु आपवादिकमोक्षमार्गस्थाः । ____ अपवर्गमार्गस्य अपूर्णता आपवादिकता वा येषां जीवनपद्धतौ मुख्यतया व्याप्ता तैः आत्मपरिणति- मज्ज्ञान-सम्यग्दर्शनप्राधान्यार्पणेन कृत्स्नौत्सर्गिकमोक्षमार्गप्रतिबन्धककर्माणि हन्तव्यानि । इत्थं प्रतिबन्धश कीभूतकर्महतौ सत्यां कृत्स्नौत्सर्गिकापवर्गमार्गाभिसर्पणसामर्थ्यं प्राप्यते । एतादृशसामर्थ्यप्रादुर्भावप्रेरणाक ऽत्र लभ्यते। तदनुसरणतश्च '"जं मुत्तसुहं तं तच्चं दुक्खसंखएऽवस्सं ।” (वि.आ.भा.२००७) इति विशेषावश्यकभाष्यदर्शितं मुक्तसुखं प्रत्यासन्नं स्यात् ।।१५/२-१२ ।।
હ ઓત્સર્ગિક-આપવાદિક મોક્ષમાર્ગનો વિચાર છે આધ્યાત્મિક ઉપનય :- સમ્યગૂ જ્ઞાન અને સમ્યમ્ ક્રિયા - આ બન્નેની મુખ્યતાવાળા ભાવસાધુ તો સંપૂર્ણ ઔત્સર્ગિક મોક્ષમાર્ગે રહેલા છે. શ્રાવકો અપૂર્ણ = આંશિક ઔત્સર્ગિક મોક્ષમાર્ગે રહેલા છે. છે જ્યારે સંવિગ્નપાક્ષિક સાધુ આપવાદિક મોક્ષમાર્ગે રહેલા છે. મોક્ષમાર્ગની અપૂર્ણતા કે આપવાદિકતા
મુખ્યતયા જેના જીવનમાં છવાયેલ હોય તેમણે આત્મપરિણતિયુક્ત જ્ઞાનને અને સમ્યગ્દર્શનને મુખ્ય બનાવી આ સંપૂર્ણ ઔત્સર્ગિક માર્ગમાં પ્રતિબંધક બનનારા કર્મોને હટાવવા જોઈએ. આ રીતે પ્રતિબંધક કર્મ દૂર થતાં 2 સાધક જીવ સંપૂર્ણ ઔત્સર્ગિક મોક્ષમાર્ગે આગેકૂચ કરવા માટે સમર્થ બને છે. આવું સામર્થ્ય આપણામાં
પ્રગટાવવાની પાવન પ્રેરણા પ્રસ્તુત શ્લોક આપણને કરે છે. તે પ્રેરણાને અનુસરવાથી વિશેષાવશ્યકભાષ્યમાં વર્ણવેલ મુક્તદશાનું સુખ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “જે મુક્તાત્માનું સુખ છે, તે જ નિરુપચરિત છે. કારણ કે તમામ દુઃખોનો ઉચ્છેદ થતાં તે અવશ્ય પ્રગટે છે.” (૧૫/-૧૨)
( લખી રાખો ડાયરીમાં...... • ઉત્કૃષ્ટ સાધના કલિકાલમાં શક્ય નથી.
ઉત્કૃષ્ટ ઉપાસના કલિકાલમાં પણ શક્ય છે.
• વાસના અન્યના અને પોતાના જીવનની કુરબાની લે છે.
ઉપાસના તો સર્વસ્વસમર્પણસ્વરૂપ છે. • સાધનાની અવેજીમાં ઉપાસના ચાલે.
| ઉપાસનાની અવેજીમાં કશું ન ચાલે. • વાસનાને શરીર ચૂંથવામાં જ રસ છે.
ઉપાસનાને શરીરમુક્ત થવામાં રસ છે.
1. યક્ મુસુવું તત્ તથ્ય ટુવસરેડવશ્યમ્ |