SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ /-૨ ज्ञेयः इति उक्तं श्रीहरिभद्रसूरिभिः षोडशकादौ षोडशकप्रकरणस्य प्रारम्भ एव । प तदुक्तं षोडशके “बालः पश्यति लिङ्गम्, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते रा सर्वयत्नेन।।” (षो.१/२) इति । तत्र यशोविजयवाचकेन्द्रकृता योगदीपिकाव्याख्या तु एवम् “बालः = विवेकविकलो धर्मेच्छुरपि लिङ्ग बाह्यवेशं पश्यति प्राधान्येन । मध्यमबुद्धिः मध्यमविवेकसम्पन्नो वृत्तम् म आचारं विचारयति 'यदि अयमाचारवान् स्यात् तदा वन्द्यः स्यादिति वितर्कारूढं करोति । बुधः विशिष्टविवेकसम्पन्नः तु सर्वयत्नेन = सर्वादरेण, आगमतत्त्वं सिद्धान्तपरमार्थं परीक्षते पुरस्कृत्याऽऽद्रियते । बालादीनां बाह्यदृष्ट्यादौ च स्वरूपभेद एव हेतुः " ( षो. १/२, यो. दी. वृत्ति) इति । अधिकं तु तद्वृत्तौ कल्याणकन्दल्याम् अवोचाम इत्यवधेयम् । क र्णि प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - बाल-मध्यम- पण्डितमध्ये बालः बाह्यवेशमात्रं धर्मतया पश्यति, का પંડિત તરીકે જાણવા. આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ષોડશક પ્રકરણના પ્રારંભમાં જ જણાવેલ છે. * બાલ જીવની ઓળખ = = * षोडशकसंवादः = = = = = २२५५ = र्श (તલુરું.) ષોડશક પ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે બાલ જીવ લિંગને જુવે છે. મધ્યમબુદ્ધિવાળો જીવ આચારને વિચારે છે. બુધ = પંડિત જીવ તો સર્વત્ર પ્રયત્ન વડે આગમ તત્ત્વને વિચારે છે.’ મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે ષોડશક પ્રકરણ ઉપર યોગદીપિકા નામની વ્યાખ્યા રચેલી છે. તેમાં તેઓશ્રીએ પ્રસ્તુત શ્લોકનું વિવરણ કરતા જણાવેલ છે કે જેની પાસે સાર-અસાર, ગૌણ -પ્રધાન, ઉત્સર્ગ-અપવાદ આદિને સમજવાની વિવેકદૃષ્ટિ નથી તે બાલ જીવ કહેવાય છે. તેને ધર્મની ઈચ્છા હોવા છતાં પણ પ્રધાનતયા બાહ્ય વેશ (રજોહરણ, મોરપીંછ, ત્રિશૂલ, જટા, ભગવા વસ્ત્ર, ચીપિયો, કમંડલ વગેરે)ને જ ધર્મસ્વરૂપે જુવે છે. (તેથી જ ધર્મરૂપે જણાયેલ બાહ્ય વેશ જેની પાસે હોય તે બધામાં સમાન રીતે વંદનીયતાનું ભાન બાલ જીવ કરે છે અને તે બધાની સમાન રૂપે ભક્તિ વગેરે ધર્માર્થી બાલ જીવ કરે છે.) જેની પાસે સાર-અસાર, હેય-ઉપાદેયને સમજવાની મધ્યમકક્ષાવાળી વિવેકદૃષ્ટિ છે પરંતુ પ ઉત્સર્ગ-અપવાદને વિશે નિર્ણય કરવાની શક્તિ વિકાસ પામી હોતી નથી તે મધ્યમબુદ્ધિ કહેવાય છે. તે (માત્ર બાહ્ય લિંગને = વેશને જ પ્રધાનતયા ધર્મ રૂપે જોતો નથી. પરંતુ) સામેની વ્યક્તિના આચારને વિચારે છે. મતલબ કે લિંગ હોવા ઉપરાંત જો તે આચારસંપન્ન હોય તો તે વંદનીય બને. આવી રીતે તે સદાચારને વિતર્ક વિચાર રૂપી કસોટીપથ્થર ઉપર ચઢાવે છે. તથા પંડિત જીવ તેને કહેવાય કે જે વિશિષ્ટ વિવેકદૃષ્ટિથી યુક્ત હોય. તે તો સંપૂર્ણ આદરથી (સામેની વ્યક્તિ પાસે બાહ્ય વેશ હોય અને સદાચાર હોય તો પણ તેના) સિદ્ધાંતના પરમાર્થને = તાત્પર્યાર્થને આગળ કરીને = પ્રધાન કરીને ધર્મતત્ત્વને આદરે છે. બાલ વગેરે જીવોની બાહ્ય દૃષ્ટિ વગેરેમાં તેઓના સ્વરૂપની ભિન્નતા જ કારણભૂત છે. અર્થાત્ બાલાદિ જીવોનું સ્વરૂપ જ એવું છે કે તેઓની રુચિ તથાપ્રકારની છે. આ રીતે સ્વરૂપભેદ જ તેમાં કારણ છે.’ આ વિશે વિસ્તારથી જાણવાની રુચિવાળા જીવોએ અમારી કલ્યાણકંદલી નામની ટીકા જોવી. તેમાં અમે વિસ્તારથી પ્રસ્તુત વિગત જણાવેલ છે. આ બાબતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. છે વિશુદ્ધ પરિણતિ એ તાત્ત્વિક ધર્મ છ આધ્યાત્મિક ઉપનય :- ત્રણ પ્રકારના જીવોમાંથી બાલ જીવ માત્ર વેશથી જ સામેનામાં ધર્મને
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy