________________
२१७६ ० दिगम्बरमतनिराकरणम् ।
१४/१० “તે ધર્માસ્તિકાયાદિકમાંહિ અપેક્ષાઈ અશુદ્ધ પર્યાય પણિ હોઈ. નહીં તો, પરમાણુપર્યતવિશ્રામઈ પુદ્ગલદ્રવ્યઈ પણિ ન હોઈ - એહવઇ અભિપ્રાય ઈ કહઈ છઈ -
ननु धर्मास्तिकायादिद्रव्येषु अशुद्धद्रव्यव्यञ्जनपर्याया नैव सन्ति इति चेत् ? मैवम्, अतिदीर्घकालीनगति-स्थित्यादिशालिजीवादिपरद्रव्यसव्यपेक्षतया तत्र तादृशगति-स्थितिसहायकत्वादीनाम् अशुद्धद्रव्यव्यञ्जनपर्यायरूपता अनपलपनीयैव दिगम्बरैकदेशीयैः। -
यदि धर्मास्तिकायादिद्रव्येषु जीवादिपरद्रव्याऽपेक्षया जायमाना पर्याया अशुद्धद्रव्यव्यञ्जनपर्यायतया श नाऽभ्युपगम्यन्ते तर्हि पुद्गलद्रव्येऽपि अशुद्धद्रव्यव्यञ्जनपर्याया न स्युः, युक्तेः उभयत्र तुल्यत्वात् । क न च परापेक्षया जायमाना अशुद्धद्रव्यव्यञ्जनपर्याया धर्मास्तिकायादिदेश-प्रदेशेषु विश्रान्ता णि इति धर्मास्तिकायादिषु न परापेक्षाऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायसम्भव इति वाच्यम्, का तुल्ययुक्त्या परापेक्षया जायमाना घट-पटादयः अशुद्धद्रव्यव्यञ्जनपर्याया अपि कपाल-तन्त्वादिषु विश्रान्ताः ते च स्वावयवेषु इति क्रमेण परमाणुपर्यन्तविश्रामान्न स्कन्धात्मकपुद्गलद्रव्येऽशुद्धद्रव्य
અવતરણિકા :- (7) નવમા શ્લોકમાં જણાવ્યા મુજબ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં શુદ્ધ-અશુદ્ધ અર્થપર્યાય જેમ રહે છે, તેમ શુદ્ધ-અશુદ્ધ વ્યંજનપર્યાય પણ તેમાં રહે છે. તેમ છતાં અમુક દિગંબરો ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયને માનતા જ નથી. પરંતુ તે વાત વ્યાજબી નથી. કારણ કે અતિદીર્ઘકાલીન ગતિ, સ્થિતિ વગેરેને ધરાવનારા જીવાદિ પરદ્રવ્યને સાપેક્ષ હોવાથી અતિદીર્ધકાલીનગતિસહાયકત્વ, તાદેશસ્થિતિસહાયકત્વ વગેરે જે પર્યાયો ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં ઉત્પન્ન થાય છે, તેમાં અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયરૂપતાનો અપલાપ દિગંબરદેશીય કરી શકે તેમ નથી જ.
(હિ) જો ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં જીવાદિ પરદ્રવ્યોની અપેક્ષાએ ઉત્પન્ન થતા એવા પર્યાયોને છે પણ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપે સ્વીકારવામાં ન આવે તો પુદ્ગલ દ્રવ્યમાં પણ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયો દિગંબરદેશીય વિદ્વાનોને માન્ય થઈ નહિ શકે. કારણ કે યુક્તિ તો ઉભયપક્ષે તુલ્ય જ છે.
શંકા :- (ન ઘ.) જીવાદિ પરદ્રવ્યની અપેક્ષાએ ઉત્પન્ન થતા અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયો ધર્માસ્તિકાય ગ વગેરેના દેશમાં અને પ્રદેશમાં વિશ્રાંત થયેલા છે. ધર્માસ્તિકાય વગેરેના દેશમાં અને પ્રદેશમાં જ રહેલા
હોવાના કારણે તે અશુદ્ધ પર્યાયો ધર્માસ્તિકાય વગેરે અખંડ દ્રવ્યમાં ઉત્પન્ન થઈ શકતા નથી. ધર્માસ્તિકાય આદિ વ્યાપક દ્રવ્ય સુધી તે અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયો પહોંચી શકતા નથી. તેથી ધર્માસ્તિકાય વગેરે અખંડ સ્કંધદ્રવ્યમાં પરસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયની ઉત્પત્તિ અસંભવિત છે.
છે ધર્માસ્તિકાયાદિમાં પણ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે સમાધાન :- (કુન્ય) જો તમે પરસાપેક્ષ એવા ઉત્પદ્યમાન અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયોને ધર્માસ્તિકાય વગેરેના દેશમાં અને પ્રદેશમાં વિશ્રાંત થયેલા માનશો તો સમાન યુક્તિથી પ્રતિપક્ષી વિદ્વાનો પણ એમ કહી શકે છે કે “પુદ્ગલ દ્રવ્યના જે ઘટ-પટ વગેરે પર્યાયો, પરદ્રવ્યની અપેક્ષાએ કે પરસંયોગની અપેક્ષાએ ઉત્પન્ન થતા હોવાથી, અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે માન્ય છે, તે અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયો પણ કપાલ, તંતુ વગેરે દેશમાં = ઉપાદાનકારણમાં વિશ્રાંત થયેલા છે. તથા કપાલ, તંતુ વગેરે પણ પરદ્રવ્યસાપેક્ષ