________________
१४/६ ___ शब्दपर्यायोऽर्थधर्मः ।
२१४९ अथवा पुरुषवस्तुनि पुरुषध्वनिः = व्यञ्जनपर्यायः । शेषो बालादिधर्मकलापोऽर्थपर्याय इति गाथासमुदायार्थः । । .....તંત્ર નામનયામાથાત્ નામ-નામવતોરમેાત્ “પુરુષ'શદ્ધ ઇવ પુરુષાર્થસ્થ વ્યગ્નનપર્યાય | યદ્વી પુરુષ' इति शब्दो वाचको यस्य अर्थगततद्वाच्यधर्मस्य असौ पुरुषशब्दः । स चाऽभिधेयपरिणामरूपो व्यञ्जनपर्यायः । कथं नाऽर्थधर्मः ? થતી નથી. શરૂઆતના વરસોમાં “આ બાલ છે, ઘરડો નથી' - આ રીતે પ્રતીતિ થાય છે. પછીના વરસોમાં
આ તરુણ છે. હવે આ કાંઈ નાનું બાળક નથી' – આવી પ્રતીતિ થાય છે. થોડાક વરસો બાદ “આ યુવાન છે, નાનું બચ્યું નથી' - આવી પ્રતીતિ થાય છે. તથા પાછલી અવસ્થામાં “હવે આ ઘરડો થઈ ગયો, પહેલાની જેમ યુવાન નથી' આવી પ્રતીતિ થાય છે. મતલબ કે પલટાતા કાળની સાથે “આ ઘરડો નથી, આ બાળક નથી, આ યુવાન નથી...' ઈત્યાદિ રૂપે વિવિધ વ્યતિરેકબુદ્ધિ = નિષેધાત્મક પ્રતીતિ તે જ માણસને ઉદેશીને થાય છે. તેથી માણસ તરીકેનો વ્યંજનપર્યાય દીર્ઘ કાળ સુધી વ્યાપ્ત હોવા છતાં બાલાદિ પર્યાય મનુષ્યપર્યાયની જેમ દીર્ધકાળવ્યાપી નથી પરંતુ થોડા થોડા વરસો સુધી તે બાલાદિ પર્યાય વ્યાપીને રહે છે - તેવું ઉપરોક્ત વિચાર-વિમર્શ દ્વારા ફલિત થાય છે.....
નામ-નામીનો અભેદ : નામનાય . (અથવા) વ્યાખ્યાકાર અભયદેવસૂરિજી મહારાજ “અથવા' શબ્દનો પ્રયોગ કરીને સંમતિતર્ક ગ્રંથની પ્રસ્તુત ગાથાની બીજી રીતે વ્યાખ્યા કરે છે. “પુરુષ પદાર્થમાં વપરાતો “પુરુષ' શબ્દ એ વ્યંજનપર્યાય જાણવો. તથા બાકીના બાલ-તરુણ વગેરે ગુણધર્મોનો = અવસ્થાઓનો સમૂહ તે અર્થપર્યાય જાણવો. આ પ્રમાણે સંમતિતર્કની ગાથાનો સમુદાયાર્થ જાણવો. ગાથાના એક એક શબ્દ ઉપર ભાર આપીને છણાવટ કરવાના બદલે સમગ્રતયા ગાથાનું વિહંગાવલોકન કરવાથી જે અર્થ સમજાય તે અર્થ ગાથાનો છે સમુદાયાર્થ કહેવાય છે.... જૈનશાસનમાં અનેક પ્રકારના નયો બતાવેલા છે. તેમાંથી નામનયના અભિપ્રાયથી વિચારીએ તો પુરુષ એવો શબ્દ એ જ પુરુષ વસ્તુનો વ્યંજનપર્યાય છે. જે વસ્તુને વિશે શબ્દનો = નામનો પ્રયોગ થાય તે વસ્તુ નામી = નામવાળી કહેવાય. નામનયના અભિપ્રાયથી નામ અને નામી વચ્ચે અભેદ રહેલો છે. આ કારણસર “પુરુષ' શબ્દનો = નામનો નામીમાં = પુરુષ વ્યક્તિમાં અભેદ માનીને “પુરુષ' શબ્દને પુરુષવ્યક્તિના વ્યંજનપર્યાય તરીકે અહીં ઓળખાવેલ છે. અથવા તો પુરુષ: શબ્દઃ ચર્ચ તે પુરુષશબ્દ' આ મુજબ બહુવ્રીહિ સમાસને અહીં સ્વીકારીને બીજી રીતે પણ વ્યાખ્યા કરી શકાય કે પુરુષવ્યક્તિમાં રહેલ જે ગુણધર્મ (= પરિણતિ) “પુરુષ’ શબ્દથી જણાવી શકાય, જે ગુણધર્મનો (= પ્રસ્તુતમાં માણસાઈ સ્વરૂપ પરિણતિનો) વાચક પુરુષ” કે “માણસ” એવો શબ્દ છે તે ગુણધર્મ જ “પુરુષ' શબ્દ તરીકે સમજવો. તેથી તે માણસાઈ વગેરે અર્થપરિણતિ સ્વરૂપ મનુષ્યધર્માત્મક વ્યંજનપર્યાય શા માટે અર્થનો = વસ્તુનો ધર્મ = પર્યાય ન બને ?
છે વ્યંજનપર્યાય પણ વસ્તુનિષ્ઠ છે સ્પષ્ટતા :- માણસાઈ નામની મનુષ્યનિષ્ઠ પરિણતિને “મનુષ્ય' શબ્દ જણાવે છે. તેથી “માણસ શબ્દ' આવા શબ્દમાં બહુવ્રીહિ સમાસને સ્વીકારવાથી તેનો અર્થ થશે મનુષ્યપરિણતિ = માણસાઈ. આમ વ્યંજનપર્યાય પણ શબ્દવાચ્ય વસ્તુનો ધર્મ બનશે.