________________
૨૪/૬
• जीवे इवान्यत्रापि अशुद्धार्थपर्यायाः ०
२१४७ તથા (બાલાદિક) બાલ-તરુણાદિપર્યાય તે (અર્થથી પર્યાયત્ર) અર્થપર્યાય (કહાય=) કહિયા. રણ
તિમ સર્વત્ર લાવીનઈ લેવું. तेनैव प्रकारेण तत्रैव बालादिः = बाल-तरुण-वृद्धादिपर्यायः नानाक्षणघटितस्वल्पकालव्यापी तु .. एकोऽनुगतः द्रव्यगतः अर्थपर्याय: प्रोक्तः। तस्मात् कारणात् ‘स्थूलकालस्थायी अर्थपर्यायः कथं । सम्भवेत् ?' इति न शङ्कनीयम्, यतो न हि बाल-तरुणादिलक्षणोऽर्थपर्यायः समयमात्रस्थायी रा भवति, अपेक्षितदीर्घकालं यावत् तत्रैव पुरुषे 'बाल' इति अभिन्नशब्द-प्रतीति-व्यवहाराणामुपलब्धेः। म
केवलमयमत्र विशेषो यदुत केवलैकसमयवर्ती अर्थपर्यायः शुद्धर्जुसूत्रनयविषयत्वात् शुद्धद्रव्यार्थपर्यायः, स्वल्पकालवी चार्थपर्यायः अशुद्धर्जुसूत्रनयगोचरत्वाद् अशुद्धद्रव्याऽर्थपर्याय इति।
एवं सर्वत्रैव आकाशादौ वस्तुनि अर्थपर्यायः स्थूलकालव्यापितयाऽपि ग्राह्यः। ततश्चान्यत्राऽप्यशुद्धार्थपर्यायाः सम्भवन्तीति ध्येयम् । મનુષ્યશબ્દવાએ મનુષ્યનિષ્ઠ વ્યંજનપર્યાય સંમતિતર્કમાં જણાવેલ છે, તે જ રીતે ત્યાં જ બાલ-તરુણ-વૃદ્ધ વગેરે પર્યાયને દ્રવ્યવર્તી અર્થપર્યાય તરીકે જણાવેલ છે. જે કારણે બાલ-તરુણ વગેરે દશા અર્થપર્યાય સ્વરૂપે સંમતિતર્કમાં જણાવેલ છે, તે કારણે “સ્થૂલકાલીન = અનેકક્ષણસ્થાયી અશુદ્ધ અર્થપર્યાય કઈ રીતે સંભવે?” - આવી શંકા ન કરવી. કેમ કે આ બાલ-તરુણ વગેરે અવસ્થાઓ ફક્ત એક જ ક્ષણ પૂરતી નથી હોતી. પરંતુ તે અનેકફણગર્ભિત થોડા સમય સુધી વ્યાપીને રહેનાર હોય છે. માણસ પ્રથમ ક્ષણે બાલ હોય, બીજી ક્ષણે તરુણ હોય, ત્રીજી ક્ષણે વૃદ્ધ હોય અને ચોથી જ ક્ષણે મૃત્યુ પામે આવો નિયમ વ્યવહારમાં જોવા મળતો નથી. તેથી બાલાદિ અર્થપર્યાય માત્ર ક્ષણવ્યાપી નથી પણ સ્થૂલકાલવ્યાપી છે. બાલ, તરુણ વગેરે પર્યાય માત્ર એક સમય રહેતો ન હોવાનું બીજું કારણ એ પણ છે કે વ્યવહારમાં અપેક્ષિત અમુક વર્ષો છે સુધી તે જ માણસમાં બાલ વગેરે એક જ શબ્દ ઉપલબ્ધ થાય છે. અમુક વરસો સુધી બાલ વગેરે રૂપે વા જ માણસની પ્રતીતિ થાય છે. અમુક વરસો સુધી માણસમાં બાલ વગેરે રૂપે જ વ્યવહાર ઉપલબ્ધ થાય છે. તેથી અશુદ્ધ અર્થપર્યાયનો અપલાપ કરી શકાય તેમ નથી.
* શુદ્ધ-અશુદ્ધ અર્થપચય વચ્ચે તફાવત . (વ.) અહીં શુદ્ધ અને અશુદ્ધ અર્થપર્યાયમાં તફાવત એ છે કે માત્ર એકસમયવર્તી અર્થપર્યાય એ “શુદ્ધ દ્રવ્ય અર્થપર્યાય' કહેવાય. કારણ કે તે શુદ્ધ ઋજુસૂત્રનો વિષય છે. તથા જે અર્થપર્યાય એક ક્ષણ કરતાં થોડો વધુ સમય રહે, તે અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય કહેવાય. કારણ કે તે અશુદ્ધ ઋજુસૂત્રનયનો વિષય છે.
- અશુદ્ધ અર્થપર્યાયની વ્યાપકતા - (ર્વ) મનુષ્યમાં બાલાદિ અવસ્થા સ્વરૂપ અર્થપર્યાય જેમ થોડાક સ્થૂલ કાળમાં વ્યાપીને રહે છે તેમ બધી જ વસ્તુમાં અર્થપર્યાય થોડાક સમય સુધી જ લાઈને રહે તો તે પણ અશુદ્ધ અર્થપર્યાય તરીકે કલ્પી શકાય. તેથી આત્માની જેમ આકાશ વગેરેમાં પણ અશુદ્ધ અર્થપર્યાય સંભવી શકે. થોડા સમય માટે અમુક સ્થળે સ્થિર રહેલો ઘડો ફૂટી જાય ત્યારે આકાશમાં તે ઘટઅવગાહનાપર્યાય અશુદ્ધ અર્થપર્યાય તરીકે સમજી શકાય છે. આમ ધર્માસ્તિકાય વગેરેમાં પણ અશુદ્ધ અર્થપર્યાયને ધ્યાનમાં લેવા.