SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ મારા * व्यञ्जनपर्यायेभ्यः अर्थपर्यायाः अनन्तगुणाः १४/२ “अर्थपर्यायः सूक्ष्मः प्रतिक्षणध्वंसी उत्पाद - व्ययलक्षणः " (का. अ. गा. २७४ / वृ.पृ.१९७) इति कार्त्तिकेयानु प्रेक्षावृत्तौ शुभचन्द्रः । “प्रज्ञाप्यन्ते विशेषावश्यकभाष्यवृत्तौ मलधारि श्रीहेमचन्द्रसूरिभिस्तु प्ररूप्यन्ते इति प्रज्ञापनीया: वचनपर्यायत्वेन श्रुतज्ञानगोचरा इत्यर्थः । के ? भावा ऊर्ध्वाऽधस्तिर्यग्लोकान्तर्निविष्टभू-भवन-विमान-ग्रह -નક્ષત્ર-તારાન્દ્રાયઃ તે સર્વેઽપિ મિનિતા વિમ્ ? કૃત્સાદ -૩4નન્તતમેવ માત્તે વર્ત્તત્તે પામ્ ? अत्राह – अनभिलाप्यानाम् अर्थपर्यायत्वेन अवचनगोचरापन्नानाम्” (वि.आ.भा. १४१ वृ.) इत्युक्त्या क अभिलाप्यभावानां व्यञ्जनपर्यायत्वम् अनभिलाप्यभावानाञ्चार्थपर्यायत्वमावेदितम् । र्णि अग्रे च तत्रैव तैरेव “इन्द्रो दुश्च्यवनो हरिः - इत्यादि (पर्याय ) शब्दैः येऽभिलप्यन्ते ते सर्वेऽपि शब्दपर्यायाः । ये त्वभिलपितुं न शक्यन्ते श्रुतज्ञानविषयत्वाऽतिक्रान्ताः केवलज्ञानादिविषयाः तेऽर्थपर्यायाः” (वि.आ.भा.२१८० मल.हे.वृ.) इत्युक्त्या पर्यायशब्दवाच्यस्य अर्थपरिणामस्य व्यञ्जनपर्यायत्वमुक्तम्। વ્યાવૃત્તિબુદ્ધિના = ભેદબુદ્ધિના જનક છે. તેથી અર્થપર્યાયો વિશેષપદાર્થસ્વરૂપ છે.’ આ અન્ય પરિભાષા પણ ખ્યાલમાં રાખવી. (“ર્થ.) કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં દિગંબર શુભચંદ્રજીએ ‘સૂક્ષ્મ, પ્રતિક્ષણધ્વંસી, ઉત્પાદ-વ્યયરૂપ અર્થપર્યાય છે’ આમ જણાવેલ છે. म र्श २१२० - * અભિલાષ્યભાવ = વ્યંજનપર્યાય : શ્રીહેમચન્દ્રસૂરિ (વિશેષા.) વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિમાં મલધારી શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે તો પ્રસ્તુત વિષયમાં વિશેષ પ્રકાશ પાથરેલ છે. તેઓશ્રીએ ત્યાં એવું જણાવેલ છે કે “જે ભાવોની પ્રરૂપણા થઈ શકે તે પ્રજ્ઞાપનીય ભાવો કહેવાય છે. મતલબ કે વચનપર્યાયરૂપે = વ્યંજનપર્યાયરૂપે શ્રુતજ્ઞાનનો વિષય બને તે પ્રજ્ઞાપનીય કહેવાય. ઊર્ધ્વલોક, અધોલોક, તિર્યક્લોક - આ ત્રણેય લોકમાં રહેલ પૃથ્વી, ભવન, વિમાન, ગ્રહ, નક્ષત્ર, તારા, સૂર્ય, ચન્દ્ર વગેરે જેટલા પણ પ્રજ્ઞાપનીય ભાવો વ્યંજનપર્યાયો છે, તે બધાય ભેગા ] કરવામાં આવે તો અનભિલાપ્ય ભાવોના અનન્તમા એક ભાગમાં જ તે સમાઈ જાય. અર્થાત્ અભિલાપ્ય = = ભાવો કરતાં અનભિલાપ્ય ભાવો અનંતગુણ અધિક છે. અર્થપર્યાયસ્વરૂપ હોવાના કારણે અનભિલાપ્ય ર ભાવો શબ્દનો વિષય બનતા નથી.” આવું કહેવા દ્વારા મલધારી હેમચન્દ્રસૂરિજીએ ‘અભિલાપ્ય ભાવો વ્યંજનપર્યાય છે તથા અનભિલાપ્ય ભાવો અર્થપર્યાય છે' - આવું સૂચિત કરેલ છે. = પર્યાયશબ્દવાચ્ય અર્થપરિણામ = વ્યંજનપર્યાય - હેમચન્દ્રસૂરિજી (થ્રે.) તથા તે જ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં આગળ ઉપર તેઓશ્રીએ જ જણાવેલ છે કે ‘ઈન્દ્ર, દુશ્મવન, હરિ, શક્ર, પુરંદર વગેરે પર્યાયશબ્દો દ્વારા જે પર્યાયનું પ્રતિપાદન થઈ શકે છે તે બધાય પર્યાય શબ્દપર્યાય વ્યંજનપર્યાય જાણવા. પરંતુ જે પર્યાયનું શબ્દ દ્વારા પ્રતિપાદન કરવું શક્ય નથી તેવા પર્યાયો શ્રુતજ્ઞાનની વિષયતાને ઓળંગી જાય છે. તેમ છતાં તે પર્યાયો કેવળજ્ઞાનાદિના વિષય બનતા હોય છે. આવા પર્યાય અર્થપર્યાય રૂપે જાણવા.' આવું કહેવા દ્વારા તેઓશ્રીએ પર્યાયશબ્દવાચ્ય જે અર્થપરિણતિ હોય તે વ્યંજનપર્યાય કહેવાય' - આમ જણાવેલ છે તે ખ્યાલમાં રાખવું.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy