________________
વિશ
२१०२
* रागादेः कर्मोपादानकत्वम्
१३/१७
रूपमेव, अनात्मद्रव्योपादानकमेव, कर्म-काल-नियतिप्रभृतिजन्यमेव, पुद्गलव्याप्यमेव, कर्मपुद्गलनिष्ठमेव ચ' કૃતિ ભાવનયાત્રાભદ્રવ્ય-રાઘોઃ (૧) અનાવિઢ: પ્રાન્તઃ સ્વ-સ્વામિમાવસવૃન્દઃ, (૨) उपादानोपादेयभावसम्बन्धः, (३) कर्तृ- कर्मभावसम्बन्धः, (४) व्याप्य - व्यापकभावसम्बन्धः, (५) भोक्तृ - भोग्यभावसम्बन्धश्च प्रच्यवन्ते ।
केवलं निमित्त-नैमित्तकभावसम्बन्ध एव छद्मस्थदशायां दशमगुणस्थानकं यावत् तयोः विद्यते, ઉપાદાનકારણ અનાત્મદ્રવ્ય જ છે. (૩) કર્મ, કાળ, નિયતિ વગેરેના કારણે જ રાગાદિ ઉત્પન્ન થાય છે. (૪) તથા પુદ્ગલદ્રવ્યને વ્યાપીને રાગાદિ પરિણામો રહેલા છે. રાગાદિ કર્મપુદ્ગલના જ વ્યાપ્ય છે. તથા રાગાદિ પરિણામો કર્મપુદ્ગલદ્રવ્યમાં જ રહેલા છે, આત્મામાં નહિ.” આ પ્રમાણેની ભાવના કરવાથી આત્મદ્રવ્ય અને રાગાદિ વચ્ચે પાંચ પ્રકારના ભ્રાન્ત સંબંધો ખતમ થાય છે. તે આ રીતે
-
(૧) ‘રાગાદિ એ અનાત્મદ્રવ્યના અંશરૂપ છે’- તેવું જાણવાથી તેમાં પોતાપણાનો ભાવ, મમત્વબુદ્ધિ ખલાસ થાય છે. ‘હું રાગાદિનો માલિક છું’- તેવી બુદ્ધિ નાશ પામે છે. તેથી આત્મદ્રવ્ય અને રાગાદિ પરિણામ વચ્ચેનો અનાદિકાલીન ભ્રાન્ત સ્વ-સ્વામિભાવ સંબંધ નષ્ટ થાય છે.
(૨) ‘રાગાદિનું ઉપાદાનકારણ અનાત્મદ્રવ્ય-કર્મપુદ્ગલ જ છે' - તેમ અંદરથી સ્વીકારવાથી આત્મા અને રાગાદિ વચ્ચે જે અનાદિકાળથી ઉપાદાન-ઉપાદેયભાવ સંબંધ ભાસતો હતો, તે રવાના થાય છે. ‘આત્મા રાગાદિનું ઉપાદાનકારણ નથી. તથા રાગાદિ આત્માનું ઉપાદેય કાર્ય નથી’ - આવી સમજણ અંદરમાં સ્પષ્ટ થવાથી રાગાદિ પરિણામોમાં એકત્વબુદ્ધિ થતી અટકે છે.
(૩) ‘કર્મ, કાળ વગેરે જ રાગાદિને જન્માવે છે’ - તેવું અંદ૨માં યથાર્થપણે ભાન થવાથી આત્મા ] અને રાગાદિ વચ્ચે જે કર્તા-કર્મભાવ સંબંધ અનાદિકાલીન ભ્રાન્તિથી ભાસતો હતો, તે વિદાય લે છે. આત્મા રાગાદિનો કર્તા બનતો નથી. તથા આત્માનું કર્મ (= વ્યાપ્ય = કર્તવ્યાપ્યકર્મ) રાગ વગેરે નથી થતા. તેથી જેમ કુંભાર પટને નથી કરતો, તેમ આત્મા રાગને નથી કરતો.
(૪) ‘રાગાદિ પરિણામો પુદ્ગલના વ્યાપ્ય છે' – તેમ પ્રતીત થવાથી આત્મા અને રાગાદિ વચ્ચે અનાદિકાલીન ભ્રાન્ત વ્યાપ્ય-વ્યાપકભાવ પણ રવાના થાય છે. મતલબ કે ‘રાગાદિ પરિણામ જ્યાં હોય ત્યાં ચૈતન્ય ન હોય પણ જડતા જ હોય. રાગાદિ પરિણામનો આશ્રય ચેતન ના હોય પણ અચેતન = જડ દ્રવ્ય જ હોય' આવું અંદ૨માં સ્વાભાવિકપણે અનુભવાય છે.
(૫) તથા ‘રાગાદિ પરિણામો આત્મામાં નહિ પણ કર્મપુદ્ગલોમાં જ રહેલા હોવાથી આત્મા તેનો ભોગવટો પણ કઈ રીતે કરે ? પોતાની પાસે જે ચીજ હોય તેનો જ ભોગવટો થાય. જે ચીજ પોતાની ન હોય, પોતાની પાસે ન હોય તેનો ભોગવટો પોતે કઈ રીતે કરી શકે ?' આવી વિભાવનાથી આત્મા રાગાદિનો ભોક્તા બનતો નથી અને રાગાદિ આત્માના ભોગ્ય બનતા નથી. ભ્રમથી પણ રાગાદિની મીઠાશ અનુભવવામાં સાધક અટવાતો નથી. આમ તે બન્ને વચ્ચેનો ભોક્તા-ભોગ્યભાવ નામનો ભ્રાન્ત -કાલ્પનિક-આરોપિત સંબંધ પણ ઉચ્છેદ પામે છે.
=
....તો મિથ્યાત્વાદિ મૂળમાંથી ઉખડે
(વ.) આત્મા અને રાગાદિ પરિણામ વચ્ચે ફક્ત નિમિત્ત-નૈમિત્તિક ભાવ નામનો જ સંબંધ હોય