________________
• પ્રસ્તાવના ,
11
મૂર્ત કહી શકાય, અચેતન એવા દેહમાં પણ ચેતનાનો ઉપચાર થઈ શકે. તો પછી મૂર્ત એવા પુદ્ગલોમાં અમૂર્ત એવા આત્માના સંયોગે અમૂર્તત્વનો ઉપચાર કેમ ન થાય ?
સામાન્યથી એવું માનવાનું મન થઈ જાય.. જો અમૂર્ત એવો આત્મા પણ મૂર્ત એવા પુદ્ગલના સંબંધથી મૂર્ત ગણાતો હોય તો અમૂર્ત એવા આત્માના સંયોગે મૂર્ત એવા પુદ્ગલોમાં અમૂર્તત્વનો ઉપચાર કરવામાં કાંઈ ખોટું નથી.
ઉપાધ્યાયજી મહારાજ એક માર્મિક અને તાર્કિક પંક્તિ આપીને આ ચર્ચાનો સમુચ્છેદ કરે છે. પંક્તિ મજાની છે... “જેહ સ્વભાવ વ્યવહારિઇ, તે ઉપચરિઇ, પણિ સર્વ ધર્મનો ઉપચાર ન હોઈ.”
કર્ણિકા સુવાસકાર આની સુંદર વિવેચના કરે છે.. શરીરને અરૂપી-અમૂર્ત માનવામાં શાસ્ત્ર તેમજ લોકવ્યવહારનો પણ બાધ છે. કારણ કે કોઈ પણ માણસ આપણા શરીર વગેરેનો અમૂર્ત તરીકે વ્યવહાર કરતો નથી. તથા કોઈને પણ આપણા શરીરની અમૂર્તરૂપે પ્રતીતિ પણ થતી નથી. બે દ્રવ્યોનો એક બીજામાં અનુવેધ થવા છતાં એકબીજામાં ભળી જવા છતાં વ્યવહાર કરવા યોગ્ય એવા જ સ્વભાવનો ઉપચાર થાય છે. પણ બધા સ્વભાવનો ઉપચાર થતો નથી. એટલે કે શરીર અને આત્મા એકબીજા સાથે એકમેક થવા છતાં શરીરમાં આત્મગત ચૈતન્યસ્વભાવનો ઉપચાર થાય છે. પણ અમૂર્તત્વ સ્વભાવનો ઉપચાર થતો નથી. કેમ કે પરસ્પર અનુગમસ્વરૂપ પરિણામના આધારે ઉપચાર કરવા યોગ્ય સ્વભાવ ચૈતન્ય છે, અમૂર્તત્વ નથી.
એવી જ રીતે નિમિત્ત હોય ત્યાં આરોપ થાય એવી દલીલ કોઈ કરે તો એને પણ ઉદયનાચાર્યત કિરણાવલીનો ન્યાય આપીને રદિયો આપી દેવાયો છે.
આમ, જેમ પુદ્ગલમાં અમૂર્તત્વનો ઉપચાર થાય તેમ આત્મામાં પણ પુગલના સંયોગે જડતાના ઉપચારની વાત પણ કરી શકાય તેમ છે. પરંતુ આ વાત ગ્રંથકારે નથી કરી. કારણ સીધું છે. જે દલીલ પુદ્ગલમાં અમૂર્તત્વના ઉપચારના ખંડન માટે વપરાઈ છે, એ જ દલીલ અહીં પણ કામ લાગે તેમ છે.
હવે ચૌદમી ઢાળનું વિહંગાવલોકન કરીએ.
દ્રવ્ય-ગુણની વિસ્તારથી વાત કર્યા પછી હવે પર્યાયની વાત શરૂ થાય છે. પર્યાયના મુખ્ય બે પ્રકાર – (૧) વ્યંજનપર્યાય. (૨) અર્થપર્યાય. આ બંનેની સામાન્ય વ્યાખ્યા કર્યા બાદ કર્ણિકાકાર પર્યાયની વ્યાખ્યાને અર્વાચીન/પ્રાચીન ગ્રંથોના રેફરન્સ આપીને સરસ રીતે લંબાવે છે, છેલ્લે મજાનો આધ્યાત્મિક ઉપનય આપે છે. ઉપનય એમના જ શબ્દોમાં.. વ્યંજનપર્યાયનું શબ્દ દ્વારા પ્રતિપાદન થઈ શકતું હોવાથી તેને સ્થૂલ લોકો પકડી શકે છે. તેથી આપણા વ્યંજનપર્યાયોથી આપણે ખૂબ સાવધ રહેવા જેવું છે. “મેં સિદ્ધિતપ-વરસીતપ-શ્રેણિતપ કર્યો, મેં પાંચસો ગ્રંથ વાંચ્યા, મેં ઉપધાન કર્યા. મેં નવ્વાણું યાત્રા કરી' (હજી આ યાદી આગળ લંબાવી શકાય. મેં વર્ધમાનતપની ૧૦૦ ઓળી કરી, મેં ૫૦ ગ્રન્થો લખ્યા, મેં ૨૦૦ પુસ્તક લખ્યા, મેં લાખો-કરોડોનું દાન કર્યું, હું સારો પ્રવચનકાર છું... વગેરે) ઈત્યાદિ રૂપે આપણા વ્યંજનપર્યાયોનું નિરૂપણ કરવા જતાં અભિમાનના શિખરે પહોંચી જવાની ઘણી બધી સંભાવના છે. જ્યારે બીજાના આવા પ્રકારના વ્યંજનપર્યાયોનું જાહેરમાં નિવેદન કરવાથી નમ્રતા ગુણની