________________
૧/૩
० पर्यायदृष्टिः त्याज्या ।
११४३ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - इष्टानिष्टपर्याययोः उत्पाद-व्ययौ रागनिमित्तं तद्विपर्यासस्तु द्वेषनिमित्तम् । अतः पर्यायदृष्टिः रागादिनिमित्ततया त्याज्या । द्रव्यदृष्टिः ध्रौव्यदर्शनाऽपराभिधाना माध्यस्थ्यनिमित्तम् । अतः तेन रूपेण सा उपादेया। माध्यस्थ्यपीठबन्धस्योपरि एव आराधनाप्रासादः प्रतिष्ठते । अतः आन्तरालिकपर्यायेषु रुचिमकृत्वा शुद्धाऽऽत्मद्रव्ये एवादरेण दृढतया निजदृष्टिं स्थापयित्वा शुद्धात्मद्रव्याविर्भावकरणमेवाऽस्मत्परमकर्तव्यमित्युपदेशः। ततश्च “सुराऽसुर-नरेन्द्राणां यत् शे सुखं भुवनत्रये। स स्यादनन्तभागोऽपि न मोक्षसुखसम्पदः ।।” (त्रि.श.पु.४/१/१९७) इति त्रिषष्टिशलाका-क पुरुषचरित्रे अनन्तजिनदेशनायामुक्तं मुक्तिसुखं तरसा प्रादुर्भवेत् ।।९/३।।
જ દ્રવ્યદૃષ્ટિ આદરણીય 5 આધ્યાત્મિક ઉપનય :- ઈષ્ટ-અનિષ્ટ પર્યાયના ક્રમશઃ ઉત્પાદ-વ્યય રાગનિમિત્ત છે. અનિષ્ટ-ઈષ્ટ પર્યાયના ક્રમશઃ ઉત્પાદ-વ્યય ષનિમિત્ત છે. આમ રાગ-દ્વેષજનક હોવાથી પર્યાયષ્ટિ ત્યાજ્ય છે. દ્રવ્યદૃષ્ટિ-ધ્રૌવ્યદૃષ્ટિ માધ્યચ્યનિમિત્ત છે. તેથી માધ્યચ્યજનક હોવા સ્વરૂપે દ્રવ્યદૃષ્ટિ ઉપાદેય છે. મધ્યસ્થતાના પાયા ઉપર જ સાધનામહેલ ઉભો છે. આથી પર્યાયની હારમાળા વિશે સચિને સ્થાપિત કર્યા વિના તા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ આપણી દૃષ્ટિ રુચિપૂર્વક સ્થાપિત કરી, દઢ કરી, શુદ્ધ આત્મદ્રવ્યને પ્રગટાવવું એ જ આપણું પરમ કર્તવ્ય છે. આત્માર્થી જીવને શુદ્ધદ્રવ્યદૃષ્ટિ સમ્યકપણે પકડાવવાના અભિપ્રાયથી મેં અહીં આવો ઉપદેશ આપવામાં આવે છે. તેનાથી મોક્ષસુખ ઝડપથી પ્રગટે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં શ્રીઅનન્તનાથ ભગવાનની દેશનામાં મોક્ષસુખને આ મુજબ જણાવેલ છે કે “ત્રણ જગતમાં દેવેન્દ્ર-દાનવેન્દ્ર -નરેન્દ્રોને જે સુખ છે, તે મોક્ષસુખસંપદાનો અનન્તમો ભાગ પણ નથી.' (૯/૩)
- લખી રાખો ડાયરીમાં 8 ) • બુદ્ધિ હમસફ્ટ બનવામાં ઉમંગ રાખે છે.
કારણ તેને બીજાના સુખમાં ભાગ પડાવવો છે. શ્રદ્ધા હમદર્દી બતાવવા ઉલ્લસિત રહે છે. કારણ કે તેને બીજાના દુઃખમાં ભાગ પડાવવો રુચે છે. સાધના અચરમાવર્તકાળમાં પણ થઈ શકે. ઉપાસના ચરમાવર્તકાળ વિના શક્ય નથી. વાસના વેદનાને ઉત્પન્ન કરે છે.
ઉપાસના સંવેદનાને પ્રગટાવે છે.