________________
११३४
* ध्रौव्येक्षणे माध्यस्थ्यलाभः
૧/૨
૨ (ઉપેક્ષાવંત=) ન સુખવંત, ન દુઃખવંત થાઈ છઈ. નિજરૂપઈ સ્થિતપરિણામઈ (તે હેમ હોવઈ =) રહઇ આ છઈં. તે માટઈં હેમસામાન્યસ્થિતિ સત્ય છઇ.
प वा सुखी किन्तु मध्यस्थतया तिष्ठति । तस्माद् हेमसामान्याकारेण हेमस्थितिरपि माध्यस्थ्यसम्पादशुकत्वात् तात्त्विकी ज्ञेया ।
રહે છે. આથી સુવર્ણરૂપે સોનાનું ધ્રૌવ્ય માધ્યસ્થ્યજનક સિદ્ધ થાય છે. સુવર્ણરૂપે સુવર્ણદ્રવ્યની સ્થિતિ ધ્રુવતા પણ માધ્યસ્થ્યસંપાદક હોવાથી તાત્ત્વિક સમજવી.
=
* રાજકુમાર-રાજકુમારી-રાજાની ત્રિવિધ સ્થિતિ♦
સ્પષ્ટતા :- એક રાજાને એક રાજકુમારી અને એક રાજકુમાર આમ બે સંતાન હતા. રાજા પાસે સોનાનો ઘડો હતો. રાજકુમારીને સોનાનો ઘડો પીવાના કાર્યમાં ઉપયોગી હોવાથી ગમતો હતો. સુવર્ણઘટને તે કદાપિ પોતાનાથી દૂર કરતી ન હતી. પણ રાજકુમારને માથા ઉપર પહેરવા મુગટ જોઈતો હતો. તેની પાસે સુવર્ણમુગટ ન હતો. તેથી તેણે રાજકુમારીનો સોનાનો ઘડો તોડાવી સોની દ્વારા સોનાનો મુગટ બનાવ્યો. સુવર્ણ મુગટ પહેરીને તે અત્યંત ખુશખુશાલ થઈ ગયો. પણ રાજકુમારી પોતાનો સુવર્ણકુંભ નષ્ટ થવાથી રડવા માંડી. રાજકુમારીનું રુદન સાંભળીને રાજા ઝડપથી ત્યાં આવે છે. તે દીકરીને રડવાનું કારણ પૂછે છે. પછી તેને ખબર પડી કે સુવર્ણકુંભનો નાશ થવાથી રાજકુમારી રડતી હતી. ત્યારે રાજકુમાર હસતો દેખાયો. બેન રડતી હોવા છતાં રાજકુમારના મોઢા ઉપર હાસ્ય જોઈને રાજાને નવાઈ લાગી. રાજકુમારને રાજા હસવાનું કારણ પૂછે છે. પછી તેને ખબર પડી કે સુવર્ણમુગટની ઉત્પત્તિ થવાથી રાજકુમાર હસતો હતો. પણ રાજા સુખી કે દુઃખી થવાના બદલે મધ્યસ્થ રહે છે. કારણ કે રાજા સમજે છે કે ‘ઘડો ભલે નાશ પામ્યો પણ સોનું કાંઈ નાશ પામી નથી ગયું. સુવર્ણ મુગટ ભલે | ઉત્પન્ન થયો. પણ નવું સોનું કાંઈ ઉત્પન્ન નથી થયું. સુવર્ણ દ્રવ્ય તો સુવર્ણસ્વરૂપે અવસ્થિત જ છે.’ સુવર્ણ દ્રવ્યની સુવર્ણસ્વરૂપે ધ્રુવતા રાજાની મધ્યસ્થતામાં નિમિત્ત બને છે.
રાજાને મધ્યસ્થ જોઈને રાજકુમારી પૂછે છે. ‘પિતાજી ! સોનાનો ઘડો નાશ થયો તેનું તમને કાંઈ દુ:ખ નથી થતું ?' રાજા કહે છે ‘ઘડો ભલે નાશ પામ્યો. પણ સુવર્ણરૂપે સોનું તો હાજર જ છે ને ! મારે સોનાથી નિસ્બત છે, ઘડાથી નહીં. તેથી મારે દુ:ખી થવાનું કોઈ પ્રયોજન નથી.’ રાજકુમાર પણ રાજાને પ્રશ્ન પૂછે છે ‘પિતાજી ! સોનાનો મુગટ ઉત્પન્ન થયો તેની ખુશાલીના કોઈ ચિહ્ન આપના મોઢા ઉપર કેમ જોવા મળતા નથી ?' રાજા કહે છે ‘બેટા ! નવું સોનું ઉત્પન્ન થયું હોત તો મને ખુશી થાત. પણ નવું સોનું તો ઉત્પન્ન નથી થયું. પૂર્વે ઘડારૂપે સોનું હતું. હવે મુગટરૂપે તે સોનું છે. ઘડાનો નાશ થવાથી સોનાનો નાશ નથી થયો કે સોનાનું વજન ઘટી નથી ગયું. મુગટ ઉત્પન્ન થવાથી સોનાનું વજન વધી નથી ગયું. તેથી મારે સુખી કે દુ:ખી થવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો.' આ ઉદાહરણથી ફલિત થાય છે કે એક જ સુવર્ણ દ્રવ્ય જ્યારે ઘટરૂપે નાશ પામે છે, તે જ સમયે મુગટસ્વરૂપે ઉત્પન્ન થાય છે અને તે જ સમયે સુવર્ણસ્વરૂપે ધ્રુવ રહે છે. આમ એકત્ર એકદા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતા સિદ્ધ થાય છે.
♦...( ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી.