________________
९/२ भावस्य उत्तरपरिणाम प्रति निरपेक्षता 0
११२३ नश्वर एव तिष्ठति, कथञ्चिदस्थास्नो शाऽनुपपत्तेः, अश्वविषाणवत् । सद्-द्रव्य-चेतनत्वादिना स्थास्नुरेवोत्पद्यते, प सर्वथाऽप्यस्थास्नोः कदाचिदुत्पादाऽयोगात्, तद्वत् । ततः प्रतिक्षणं त्रिलक्षणं सर्वम्” (आ.मी. परि.१/का.११/ अ.स.पृ.१६४) इति अष्टसहस्यां श्रीविद्यानन्दस्वामी ।
__ युक्तञ्चैतत् - ये यद्भावं प्रति पदार्थान्तराऽनपेक्षाः ते तद्भावनियताः, यथाऽन्त्या कारणसामग्री स्वकार्योत्पादने, तुल्यन्यायेन विनाशादित्रितयं प्रति अनपेक्षाश्च भावा इति विनाशादित्रितयनियतास्ते । श ततश्च प्रतिक्षणमुत्पाद-व्यय-ध्रौव्यसिद्धिरनाविलैव ।
इदमेवाभिप्रेत्य यशोविजयवाचकोत्तमैरपि स्याद्वादकल्पलतायां “भावस्योत्तरपरिणाम प्रति अनपेक्षतया णि હોય ત્યારે જ (= પણ) જીવાદિ પદાર્થ ટકી રહે છે. આનું કારણ એ છે કે કોઈ પણ સ્વરૂપે જે પદાર્થ ટકતો ન હોય તેનો નાશ જ અસંગત થઈ જાય. જેમ કે ઘોડાના શીંગડા કોઈ પણ સ્વરૂપે રહેતા નથી. તેથી તેનો નાશ પણ કરી શકાતો નથી. (આનાથી એ ફલિત થાય છે કે મરી રહેલો માણસ પણ આત્મસ્વરૂપે ટકે છે. ફૂટી રહેલો ઘડો પણ માટીસ્વરૂપે ટકે જ છે.) તેમજ (૩) સત્ત્વ, દ્રવ્યત્વ, ચેતનત્વ વગેરે સ્વરૂપે સ્થિર રહેનારો જ પદાર્થ ઉત્પન્ન થાય છે. આનું કારણ એ છે કે પદાર્થ જરા પણ સ્થિર ન હોય તો ઘોડાના શીંગડાની જેમ ક્યારેય પણ તેની ઉત્પત્તિ થઈ ન શકે. તેથી સર્વ પદાર્થ પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રણ લક્ષણવાળા છે' - તેવું સિદ્ધ થાય છે.” આમ અષ્ટસહસ્ત્રીમાં વિદ્યાનંદસ્વામીએ જણાવેલ છે.
સ્પષ્ટતા :- પર્યાયાર્થિકનય વસ્તુને મુખ્યપણે ક્ષણભંગુર જુએ છે. પર્યાયના ઉત્પાદ-વ્યયની પરંપરા નિરંતર ચાલે છે. નૂતન પર્યાયરૂપે ઉત્પઘમાન વસ્તુ પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. પૂર્વપર્યાયસ્વરૂપે નાશ પામતી વસ્તુ નૂતનપર્યાયસ્વરૂપે ઉત્પન્ન થાય છે. તથા સત્ત્વ, દ્રવ્યત્વ આદિ સાધારણ સ્વરૂપે વસ્તુ પ્રતિક્ષણ ટકે છે. આમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી પ્રતિક્ષણ વસ્તુ પરિણમે છે. આમ વિદ્યાનંદસ્વામીનું તાત્પર્ય છે.
નાલ નિરપેક્ષસ્વરૂપ સદા સન્નિહિત ના (યુ.) ઉપરોક્ત વાત વ્યાજબી પણ છે. કારણ કે “જે વસ્તુ જે સ્વરૂપ પ્રત્યે અન્ય પદાર્થથી નિરપેક્ષ હોય, તે વસ્તુ તે સ્વરૂપથી યુક્ત જ હોય છે – આ પ્રમાણે નિયમ છે. જેમ કે કોઈક (પટાદિ) કાર્યની અંતિમ કારણસામગ્રી (= કાર્યોત્પાદઅવ્યવહિતપૂર્વક્ષણવર્તી તંત-વેમા-વણકરાદિ સમૂહ) તે કાર્યની ઉત્પત્તિ પ્રત્યે અન્યથી (અન્યથાસિદ્ધ વસ્તુથી) નિરપેક્ષ હોવાના લીધે તે (=પટાદિ) કાર્યની ઉત્પાદક થાય જ છે. તુલ્ય યુક્તિથી કહી શકાય છે કે વિનાશ આદિ ત્રણેય પ્રત્યે વસ્તુ અન્યનિરપેક્ષ હોય છે. તેથી જ તે નાશ-ઉત્પાદ-ધ્રૌવ્યથી યુક્ત જ હોય છે. તેથી પ્રતિક્ષણ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ નિર્વિવાદ છે.
જે ઉત્પન્ન વસ્તુમાં પણ પુનઃ ઉત્પત્તિ આદિ (ને) આ જ અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિરચિત શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા નામની વિસ્તૃત વ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે વસ્તુની ઉત્પાદાદિ ત્રિતયાત્મકતાના સમર્થન માટે જણાવેલ છે કે “ભાવ = વસ્તુ ઉત્તરકાલીન પરિણામ પ્રત્યે નિરપેક્ષ છે. તથા “જે વસ્તુ જે સ્વરૂપ પ્રત્યે અન્ય પદાર્થથી નિરપેક્ષ હોય તે વસ્તુ તે સ્વરૂપથી યુક્ત જ હોય' - આવો નિયમ