SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ १६३० * वर्त्तनादौ स्वतन्त्रकालद्रव्यापेक्षाविरहः = पर्यायात्मककालापेक्षया उपपद्यन्ते एव । 可 वर्त्तनादिपर्यायाणामपि स्वाश्रयत एव उत्पत्तिसम्भवेन तत्राऽपि अतिरिक्तकालानपेक्षैव । एतेन “वर्त्तना परिणामः क्रिया परत्वाऽपरत्वे च कालस्य” (त.सू.५ / २२ ) इति पूर्वोक्ता (१०/१२) तत्त्वार्थसूत्रोक्तिः अपि व्याख्याता, वैस्रसिकतत्तद्वर्त्तनादिपर्यायपरिणतजीवाऽजीवात्मककालोपग्रहविधया तदुपपत्तेः । एवं समयक्षेत्रे कटक-मुकुटादिवर्त्तनां प्रति बहिरङ्गापेक्षाकारणं सूर्यादिपरिस्पन्दक्रिया अन्तरङ्गकारणञ्च स्वद्रव्यमेवेति न वर्त्तनाबहिरङ्गकारणविधयाऽतिरिक्तकालद्रव्यापेक्षा, न वा મોટાપણું, કાલિકઅપરત્વ નાનાપણું, નવીનત્વ, પુરાણત્વ, તરુણત્વ, વૃદ્ધત્વ વગેરે ભાવો પણ ન્યૂન-અધિક વર્તનાદિ પર્યાયસ્વરૂપ કાળની અપેક્ષાએ સંગત થઈ શકે જ છે. જેમાં વર્તનાદિ પર્યાયો વધુ ઉત્પન્ન થયેલ હોય તેમાં મોટાપણું, પુરાણત્વ, વૃદ્ધત્વ વગેરે ભાવો રહે. તથા જેમાં વર્તનાદિ પર્યાયો ઓછા ઉત્પન્ન થયેલા હોય તેમાં નાનાપણું, નવીનત્વ, તરુણત્વ વગેરે ભાવો ૨હે - આવું માની શકાય છે. તેના દ્વારા જ નાના-મોટા વગેરેનો વ્યવહાર સંગત થઈ શકે છે. તો શા માટે અતિરિક્ત કાલદ્રવ્યનો સ્વીકાર કરવો ? પ્રશ્ન :- નાના-મોટાનો વ્યવહાર અતિરિક્ત કાલદ્રવ્યને માન્યા વિના ભલે ન્યૂનાધિક વર્તનાદિ પર્યાયો દ્વારા તમે સંગત કરી દીધો. પરંતુ વર્ઝના વગેરે પર્યાયનું કારણ કોણ ? અતિરિક્ત કાળદ્રવ્યને માન્યા વગર તેની સંગતિ તો નહિ જ થઈ શકે ને ? १०/१९ = / વર્તનાદિ પર્યાયો સ્વાશ્રયજન્ય પ્રત્યુત્તર :- (વત્ત.) ના, વર્તનાદિ પર્યાયોની પણ ઉત્પત્તિ પોતાના આશ્રયથી જ સંભવિત હોવાથી તેના પ્રત્યે પણ અતિરિક્ત કાલદ્રવ્યની અપેક્ષા નહિ જ રહે. તેથી પૂર્વે (૧૦/૧૨) દર્શાવેલ તત્ત્વાર્થસૂત્રમાં ॥ ‘વર્તના, પરિણામ ક્રિયા, પરત્વ અને અપરત્વ આ પાંચેય કાળનો ઉપકાર છે' - આમ જે જણાવેલ છે, તેનું પણ સ્પષ્ટીકરણ અમારા ઉપરોક્ત કથનથી થઈ જાય છે. કેમ કે વર્તના વગેરે પર્યાયો વિજ્રસાપરિણામથી શું ઉત્પન્ન થાય છે. તથા તાદશ વર્તનાદિ પર્યાયો પ્રત્યે જીવાજીવદ્રવ્ય ઉપાદાનકારણ છે. તેથી વૈગ્નસિક વિવિધ વર્તનાદિ પર્યાયોથી પરિણત એવા જીવાજીવાત્મક કાલતત્ત્વના ઉપગ્રહ સ્વરૂપે તત્ત્વાર્થસૂત્રદર્શિત વર્તનાપરિણામાદિની સંગતિ થઈ શકે છે. તથાવિધજીવાદિસ્વરૂપ કાલતત્ત્વ દ્વારા જ જો વર્તનાપરિણામાદિની સંગતિ થઈ શકતી હોય તો અતિરિક્ત કાલદ્રવ્યની કલ્પના કરવાની જરૂરત રહેતી નથી. શંકા :- બાજુબંધ, મુગટ વગેરે આભૂષણોની વર્તનાના બાહ્ય કારણ તરીકે પૂર્વે બારમા શ્લોકના વિવરણમાં સ્વતંત્ર કાલદ્રવ્યની સિદ્ધિ કરી હતી તેનું શું ? જો ત્યાં વર્તનાના બહિરંગકારણ તરીકે સ્વતંત્ર કાલદ્રવ્યનો સ્વીકાર ન કરો તો ગતિ વગેરેના બાહ્ય કારણ તરીકે ધર્માસ્તિકાય વગેરેની પણ અસિદ્ધિ થવાની આપત્તિ આવશે. * વર્તનાબહિરંગકારણ સ્વતંત્રકાલદ્રવ્ય નથી નિરાકરણ :- (i.) આ શંકા વ્યાજબી નથી. કારણ કે મનુષ્યક્ષેત્રમાં રહેલ બાજુબંધ, મુગટ વગેરે વસ્તુની વર્તના પ્રત્યે બહિરંગકારણ સૂર્ય વગેરેની પરિસ્કંદ ક્રિયા છે તથા અંતરંગકારણ સ્વદ્રવ્ય = વર્તનાઆશ્રયીભૂત સુવર્ણાદિદ્રવ્ય જ છે. તેથી સોનાના બાજુબંધ વગેરે આભૂષણોના બહિરંગકારણસ્વરૂપે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy